ગુજરાત

gujarat

ETV Bharat / state

IPL Match Betting in Madhapar : માધાપરમાં IPL મેચ પર સટ્ટો રમતા શખ્સોને LCBએ ઝડપી પાડ્યો, મુદ્દામાલ કર્યો કબ્જે - IPL મેચ પર ઓનલાઈન સટ્ટો

કચ્છના માધાપર વિસ્તારમાં LCBએ IPL મેચ પર સટ્ટો (IPL Match Betting in Madhapar) રમતા 6 આરોપીને ઝડપી પાડ્યા છે. આ સટ્ટો રમાડવા માટે ભુજથી ID વેચાતી લીધી હતી. માધાપર પોલીસ જુગાર ધારા હેઠળ ગુનો (An Offences Under the Gambling Act) દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

IPL Match Betting in Madhapar : માધાપરમાં IPL મેચ પર સટ્ટો રમતા 6 આરોપીને LCBએ ઝડપી મુદ્દામાલ કર્યો કબ્જે
IPL Match Betting in Madhapar : માધાપરમાં IPL મેચ પર સટ્ટો રમતા 6 આરોપીને LCBએ ઝડપી મુદ્દામાલ કર્યો કબ્જે

By

Published : Apr 4, 2022, 12:03 PM IST

કચ્છ :IPL 2022 ક્રિકેટ ટુર્નામેન્ટ હજી શરૂ થયાને એક અઠવાડિયા થયો છે. ત્યાં સટોડિયાઓ પણ મેદાનમાં આવી ગયા છે. માધાપર ખાતે ફાઇનાન્સ ઓફિસમાં દરોડો પાડીને IPL મેચ પર સટ્ટો રમતા (IPL Match Betting in Madhapar) 6 આરોપીઓને LCBએ ઝડપી પાડયો છે. ગઈકાલે LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, અર્જુન સિંહ જાડેજા તેમજ જયરાજસિંહ જાડેજા માધાપરમાં ઈવા આર્કેડ નામના કોમ્પલેક્ષમાં આવેલી શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સ ઓફિસમાં IPLની મેચ પર સટ્ટો રમાડી રહ્યા છે.

આ પણ વાંચો :વાપીમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા નામચીન બૂકીની પોલીસે ધરપકડ કરી

કુલ 6 આરોપી ઝડપાયા, 1 હાજર ન મળ્યો -બાતમીના પગલે LCBએ દરોડો પાડતાં મુંબઈમાં રમાઈ રહેલી રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ વચ્ચેની મેચમાં નાણાકીય હાર-જીતનો ક્રિકેટ મેચનો સટ્ટો મોબાઇલ ફોન દ્વારા ઓનલાઇન ID બનાવી જુગાર રમી રમાડી રહ્યા હતા. LCBએ ફાઇનાન્સની ઓફીસમાંથી અર્જુનસિંહ, જયરાજસિંહની સાથે હરપાલસિંહ સામત સિંહ વાઘેલા, નરેશચંદ્ર ગોસ્વામી, જીતેન્દ્ર ઉર્ફે જીગર વસંતલાલ જોષી તેમજ મંગલસિંહ જાડેજાને ઝડપી લીધા હતા. જ્યારે આ સટ્ટો રમવા માટે ભુજના તેજસ ઠક્કર પાસેથી ID (Betting on IPL Matches 2022) વેચાતી લીધી હતી. જે આ દરોડા દરમિયાન (LCB caught the Gambler) હાજર મળ્યો ન હતો.

આ પણ વાંચો :IPL સટ્ટાબાજોએ રૂપિયા 2.30 લાખની વસૂલાત કરવા યુવકનું કર્યું અપહરણ, વીડિયો બનાવી વાઇરલ કરવાની ધમકી આપી

LCBએ મુદ્દામાલ કર્યો કબ્જે -LCBએ આ દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી સટ્ટાના રોકડા 5060, ફાઇનાન્સના 37,000, મોબાઇલ ફોન કિંમત 1,10,500 મળીને કુલ 1,52,560નો મુદ્દામાલ કબજે કર્યા છે. જે માધાપર પોલીસ મથકે 7 આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની (An Offences Under the Gambling Act) કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details