કચ્છમાં 7મી ડિજિટલ આર્થિક ગણતરીનો પ્રારંભ, ભુજ તાલુકાની કાર્યવાહી શરૂ - ડી.કે. પ્રવીણા
કચ્છમાં સાતમી આર્થિક ગણતરી પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવા આવી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રારંભ છે.
કચ્છ: ભારત સરકાર તથા કોમન સર્વિસ સેન્ટર દ્વારા સાતમી આર્થિક ગણતરી પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવા આવી રહી છે, ત્યારે કચ્છમાં પણ તેનો આરંભ જિલ્લા કલેક્ટર ડી.કે. પ્રવીણા દ્વારા મોબાઇલ એપ્લિકેશનથી આર્થિક ગણતરીનો વિધિવત શુભારંભ કરાવાયો છે.
કચ્છમાં શરૂ થયેલી આર્થિક ગણતરી મુખ્યત્વે ત્રણ વિભાગમાં કરવામાં આવનાર છે. જેમાં રહેઠાણ સાથે કોમર્શિયલ ગણતરીનો સમાવેશ થાય છે. આ આર્થિક ગણતરીમાં ડોર-ટુ-ડોર જઈને સર્વેની કામગીરી કરવામાં આવશે. દરેક ગામ અને શહેરમાં સ્થિત ઘરો, કારખાનાઓ, કંપનીઓ, સંસ્થાઓ વગેરેની મુલાકાત લઈને મોબાઇલ એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રી કરી ઉદ્યોગ-ધંધા વિશે માહિતી એકત્ર કરવામાં આવશે.