કચ્છ : ભૂજ ખાતે આવેલી અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલના તાલીમ કક્ષમાં ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી. સંસ્થાની 18મી વર્ષગાંઠ નિમિત્તે જીલ્લામાં સારવાર લેતી 7 પૈકી ઉપસ્થિત 5 એચ.આઈ.વી. પોઝીટીવ સગર્ભા માતાઓની ગોદભરાઈની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. તેમજ જીલ્લામાં એચ.આઈ.વી. નિયંત્રણ માટે કાર્ય કરતા સ્ટેક હોલ્ડરનું સન્માન કરવામાં આવ્યું હતું.
અદાણી મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના હેડ ડૉ. ગોપાલાનંદ લાન્જેવરે કહ્યું કે, એચ.આઈ.વી.ની સારવાર લેતી બહેનોનાં જીવનમાં આ કાર્યક્રમનું અનોખું મહત્વ છે. તેમણે એચ.આઈ.વી.માટે કાર્ય કરતી સંસ્થાને અભિનંદન આપ્યા હતા. તેમજ જી.કે. જનરલ હોસ્પિટલનાં પેથોલોજી વિભાગના આઈ.સી.ટી.સી. વિભાગના હેડ ડૉ. જીજ્ઞાબેન ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.