ગુજરાત

gujarat

ETV Bharat / state

Narnarayan Dev Mahotsav 2023: ભુજના સ્વામીનારાયણ મંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ બન્યું હરિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર - ભુજના સ્વામીનારાયણ મંદિર

દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણીમાં ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભગવાન સ્વામિનારાયણના જન્મથી લઈને ભુજ મંદિરની સ્થાપના, નરનારાયણ દેવની મૂર્તિની સ્થાપના તેમજ ભુજ મંદિર દ્વારા થતી પ્રવૃત્તિઓ અંગે લેસર શો મારફતે દર્શાવવામાં આવી રહ્યું છે.

light-and-sound-at-the-swaminarayan-temple-in-bhuj-has-become-a-center-of-attraction-for-devotees
light-and-sound-at-the-swaminarayan-temple-in-bhuj-has-become-a-center-of-attraction-for-devotees

By

Published : Apr 21, 2023, 4:13 PM IST

દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી

કચ્છ:ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાત્રિના સમયે ભુજના સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મોટી સંખ્યામાં હરિભક્તો આ શો જોઈને ભક્તિમય બની રહ્યા છે.

ભુજ મંદિર દ્વારા થતી પ્રવૃત્તિઓ અંગે લેસર શો મારફતે દર્શાવવામાં આવી

ભગવાન સ્વામિનારયણના જીવનના વિવિધ પ્રસંગોનો લાઈટ શો:200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે ભુજને નરનારાયણ દેવની મૂર્તિની સ્થાપના કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા. સાથે જ તેમણે હકીકતની વાત કરી હતી કે નરનારાયણ દેવની મૂર્તિ અને તેમની પોતાની વચ્ચે કોઈ ફરક નથી. 200 વર્ષ પૂર્ણ થતાં અનેરો દ્વિશતાબ્દી મહોત્સવ ભુજની ભાગોળે ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં દેશ વિદેશથી 30 લાખ જેટલા હરિભક્તો ભાગ લઈ રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના જીવનની સફર તેમજ ભુજ મંદિરની સ્થાપના અને પ્રવૃત્તિઓ અંગેનો એક લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

લાઈટ એન્ડ સાઉન્ડ બન્યું હરિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર

હરિભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર:ભુજમાં 18મી એપ્રિલથી નરનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે હરિભક્તો માટે અનેક આકર્ષણના કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેનો લાભ દેશ વિદેશથી ઉમટેલા હરિભક્તો લઈ રહ્યા છે. ભુજના સ્વામીનારાયણ મંદિર પરિસરને પણ અવનવી રોશનીઓથી સજાવવામાં આવ્યું છે. સાથે જ ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભગવાન સ્વામિનારાયણના જન્મથી લઈને ભુજ મંદિરની સ્થાપના, નરનારાયણ દેવની મૂર્તિની સ્થાપના તેમજ ભુજ મંદિર દ્વારા થતી પ્રવૃત્તિઓ અંગે લેસર શો મારફતે દર્શાવવામાં આવી રહ્યું છે.

ગુરુ રામાનંદ સ્વામીની કચ્છની સફરનું વર્ણન

આ પણ વાંચોNarnarayan Dev Mahotsav 2023: ભુજમાં નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમથી કરવામાં આવશે ઉજવણી

ગુરુ રામાનંદ સ્વામીની કચ્છની સફરનું વર્ણન:સ્વામિનારાયણ મંદિરના ખીમજી ભગતે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'ભુજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમ વખત આ લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ લાઈટ એન્ડ સાઉન્ડ શો મારફતે એક કથાનું વર્ણન કરવામાં આવી રહ્યું છે જેમાં સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામીએ જ્યારે કચ્છમાં પોતાના ચરણો મૂક્યા અને ત્યાર બાદ સુથાર જ્ઞાતિના લોકોએ ગુરુને અનુયાયી બનાવ્યા અને ત્યારથી કંઈ રીતે સત્સંગની પ્રવૃત્તિઓ શરૂ થઈ તેનું વર્ણન આ શોમાં કરવામાં આવી રહ્યું છે.'

આ પણ વાંચોNarnarayan Dev Mahotsav 2023 : દ્વિશતાબ્દી મહોત્સવ માટે પોતાનો ધંધો છોડી ફર્નિચર બનાવવાની સેવા આપતો યુવક

યુવા પેઢીને સંપ્રદાયથી વાકેફ કરવા આયોજન:જ્યારે ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને તેમને દીક્ષા લીધી ત્યારે કંઈ રીતે સત્સંગ કર્યું કંઈ રીતે નરનારાયણ દેવની મૂર્તિની સ્થાપના કરી તે અંગેનું વર્ણન લાઈટ શોમાં કરવામાં આવ્યું છે. તો આજની જે યુવા પેઢી છે તે માત્ર એટલું જાણે છે કે તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના છે પરંતુ શું ઇતિહાસ છે, કંઈ રીતે ભગવાન કચ્છ આવ્યા કંઈ રીતે મંદિર નિર્માણ પામ્યું કંઈ રીતે ભગવાને નરનારાયણ દેવની મૂર્તિની સ્થાપના કરી તે કથાનું વર્ણન આ લાઈટ એન્ડ સાઉન્ડ શો મારફતે દર્શાવવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details