ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch: રણમાં આર્મીના જવાનો દ્વારા 450 કિલોમીટરની લેન્ડ યોટિંગની શરૂઆત

કચ્છના ધોરડો ખાતે શરુ કરવામાં આવેલ સાહસિક અભિયાનનું 9 દિવસની સફર બાદ ધોરડો ખાતે સમાપન કરવામાં આવશે. 617 સ્વતંત્ર એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવીન્દ્ર સિંહ ચીમાએ અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત 18 જવાનોએ ભાગ લીધો હતો. ધોરડો ખાતે લેન્ડ યોટિંગ એક્સપીડીશન ભાગ લીધેલ તમામ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

લેન્ડ યોટિંગ
લેન્ડ યોટિંગ

By ETV Bharat Gujarati Team

Published : Jan 7, 2024, 3:02 PM IST

Updated : Jan 7, 2024, 4:16 PM IST

કચ્છના ધોરડો ખાતે સાહસિક અભિયાન

કચ્છ: આર્મી દિવસની ઉજવણી ભાગ રૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાન આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ડિયન આર્મી દ્વારા લેન્ડ યોટિંગની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં 18 જવાનોએ કેપ્ટન વીરેશ એસજી અને કેપ્ટન રાયઝાદા શૌર્ય બાલીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યોટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શકતી એક વજનમાં હલકી સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું.

લેન્ડ યોટિંગ

76માં આર્મી દિવસ અંતર્ગત અભિયાન:આર્મીના જવાનોના સાહસભર્યા અભિયાન અંતર્ગત જવાનો ધર્મશાળા, વિધાકોટ, ધોરડો તેમજ શક્તિબેટ જેવા સ્થળની મુલાકાત લેશે. સાથે જ લોકો આર્મીની કામગીરી વાકેફ થાય અને લોકો આર્મીમાં જોડાઈને દેશ સેવા કરે તેવા આશય સાથે 76માં આર્મી દિવસ અંતર્ગત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ લેન્ડ યોટિંગ 7 જાન્યુઆરીથી શરૂ થઈને 15 જાન્યુઆરી સુધી ચાલશે.

લેન્ડ યોટિંગ

7 થી 15 જાન્યુઆરી સુધી ચાલશે લેન્ડ યોટિંગ: આ દરમિયાન યોટ રણની બંજર જમીન પર ચાલશે. જેમાં ધર્મશાળા, શક્તિબેટ તેમજ ધોરડો સહિતની મુલાકાત લેવામાં આવશે. તેની સાથે સાથે પર્યવરણને લઈ જાગૃતિ પણ ફેલાવવામાં આવશે. આ સિવાય યુવા પેઢીને સેનામાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે. આ સાહસમાં કુલ 450 કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 2010 થી કચ્છના જનરલ વિસ્તારના રણમાં વાર્ષિક ધોરણે 617 (સ્વતંત્ર) એર ડિફેન્સ બ્રિગેડના નેજા હેઠળ એર ડિફેન્સ રેજિમેન્ટ દ્વારા લેન્ડ યાચિંગ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. છેલ્લું અભિયાન 5થી 15 જાન્યુઆરી 2020ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું.

450 કિલોમીટરની લેન્ડ યોટિંગ

આ અંગે બ્રિગેડિયર રવીન્દ્રસિંહ ચિમાએ જણાવ્યું હતું કે આ સફર એડવેન્ચર ભરેલી હોય છે એશિયામાં અહીં જ એક સ્થળ છે કે જ્યાં આ સફર થઈ શકે છે જેમાં દેશભરમાંથી જવાનોએ ભાગ લીધો તેને અભિનંદન પાઠવ્યા છે. તો વિવિધ પડકારોનો સામનો કરીને જવાનો 450 કિલોમીટરનો અંતર કાપીને આ લેન્ડ યાચિંગ એક્સપિડિશન પૂર્ણ કરશે. જેમાં તમામ સેફ્ટીનું ધ્યાન પણ લેવામાં આવશે અને આર્મી દ્વારા આવા સાહસિક અભિયાન મારફતે લોકો આર્મીમાં જોડાઈને દેશ સેવા કરે તેવુ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

450 કિલોમીટરની લેન્ડ યોટિંગ

અભિયાનનો ઉદ્દેશ: 18 જવાનોની ટીમે આર્મી એડવેન્ચર વિંગના નેજા હેઠળ ભુજ સ્થિત લેન્ડ યાચિંગ નોડ ખાતે તાલીમ લીધી છે. જેમાં સર્વાઇવલ ડ્રીલનો સમાવેશ થાય છે. આ અભિયાનનો ઉદ્દેશ સૈનિકોમાં કચ્છ પ્રદેશના અનોખા ભૂપ્રદેશ અને જૈવ-વિવિધતા વિશે પર્યાવરણીય જાગૃતિ કેળવવાનો તેમજ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય સેના વિશે જાગૃતિ લાવવાનો છે. આ પ્રસંગે ભારતીય સેનાના વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

18 જવાનોએ ભાગ લીધો
  1. જૂનાગઢમાં 37મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યોજાઈ
  2. Junagadh News: જૂનાગઢના દાતાર તીર્થ પર્વત પર મતદાન મથક માટે અપીલ કરાઈ
Last Updated : Jan 7, 2024, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details