ગુજરાત

gujarat

Kutch Lakshvedh Seminar: 'જે વ્યક્તિ સત્ય બોલે છે તેનો જ લોકો તિરસ્કાર કરે છે'

By

Published : Jun 8, 2022, 11:30 AM IST

આજના યુવાન પાસે કોઈ લક્ષ્ય નથી અને લક્ષ્ય પણ એવા હોય છે કે જે આજે આ હોય તો આવતી કાલે બીજુ. તેને લઈને આજના યુવાધનને લક્ષ્ય ઉપયોગી ભાથું આપવાના ઉદ્દેશ સાથે દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા`લક્ષ્યવેધ' યુવા (Kutch Lakshvedh Seminar) પ્રતિભા સંવર્ધન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Kutch Lakshvedh Seminar: 'જે વ્યક્તિ સત્ય બોલે છે તેનો જ લોકો તિરસ્કાર કરે છે'
Kutch Lakshvedh Seminar: 'જે વ્યક્તિ સત્ય બોલે છે તેનો જ લોકો તિરસ્કાર કરે છે'

કચ્છ : ઓધવ બાગ ખાતે ચાલી રહેલા ભાગવત સપ્તાહમાં લક્ષ્યવેધ (Kutch Lakshvedh Seminar) યુવા પ્રતિભા સંવર્ધન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાધનને પોતાના લક્ષ્ય સાથે માહિતગાર કરવા માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં રાષ્ટ્રીય સ્તરના વક્તાઓ દ્વારા આજના યુવાધનને પોતાની કારકિર્દી તેમ જ લક્ષ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેની ટેગલાઈન 'What You Think is Everything' હતી.

રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે કચ્છમાં લક્ષ્યવેધનું આયોજન

કચ્છના યુવાધનને કર્યા પ્રોત્સાહિત -યુવા પ્રતિભા સંવર્ધન પરિસંવાદમાં (Kutch Bhagavat weekend Lakshvedh) વક્તાઓ તરીકે ડૉ. શરદ ઠાકર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, પદ્મશ્રી સવજી ધોળકિયાએ કચ્છના યુવાધનને સંબોધિત કર્યા હતા. તો બીજી તરફ સેમિનારમાં મોટીવેશનલ સ્પીકર તરીકે પારસ પાંધીએ વક્તવ્ય આપી યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું.

શું કહ્યું પારસ પાંધીએ - ગુજરાતના યુવા મોટીવેશનલ સ્પીકર (Motivational Speaker) પારસ પાંધીએ યુવાનોને પ્રેરિત કરતા જણાવ્યું કે, શૈક્ષણિક સફળતાની સાથે સાથે આંતરિક વૃત્તિઓને શુદ્ધ કરવા માટે સારું વાંચન અને શ્રવણ કરતા રહેવું ખૂબ જરૂરી છે. તમને પ્રશ્ન થશે કે સારા વિચારો ક્યારે કામ આવે? તો એ જીવનના કટોકટીના સમયે સાચા નિર્ણયો લેવામાં સહાય કરે છે. આપણી માનસિકતા એટલી જડ થઇ ગઈ છે કે જે વ્યક્તિ જગતનું સત્ય સમજાવીને આપણને લઘુતાગ્રંથિથી બહાર કાઢવા પ્રયત્ન કરે છે તે વ્યક્તિનો જ આપણે તિરસ્કાર કરીએ છીએ. જેથી સત્ય સાંભળવાની હમેશા ટેવ રાખો તો જીવનમાં સર્વ ક્ષેત્રે સફળતાને સર કરી શકશો. તમારી પાસે કોઈ નબળી માનસિકતાની વાત કરે ત્યારે તે પ્રત્યે ધ્યાન ન આપતા હકારાત્મક ઊર્જા મળી રહે તેવા વાતાવરણમાં રહેવું જોઈએ.

આ પણ વાંચો :હાલમાં પરિવારમાં જનરેશન ગેપ કરતાં કોમ્યુનિકેશન ગેપ વધી રહી છે : સંજય રાવલ

યુવાનોનું રાષ્ટ્ર માટે મજબૂત બને તેવી ભાવના - આર્ષ અધ્યયન કેન્દ્રના (Aarsh Adhyayan Kendra) અધ્યક્ષ સ્વામી પ્રદિપ્તાનંદ સરસ્વતીજી વક્તવ્યમાં સેમીનાર અંતર્ગત રાષ્ટ્ર માટે હું શું કરી શકું એવો કેન્દ્રીય વિચાર યુવાનો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો. વિશ્વમાં જે કાર્યો ભૌતિક સ્વરૂપે આપણને જોવા મળે છે તેનું નિર્માણ પ્રથમ સૂક્ષ્મ જગતમાં થાય છે. એટલે યુવાનોને કેવા વિચારો કરવા એનું મહત્વ સમજાવવા માટે વિવિધ વક્તાઓને અહી બોલાવવામાં આવ્યા છે. યુવાનોનું જીવન શ્રેષ્ઠ બને અને તેમના થકી રાષ્ટ્ર વધુ મજબૂત બને એવી ભાવના અને પ્રાર્થના વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો :ઈશ્વર ખરાબ સમય તોડવા નહીં આપણને આપણી જાત સાથે જોડવા આપે છેઃ સંજય રાવલ

1.60 લાખ વિદ્યાર્થી કરાવ્યો અભ્યાસ - ઉલ્લેખનીય છે કે ખુદ પ્રદીપ્તાનંદ સરસ્વતીએ કચ્છમાં 8 વર્ષમાં 1.60 લાખ વિદ્યાર્થીઓ તેમજ 5000 શિક્ષકો ઉપરાંત સરકારી કચેરીઓના ઉચ્ચ અધિકારીઓનો રૂબરૂ સંપર્ક કરી‘પ્રતિભા સંપન્ન' શીર્ષક તળે વેદ અને ઉપનિષદનો અભ્યાસ કરાવ્યો છે. તેઓ ખુદ એક મોટીવેશનલ સ્પીકર છે, પણ લક્ષ્યવેધ તેમનું સ્વપ્ન છે અને તે દરમિયાન તેઓ આયોજક પ્રેરક માત્રની ભૂમિકા ભજવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details