કચ્છ: રાપર તાલુકાના ગાગોદર ગામને અડીને આવેલા કચ્છના નાના રણ (Little Rann of Kutch)માં વર્ષો પહેલા ગાગોદર, રામપર તથા આજુબાજુના ગામના અગરિયાઓને મીઠું પકવવા માટે ભાડા પેટે લીઝ પર જમીન આપેલી હતી. કચ્છના નાના રણને ઘુડખર અભયારણ્ય (Little Rann Of Kutch Wild Ass Sanctuary)માં સમાવેશ કરવામાં આવતા આ વિસ્તારના મીઠું પકવતા અગરિયાઓ (salt harvester kutch)ને ભાડા પેટે લીઝ પર આપેલા પાટાઓને સરકાર દ્વારા નામંજૂર કરવામાં આવેલા જેના કારણે અનેક અગરિયાઓ બેરોજગાર બન્યા છે.
ભૂમાફિયાઓ દ્વારા અભ્યારણમાં એટલે કે, કચ્છના રણમાં બંધપાળા અને પાકા બાંધકામો કરવામાં આવી રહ્યા છે. અભ્યારણમાં પાકા બાંધકામ કરવામાં આવી રહ્યા છે
ઉપરાંત ગાગોદર, રામપર તથા આજુબાજુના અન્ય ગામોને અડીને આવેલા રણની જમીન ઉપર ભૂમાફિયાઓ(Land Mafia In Kutch) દ્વારા ગેરબંધારણીય ધોરણે કબજો કરી પાક્કા બાંધકામ (Construction In Little Rann of Kutch) કરવામાં આવી રહ્યા છે. સરહદી જમીન ગાગોદર, રામપર તથા આજુબાજના અન્ય ગામના મીઠાના અગરિયાઓને 10-10 એકરના પાટા લીઝ પર જમીન મંજૂર કરવામાં આવી હતી. હાલ ભૂમાફિયાઓ દ્વારા અભયારણ્યમાં એટલે કે, કચ્છના રણમાં બંધપાળા અને પાકા બાંધકામો કરવામાં આવી રહ્યા છે, જેથી ઘુડખરો ખેતીની જમીન તરફ પલાયન કરી રહ્યા છે. જેના કારણે ગાગોદર, રાપર તથા આજુબાજુના ગામના ખેડૂતો (Farmers In Kutch) હાલાકી ભોગવી રહ્યા છે.
આ પણ વાંચો:Farmres Of kutch: આખરે કચ્છના ખેડૂતો થયા રાજી, ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો
ભૂમાફિયાઓ પુરા રણનો કબજો કરીને બેઠા છે: ગ્રામજનો
કચ્છના રાપર તાલુકાના ગામોમાં રણકાંઠે આવેલા ગામો છે તે ગામોના વિસ્તારના રણની અંદર મોટા જમીન માફિયાઓએ જે મોટાભાગે ગાંધીધામ (કચ્છ)ના છે. જે આ રણની અંદર વર્ષોથી ગેરકાયદે બેરોકટોક કોઇપણ જાતના ભય વગર આ ભૂમાફિયાઓ પુરા રણનો કબજો કરીને બેઠા છે. જેથી રણમાં રહેતા જાનવરો મુખ્યત્વે ઘુડખર જે રણમાંથી બહાર નીકળી પુરી ખેતીની જમીન (Farm land in kutch)માં ફરતા હોય છે, જેથી ખેડૂતોને ખેતીપાકમાં નુકસાની ભોગવવી પડે છે.
અભ્યારણ્યના નામે કોઈપણ પ્રકારની મંજૂરી નથી મળતી
ઉપરાંત આ અભયારણ્ય ઘુડખર અભયારણ્ય તરીકે સરકારે જાહેર કરેલું છે, જેના નિયમો એવા છે કે આની અંદર કોઇ રસ્તો બનાવવા પણ મંજૂરી નથી અપાતી. તેમજ અભયારણ્યના નામે આજુબાજુના રણ સિવાય 5 કિલોમીટર સુધી કોઇપણ જેમ કે રેતી લીઝ એવી દરેક પ્રકારની મંજૂરી ઘુડખર અભયારણ્યના હિસાબે મળતી નથી. ભૂમાફિયાઓ દ્વારા રણમાં મોટામોટા બંધપાળા બનાવી કબજો કરેલો છે તે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને અભયારણ્યની જમીન પર કબજો કરી બાંધકામ કરનારા ભૂમાફિયાઓ પર ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આસપાસના ગામના સરપંચ તેમજ સ્થાનિક લોકોએ કરી છે.
આ પણ વાંચો:Mangrove Trees In kutch: કચ્છ જિલ્લામાં ચેરિયાની સંખ્યામાં વધારો, વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ
આત્મવિલોપનની ચીમકી અપાઈ
ઉલ્લેખનીય છે કે ગાગોદર, રામપર તથા આજુબાજુના ગામોના અગરિયાઓની લીઝ નામંજૂર કરવામાં આવેલી છે. તે અગરિયાઓ તથા તેમના પરિવાર દ્વારા કચ્છ કલેક્ટર (Collector of Kutch)ને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. તો કલેકટર કચેરી ખાતે ધરણાં પણ કરવામાં આવ્યા હતા. છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આજે ગામના લોકો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ગામના લોકો ભુજની કલેકટર ઓફિસ ખાતે આત્મવિલોપન માટે એકઠા થયા હતા. લોકોને આત્મવિલોપનથી રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તહેનાત કરાયો હતો. ગામના લોકો દ્વારા આજે આત્મવિલોપનની ચીમકી પરત ખેંચાઈ હતી અને તંત્રને હજી પણ 3 દિવસની મહોલત આપવામાં આવી છે અને જો હજુ પણ આ ગેરકાયદે પ્રવુતિઓ બંધ કરાવવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ધરણાં તેમજ આત્મવિલોપન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે તેવું ગામના અગ્રણીઓએ જણાવ્યું હતું.
જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી
ચિત્રોડ, ખાનપર, થોરિયારી, કુંભારીયા, માનાબા, ભીમદેવકા, ફૂલપર, ગાગોદરા, કાનમેર, જોધપર, રામપર, વાંઢના ગામો કે જ્યાંની જમીનો જ્યાં ઘુડખર અભયારણ્ય પ્રતિબંધિત વિસ્તાર તરીકે અનામત રાખેલો છે તેમ છતાં આ રણની અંદર આટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. તો સંબંધિત તંત્ર તાકીદે આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવીને જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરે તેવી માગણી કરી છે.