કચ્છઃ 'પ્રકાશપર્વ' નિમિત્તે (Lakhpat Guruparab 2021) 23/24/25 ડિસેમ્બર દરમ્યાન અહીં અખંડ પાઠ, કીર્તન ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કચ્છના લખપત ગુરુદ્વારા પ્રકાશ વર્ષના (552 Prakash Parva of Guru Nanak) સમાપનમાં વર્ચ્યુઅલી જોડાશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ લખપતના પ્રકાશપર્વ ઉજવણીમાં સહભાગી થશે. અહીઁ આવેલા વિવિધ શીખ સંગઠનોના આગેવાનોએ અહીં પ્રતિક્રિયા આપી હતી.ગુરૂદ્વારા ખાતે આવેલા તમામ શીખ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુરૂદ્વારાનો ઈતિહાસ
પ્રથમ ગુરુનો પ્રથમ પ્રસાદ એટલે કે ગુરુ નાનકજી સાથે જોડાયેલું ગુરુદ્વારા, જેને પ્રથમ પાતશાહી ગુરુદ્વારા કહેવામાં આવે છે. ગુરુ નાનકજી ઉદાશી એટલે કે ધાર્મિક પ્રસાર યાત્રા દરમિયાન લખપત આવ્યા હતા અને કેટલોક સમય અહીં વીતાવ્યો હતો. તેમની બીજી ઉદાશી ઇસવીસન 1506થી 1513 અને ચોથી ઉદાશી 1519 થી 1521 દરમિયાન તેઓ (Lakhpat Guruparab 2021) અહીં આવ્યા હતા. તેઓ લખપત બંદરેથી મક્કા ગયા હતા. આ પાતશાહી ગુરુદ્વારામાં તેમની ચાખડી, શણગારેલો હિંચકો સહિતની વસ્તુ દર્શનાર્થે રાખવામાં આવી હતી. લખપતના ગુરુદ્વારામાં ગુરુ નાનકદેવજીની પવિત્ર ચરણ પાદુકા છે. આ ઉપરાંત અહીં જુના સમયના હસ્તલિખિત ગ્રંથ પણ છે. લખપત સાહિબ ગુરુદ્વારાનું (Gurudwara Lakhpat Sahib ) મહત્વ શીખ સમાજમાં ઘણું જ છે.