ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો એશિયાના સૌથી ધનિક ગામ કચ્છના માધાપર વિશે

આજે આપણે ગુજરાતના એક એવા ગામ વિશે વાત કરીશું જેનું સ્થાન દેશમાં નહીં પરંતુ સમગ્ર એશિયામાં અવ્વલ નંબરે છે.જો એમ જણાવવામાં આવે કે સમગ્ર એશિયાનું સૌથી ધનવાન ગામ ગુજરાતમાં આવેલું છે તો? હા, ગુજરાતનું આ ગામ શહેરો જેવી જ આર્થિક સમૃદ્ધિ અને પાયાની સુવિધાઓ ધરાવે છે. કચ્છ જિલ્લાનું માધાપર ગામએ એશિયાનું સૌથી ધનવાન ગામ છે.

જાણો એશિયાના સૌથી ધનિક ગામ કચ્છના માધાપર વિશે
જાણો એશિયાના સૌથી ધનિક ગામ કચ્છના માધાપર વિશે

By

Published : Aug 11, 2021, 8:55 PM IST

Updated : Aug 11, 2021, 9:00 PM IST

  • માધાપર ગામમાં છે 6,000 કરોડની બેન્ક ડિપોઝિટ
  • આ ગામમાં છે 15થી પણ વધારે બેંકો
  • માધાપર સમગ્ર એશિયામાં સમૃદ્ધ ગામ તરીકે છે જાણીતું

ન્યૂઢ ડેસ્ક: ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની સંસ્કૃતિ,અતુલ્ય વારસો, કળા, સૌંદર્ય એવી ઘણી બાબતો માટે જાણીતું છે. તેમાં પણ કચ્છ જિલ્લો પોતાના સાંસ્કૃતિક વારસા માટે પ્રસિદ્ધ છે. જે રાજ્ય અતિ સમૃદ્ધ હોય એના ગામ અને શહેર પણ સ્વાભાવિક પણે પૈસાદાર હોય જ. ગુજરાતના કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી લગભગ ત્રણ કિલોમીટર અંતરે આવેલું મુખ્યત્વે પટેલોની વસ્તી ધરાવતું ગામ માધાપર એશિયાનું સૌથી ધનવાન ગામ છે. માધાપર ગામની વસ્તી 2011ની સાલમાં 17000 જેટલી હતી અને હવે અંદાજે 30000 હજારથી 32000 જેટલી વસતી છે. ગામમાં 20,000 જેટલા ઘર છે. માધાપર ગામના લગભગ 1200 જેટલા પરિવારો વિદેશમાં વસવાટ કરે છે. આ ગામ પાસે 6000 કરોડની બેન્ક અને પોસ્ટ ડિપોઝિટ છે. 1200 પરિવાર વિદેશમાં વસવાટ, 6000 કરોડની ડિપોઝિટ્સ
નોટબંધી તથા કોરોનાકાળ બાદ પણ ડિપોઝિટની રકમમાં વધારો
પાંચેક વર્ષ પહેલાં અહીં 2500 કરોડ જેટલી થાપણો હતી અને હવે નોટબંધી તથા કોરોનાકાળ બાદ પણ અહીં 6,000 કરોડની થાપણ અહીં બેંક તથા પોસ્ટ ઓફિસમાં છે. 1900 કરોડ જેટલી થાપણ તો માત્ર પોસ્ટ ઓફિસમાં જ છે. માટે કહી શકાય કે થાપણમાં દિવસેને દિવસે વૃદ્ધિ થઈ રહી છે.

એશિયાનું સૌથી ધનિક ગામ
કોઈ એક ગામમાં આટલી બધી બેંક હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એકમાત્ર ગામઆ ગામમાં મુખ્યત્વે એનઆરઆઈ લોકો દર વર્ષે કરોડો રૂપિયા ડીપોઝીટ કરાવે છે. આ ગામમાં 15થી પણ વધુ બેંક આવેલી છે. અને હજી પણ નવી બેંક પોતાની શાખાઓ અહીં ખોલવા તત્પર છે. કોઈ એક ગામમાં આટલી બધી બેંક હોય તેવું માધાપર ગામ કદાચ એશિયામાં એકમાત્ર ગામ હશે.અહીં hdfc, indus, pnb, bank of baroda, the bhuj mercantile bank, axis bank, union bank, bank of india, bank of maharashtra, madhapar corporation bank, icici bank, indian bank, central bank of india, sbi bank, canera bank વગેરે જેવી બેંકો આવેલી છે.ગામની તમામ બેંક અને પોસ્ટને ડિપોઝિટ મળી 6000 કરોડની થાપણ ધરાવે છેસમગ્ર એશિયામાં સમૃદ્ધ ગામ તરીકે માધાપર જાણીતું છે. ગામની તમામ બેંક અને પોસ્ટને ડિપોઝિટ મળી કુલ 6000 કરોડની થાપણનો ધરાવે છે. આટલી બધી ડિપોઝિટના કારણે આ ગામ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઉપસી આવે છે.વ્યક્તિદીઠ છે 18.75 લાખ રૂપિયાની ડિપોઝીટમાધાપર ગામની વસ્તી 32000 છે. આ રીતે દરેક વ્યક્તિદીઠ ડિપોઝિટ લગભગ 18.75 લાખ રૂપિયા થાય છે. આ ગામની આટલી સમૃદ્ધિ પાછળનું કારણ વિદેશમાં વસતા માધાપર વાસીઓ છે. માધાપર ગામના લગભગ 1200 જેટલા પરિવારના લોકો વિદેશમાં વસવાટ કરે છે જેમાં મુખ્યત્વે આફ્રિકાની કન્ટ્રી છે.
1200 પરિવાર વિદેશમાં વસવાટ, 6000 કરોડની ડિપોઝિટ્સ ધરાવતું ગામ
છેલ્લા કેટલાક વર્ષોથી ગરીબ દેશો તરફ માધાપરવાસીઓ રોજગાર માટે પગપેસારો કર્યો છે.મધ્ય આફ્રિકામાં construction બિઝનેસમાં ગુજરાતીનો ભારે દબદબો રહ્યો છે, જેમાં માધાપર વાસીઓને પણ મોટા પ્રમાણમાં ફાળો છે. ત્યારબાદ uk,ઓસ્ટ્રેલિયા,અમેરિકા, ન્યુઝીલેન્ડમાં પણ મોટાભાગના લોકો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગલ્ફ દેશો તરફ માધાપર વાસીઓ રોજગાર માટે પગપેસારો કર્યો છે.આ રીતે વિદેશમાં કમાઈને પોતાના વતનમાં મોટી સંખ્યામાં નાણું ડિપોઝિટ થતું હોવાથી આ ગામમાં એન.આર.આઈ ઓની સૌથી વધારે ડિપોઝીટ છે.આજે પણ વિદેશમાં રહેતા લોકો માધાપર સાથે સંકળાયેલા છેઘણા ગામવાસીઓ વિદેશમાં રહેતાં અને કામ કરતાં હોવા છતાં તેઓ હંમેશા તેમના મૂળ વતન તથા જન્મભૂમિ માધાપર સાથે હજી પણ સંકળાયેલા છે. તે અત્યારે જે દેશમાં રહે છે તેના બદલે તેના ગામની બેંકમાં તેમની બચત જમા કરાવવાનું પસંદ કરે છે. માધાપરના જે લોકો વિદેશમાં વસે છે તેઓ માધાપરમાં શિક્ષણ, મેડિકલ, પર્યાવરણ, ધાર્મિક પ્રસંગો, ગૌશાળા વગેરે માટે પૂરતો સહયોગ પણ આપે છે જેથી ગામનો વિકાસ થાય.ગામમાં NRIના પૈસા વધુ હોવાથી ગામ સમૃદ્ધ બન્યું છેમાધાપર ગામની બેંકમાં સ્થાનિક લોકો અને NRI લોકોના નાણાં મળીને 6000 કરોડ રૂપિયા પડ્યાં છે. જેને કારણે આ ગામમાં આર્થિક સમૃદ્ધિ આવી છે અને ગામ સમૃદ્ધ બન્યું છે. આ ગામમાં પાણી, સેનિટેશન, રસ્તા વગેરે જેવી સુવિધાઓ છે. તથા ગામમાં ચારેબાજુ મોટા મોટા બંગલા પણ છે. તથા સ્કૂલ, હાઈસ્કૂલ, તળાવ, ગૌશાળા, મંદિરો, પંચાયતઘર જેવી સવલતો પણ આવેલી છે. ગામના બાળકોને અભ્યાસ અને સારા ભવિષ્ય અર્થે સરકારી તથા પ્રાઇવેટ શાળાઓ પણ આવેલી છે.

જાણો શું કહ્યું સરપંચે?
ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં સરપંચ પ્રેમીલાબેન ભુડીયા જણાવ્યું હતું કે માધાપરમાં 1200 જેટલા NRI પરિવારો છે કે જે વિદેશમાં ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયાં છે અને તેઓ પોતાના ગામના વિકાસ માટે પોતાનો સહયોગ પણ આપે છે અને અમારું ગામ એ એશિયાનું સૌથી ધનિક ગામ છે એના માટે અમને ગૌરવ છે.
જાણો શું કહ્યું ઉપસરપંચે?
ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં ઉપસરપંચ અરજણ ભુડીયાએ જણાવ્યું હતું કે,અમારા વડીલો અહીં પહેલાં ખેતી કરીને જીવન નિર્વાહ કરતા હતા પરંતુ આજીવિકા માટેની ખામી પૂરી કરવા માટે વિદેશ જવાનું પસંદ કર્યું હતું અને આફ્રિકા જઈને સ્થાયી થયાં હતાં. ત્યાર પછી પેઢી દર પેઢી હવે ત્યાં જ નોકરી ધંધો કરી રહ્યાં છે અને બચતની રકમ અહીં ગામના વિકાસ અર્થે તે ઉપરાંત પોતાના સગાંસંબંધીઓ માટે ત્યાંથી મોકલે છે અને હાલ 6000 કરોડ જેટલી બેન્ક તથા પોસ્ટ ઓફિસની ડિપોઝિટ મૂકાઈ છે.
જાણો શું કહ્યું તલાટીએ?
ઈટીવી ભારત સાથે વાતચીત કરતા તલાટી સુનીલ વોરાએ જણાવ્યું હતું કે, એકાદ બે વર્ષે NRI લોકો અહીં આવતા હોય છે ત્યારે વિકાસના કાર્યો માટે સૌથી મહત્ત્વનો ફાળો એમનો હોય છે. ઉપરાંત ત્યાંથી પણ અહીંની બેંકમાં ટ્રાન્સફર કરતા હોય છે.
આ પણ વાંચોઃ શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?

આ પણ વાંચોઃ જાસૂસીની આશંકા:15 વર્ષનો પાકિસ્તાની કિશોર ભુલમાં કચ્છ પહોંચ્યો કે પાકનું કાવતરૂ ?

Last Updated : Aug 11, 2021, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details