કચ્છઃ જિલ્લામાં ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ, રાપર અને માંડવી નગરપાલિકા વિસ્તારમાં ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન પર પ્રવાસ કરવા પર 14મી એપ્રિલ 2020 સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કચ્છમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટેના સમયમાં ફેર-ફાર, સવારે 7 થી બપોરના 12 સુધી જ રહેશે ખૂલ્લી - Kutch District News
કચ્છમાં કોરોનાનો બીજો પોજિટિવ કેસ આવ્યા બાદ તંત્રએ વધુ કડકાઈ સાથે લોકડાઉનનું અમીલકરણ જારી રાખ્યું છે. કચ્છ કલેક્ટર પ્રવીણા ડી. કે. એ સુધારા જાહેરનામાં સાથે નગરપાલિકા વિસ્તારમાં મૂક્તિ સમયમર્યાદા ઘટાડી હતી.
કચ્છમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટેના સમયમાં ફેર-ફાર, સવારે 7 થી બપોરના 12 સુધી જ રહેશે ખૂલ્લી
જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ લેવા જવા પહેલા સવારે 7 થી 11 અને સાંજે 5 થી 7 કલાકના સમય માટે મૂક્તિ આપવામાં આવી હતી. તે સમયગાળામાં ફેરફાર કરી હવેથી માત્ર સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધી જ દુકાનો ખૂલ્લી રાખવામા આવશે.
નોંધનીય છે કે, લોકડાઉન વચ્ચે તંત્રની કડક કામગીરી છતાં પણ હજુ લોકડાઉનમાં લોકો બહાર નિકળી રહ્યા છે. ખાસ કરીને જરૂરી ચીજોને ખરીદનો લાભ લઈને સવાર સાંજ અનેક લોકો રસ્તા પર દેખાઈ રહ્યા છે. જેને પગલે તંત્રએ વધુ કડક થવાની જરૂર પડી છે.