ગુજરાત

gujarat

By

Published : Apr 2, 2022, 2:46 PM IST

ETV Bharat / state

ઉનાળામાં ગરમી અને સન સ્ટ્રોકથી થઇ રહી છે વિપરીત અસર ?, તો કરો આ કામ...

રાજ્યમાં ચાલુ ઉનાળામાં મહત્તમ તાપમાનનો (Gujarat Weather Report) પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યો છે. આ સાથે જ, હિટ વેવની અસર પણ વર્તાઈ રહી છે. અસહ્ય ગરમી અને સનસ્ટ્રોકથી થતી વિપરીત અસરો (Effects of Sunstroke) અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ. કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કંઈ કંઈ વસ્તુનું ઉપયોગ કરવો જોઈએ. જાણો આ અહેવાલમાં...

ઉનાળામાં અસહ્ય ગરમી અને સન સ્ટ્રોકથી થતી વિપરીત અસરોથી બચવા માટે શું કરવું જોઈએ જાણો..
ઉનાળામાં અસહ્ય ગરમી અને સન સ્ટ્રોકથી થતી વિપરીત અસરોથી બચવા માટે શું કરવું જોઈએ જાણો..

કચ્છ : ઉનાળામાં અસહ્ય ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી (Taking Care of Health in Heat) બચવા સાવચેતી રાખવી જોઈએ. વધુ પડતી ગરમી હાનિકર્તા છે. હવામાનમાં આવતા પરિવર્તન અને ઉનાળાની વધુ પડતી ગરમીને કારણે મનુષ્યના આરોગ્ય પર વિપરીત અસર થતી જોવા મળી રહી છે. જે અન્વયે જાહેર આરોગ્ય વિભાગ દ્વારા લૂ લાગવા અંગે લેવાના સાવચેતીના પગલાં વિશે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે.

ઉનાળામાં અસહ્ય ગરમી અને સન સ્ટ્રોકથી થતી વિપરીત અસરોથી બચવા માટે શું કરવું જોઈએ જાણો..

સુતરાઉ કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો -ચાલુ વર્ષની શરૂઆતથી જ દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સનસ્ટ્રોક અથવા લૂ લાગવાના કિસ્સામાં સમયસર સારવાર ન મળતા આ બાબત જીવલેણ પણ સાબિત થઇ શકે છે. લૂ લાગવાથી ચક્કર આવવા, ગભરામણ થવી, હૃદયના ધબકારા વધવા, શ્વાસ ચડવો વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. ખુલ્લા વિસ્તારમાં મજૂરી કરતા લોકોમાં આ લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેથી ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. ઉનાળામાં સુતરાઉ (Summer Dress) કપડાં પહેરવા. લૂ થી બચવા વધુમાં વધુ પાણી તેમજ લીંબુ શરબતનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો :Clay water bottle : જામનગરમાં ઉનાળામાં માટીની બોટલનો ક્રેઝ વધ્યો, જાણો ફાયદા અને મહત્વ

ખૂબ પાણી પીવું અને માથું ઢાંકવું - ઉનાળાની ઋતુ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં (Liquid to Drink in Summer) પ્રવાહી પીવું. શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું, ગરમીની ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ભુખ્યા ન રહેવું. માથાનો દુખાવો, બેચેની, ચક્કર, ઉબકાં કે તાવ આવે તો તુરંત જ નજીકના દવાખાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ અને સારવાર લેવી.

ચા-કોફીથી લૂ લાગી શકે છે - નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તેમજ અશક્તિ વ્યક્તિઓએ તડકામાં ફરવું નહીં. બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફ વાળી દૂધની અને માવાની આઈટમ ખાવી નહીં. ઉપવાસ કરવાનું ટાળવું, ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. આ ઉપરાંત મોળી છાશ, તાડફળી અને નારિયેળનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ORS વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવું જોઈએ. બાળકો માટે કેસુડાના ફૂલ તેમજ લીમડાના પાનનો નહાવાના પાણીમાં ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો :Lemon Price Hike in Summer : અબકી બાર લીંબુ 200 કે પાર, ગૃહિણીનું બજેટ ખોરવાયું

લૂ લાગવાના લક્ષણો - માથું દુખવું, પગની પીંડીમાં દુખાવો થવો, શરીરનું તાપમાન (Remedy to Avoid Loo) વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલટી થવી, ઉબકા આવવા,ચક્કર આવવા,આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધબુધ ગુમાવી દેવી, તેમજ અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી વગેરે જેવી અસર જણાય (Symptoms of Heat Stroke) તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સવારી દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.

ઘરગથ્થુ ઉપચારો -રોજિંદા વપરાશમાં વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ(વાળા), અને કાળી દ્રાક્ષનું શરબત લઈ શકાય છે. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા (Remedy to Keep Body Healthy in Summer) બહાર પાડવામાં આવી છે. લૂ લાગવાના કિસ્સામાં ઘરગથ્થુ ઉપચારોથી દર્દીની તબિયતમાં સુધારો ન જોવા મળે તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં આ અંગેની સારવાર લેવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details