ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો સરહદી ગામ કુરનના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ - KUTCH

સરહદી જિલ્લા કચ્છનું સરહદી સૌથી અંતિમ ગામ કુરન કે જે કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી 100 કિલોમીટરના અંતરે આવેલું છે. કુરન કચ્છ જિલ્લાની ઉત્તર સરહદે આવેલું અંતિમ ગામ છે. અહીંથી પાકિસ્તાનની બોર્ડર માત્ર 30 કિલોમીટર દૂર છે. આ ગામ અંદાજિત 450 વર્ષ જૂનું છે. અહીં 350 જેટલા ઘર અને અંદાજિત 1600 જેટલા લોકો અહીં વસે છે. અહીંના લોકો મુખ્યત્વે સૂકી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે.

લોકો પોતાની જાતિ પ્રમાણે પરંપરાગત વસ્ત્રો પહેરતા હોય છે
લોકો પોતાની જાતિ પ્રમાણે પરંપરાગત વસ્ત્રો પહેરતા હોય છે

By

Published : Sep 25, 2021, 3:26 PM IST

  • કુરન ગામથી પાકિસ્તાનની બોર્ડર છે માત્ર 30 કિલોમીટર દૂર
  • ગામમાં દરબાર, મુસ્લિમ, બાવાજી અને અનુસૂચિત જાતિના લોકો કરે છે વસવાટ
  • કુરન ગામમાં લોકો પશુપાલન અને સૂકી ખેતી કરીને કરે છે જીવનનિર્વાહ

કચ્છ: કુરન ગામમાં દરેક પ્રજાતિના લોકો વસવાટ કરે છે. અહીં દરબાર, મુસ્લિમ, બાવાજી અને અનુસૂચિત જાતિના લોકો ઘણા વર્ષોથી રહી રહ્યા છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અહીં વસતા લોકોમાંથી કેટલાક માલધારી છે અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલા છે. લોકો ભેંસ અને ગાયનું દૂધ નજીકની સહકારી મંડળીઓને વેચીને પોતાનું જીવનનિર્વાહ કરતા હોય છે.

જાણો સરહદી ગામ કુરનના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ

ગામના લોકો સૂકી ખેતી તથા મજૂરી કરીને પણ કરે છે જીવનનિર્વાહ

કુરન ગામના અમુક લોકો સૂકી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઉપરાંત આ ખેતરોમાં પણ અમુક લોકો મજૂરી કરીને રોજગારી મેળવતા હોય છે, તો અન્ય લોકો ગામમાં થતાં વિકાસના કામો તથા કોઈ પણ પ્રકારના બાંધકામના કામોમાં મજૂરી કરીને પોતાનો જીવનનિર્વાહ કરતા હોય છે.

કુરન ગામમાં લોકો પશુપાલન અને સૂકી ખેતી કરીને કરે છે જીવનનિર્વાહ

મહિલાઓ પોતાના ઘરે બેસીને બનાવે છે હેન્ડીક્રાફ્ટની બનાવટો

ગામમાં મોટાભાગે લોકો પોતાની જાતિ પ્રમાણે પરંપરાગત વસ્ત્રો પહેરતા હોય છે તથા તેમની રહેણી-કરણી પણ પરંપરાગત રીતની જ હોય છે. ઉપરાંત ભોજનમાં પણ તેઓ સાદો અને પૌષ્ટિક આહાર લેતાં હોય છે. ગામની મહિલાઓ હેન્ડીક્રાફ્ટની બનાવટો પણ બનાવતી હોય છે. જેમાં ખાસ કરીને પોતાના ઘરે જ બેસીને ભરતગૂંથણની બનાવટો બનાવતા હોય છે અને ગામની બહાર અન્ય સ્થળોએ તેનું વેંચાણ કરતા હોય છે. ઉપરાંત અનેક વખત અન્ય દેશોમાં પણ વેંચાણ અર્થે મોકલતા હોય છે અને તેમાંથી કમાણી કરીને જીવન નિર્વાહ કરતાં હોય છે.

કુરન ગામમાં લોકો પશુપાલન અને સૂકી ખેતી કરીને કરે છે જીવનનિર્વાહ

આ પણ વાંચો-જાણો સરહદી ગામ હોડકોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ, અહીં છે 100 વર્ષ જૂના ભુંગા

આ પણ વાંચો- જાણો સરહદી ગામ ધોરડોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ

ABOUT THE AUTHOR

...view details