ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો સરહદી ગામ ધોરડોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ

કચ્છ જિલ્લાની સરહદનું અંતિમ ગામ એટલે કે ધોરડો કે જે કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી 85 કિલોમીટરના અંતરે છે અને 400 વર્ષ જૂનું ગામ છે. એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બન્ની વિસ્તારમાં વસેલા આ ગામમાં 100 જેટલા ઘર છે અને 550 જેટલા લોકો વસે છે. મોટાભાગે અહીં લઘુમતી કોમના લોકો રહે છે. અહીંના લોકો મુખ્યત્વે પશુપાલન, હસ્તકલા કારીગરી અને હોટલ રિસોર્ટના વ્યવસાય થકી પોતાનો જીવનનિર્વાહ કરે છે.

જાણો સરહદી ગામ ધોરડોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ
જાણો સરહદી ગામ ધોરડોના લોકો કઈ રીતે કરે છે જીવનનિર્વાહ

By

Published : Sep 18, 2021, 3:07 PM IST

  • ધોરડો ગામના લોકો પશુપાલન, હસ્તકલા કારીગરી અને હોટલ રિસોર્ટના વ્યવસાય થકી કરે છે ગુજરાન
  • ગામમાં 100 ટકા રોજગારી, પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરીને મેળવે છે રોજગારી
  • કચ્છના સફેદ રણમાં જામતા રણોત્સવમાં પણ મેળવે છે રોજગારી

કચ્છ: ધોરડો ગામમાં લોકો કરતાં વધારે પશુધન છે જેમાં 600 ભેંસો, 50 ગાયો, 50 ઘેટાં બકરાં, 10 ઘોડા અને 40 જેટલા ઊંટ છે. મુખ્યત્વે અહીંના લોકો માલધારી છે અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલા છે. લોકો ભેંસ અને ગાયનું દૂધ વેચીને પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે. આ ઉપરાંત આ માલધારીઓની ભેંસોની કિંમત પણ લાખોમાં હોય છે.

લોકો ભેંસ અને ગાયનું દૂધ વેચીને પોતાનો જીવન નિર્વાહ કરતા હોય છે
ગામના લોકોને 100 ટકા રોજગારીગામની બાજુમાં જ એક ખાનગી કંપની Agrocel આવેલી છે જે વર્ષોથી ગામના 350 જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. અહીંના યુવાનો જે ઓછું ભણેલા છે તેમને પણ આ કંપનીમાં છેલ્લા 24 વર્ષથી ટ્રેનિંગ આપીને રોજગારી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ટુરિઝમ પણ આવકનો અન્ય સ્ત્રોત ગણી શકાય. રણોત્સવના સમયે, અહીંના લોકો તમામ પ્રકારનું મેનેજમેન્ટ કરીને, તથા હેન્ડિક્રાફ્ટની બનાવટોનું વેચાણ કરીને, રિસોર્ટ દ્વારા, ગાઈડ બનીને, ઊંટગાડી ચલાવીને પણ રોજગારી મેળવી રહ્યાં છે.
એક ખાનગી કંપની Agrocel આવેલી છે જે વર્ષોથી ગામના 350 જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે
રિસોર્ટનું સંચાલન કરીને પણ કરે છે જીવનનિર્વાહઅહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેટવે ટુ રણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યું છે જેનું સંચાલન ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ સમિતિ કરે છે. ઉપરાંત અહીં 400 ટેન્ટનું ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે.ઉપરાંત ટ્રેડિશનલ બન્નીના 36 જેટલા ભુંગા સાથેનું તોરણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ ગામમાં અનેક ખાનગી રિસોર્ટ અને હોટલ પણ આવેલી છે. જેના દ્વારા ગામના લોકો પોતાનો જીવનનિર્વાહ કરે છે.
ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેટવે ટુ રણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યું છે
મહિલાઓ જુદા જુદા પ્રકારની કળાઓ દ્વારા કરે છે જીવનનિર્વાહઆ ઉપરાંત ધોરડો ગામની મહિલાઓની વાત કરવામાં આવે તો તેમના દ્વારા જુદા જુદા પ્રકારની હસ્તકલા કારીગરી કરવામાં આવતી હોય છે અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ તથા ભરતગુંથણ કરીને પરંપરાગત વસ્ત્રો પણ બનાવવામાં આવ્યું હોય છે અને તેને ક્રાફ્ટ મેળામાં, કચ્છમાં, ગુજરાતમાં તથા દેશના જુદાં જુદાં ખૂણે તથા વિદેશોમાં પણ વેચે છે અને સારી એવી કમાણી કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે.
આ ગામમાં 100 જેટલા ઘર છે અને 550 જેટલા લોકો વસે છે
ખરેખર ધોરડો ભલેને કચ્છ જિલ્લાની સરહદનું અંતિમ ગામ હોય પરંતુ રોજગારની દ્રષ્ટિએ અહીં લોકો સારી રીતે જીવનનિર્વાહ કરે છે.
મહિલાઓ બનાવે છે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ તથા ભરતગુંથણ કરીને પરંપરાગત વસ્ત્રો
આ પણ વાંચોઃ જાણો કચ્છ જિલ્લાની સરહદનું અંતિમ પરંતુ વિકાસની દૃષ્ટિએ અવ્વલ ધોરડો ગામ વિશે

ABOUT THE AUTHOR

...view details