ગુજરાત

gujarat

ETV Bharat / state

Lack of Urea fertilizer in Kutch: કચ્છમાં યુરિયા ખાતરની અછત, 2 ગુણી માટે ખેડૂતોએ લાઈનમાં 4 કલાક રહેવું પડે છે - ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન

કચ્છ જિલ્લામાં એક તરફ કોરોના પછી કમોસમી વરસાદથી યુરિયા ખાતરની ભારે અછત જોવા મળી (Lack of Urea fertilizer in Kutch) રહી છે. ખેડૂતોને 4-4 કલાક સુધી લાઈનમાં ઉભા રહ્યા પછી પણ માત્ર 2 જ ગુણી યુરિયા ખાતર મળે છે, જ્યારે કેટલાક ખેડૂતોને તો સરકારી કેન્દ્ર પરથી ખાતર લીધા (Fertilizer shortage at Government Center in Kutch) વિના નિરાશ થઈને પરત (Farmers annoyed in Kutch) ફરવું પડે છે.

Lack of Urea fertilizer in Kutch: કચ્છમાં યુરિયા ખાતરની અછત, 2 ગુણી માટે ખેડૂતોએ લાઈનમાં 4 કલાક રહેવું પડે છે
Lack of Urea fertilizer in Kutch: કચ્છમાં યુરિયા ખાતરની અછત, 2 ગુણી માટે ખેડૂતોએ લાઈનમાં 4 કલાક રહેવું પડે છે

By

Published : Jan 8, 2022, 2:56 PM IST

કચ્છઃ જિલ્લામાં અત્યારે યુરિયા ખાતરની ભારે અછત જોવા મળી (Lack of Urea fertilizer in Kutch) રહી છે, જેના કારણે કિસાનો પરેશાન થઈ (Farmers annoyed in Kutch) ગયા છે. કારણ કે, 4 કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ માત્ર 2 ગુણી યુરિયા ખાતર મળે છે અથવા તો તેમને કહી દેવાય છે કે, કાલે આવજો. સમગ્ર જિલ્લામાં આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને લાઈનમાં જ ઉભા રહી દિવસો કાઢવાનો (Fertilizer shortage at Government Center in Kutch) વારો આવ્યો છે.

કચ્છમાં યુરિયા ખાતરની અછત

કોરોના અને પછી વરસાદ ખેડૂતો સહન કરી રહ્યા છે બેવડો માર

ભૂજ તાલુકાના માધાપર ગામમાં આવેલા સરકારી કેન્દ્રમાં દરરોજ ખેડૂતો યુરિયા (Fertilizer shortage at Government Center in Kutch) ખાતર લેવા લાઈનો લગાવે છે, પરંતુ તમામને લાભ મળતો નથી, આ એક હકીકત છે. એક તરફ કોરોનાનો કહેર (Corona Situation in Gujarat) બીજી તરફ માવઠું આ પરિસ્થિતિમાં પણ ખેડૂતો લાઈનમાં ઉભા રહે તો પણ યુરિયા ખાતર મળતું નથી. ખેડૂતોને દરરોજ લાઈનમાં ઊભા રહ્યા પછી પણ જથ્થો નથી મળતો. સરકાર કૃષિ સંમેલનના તાયફાઓ કરતી હોય તો તે પૂર્વે ખાતરની અછત દૂર કરવી જોઈએ.

કચ્છના ખેડૂતોની ખાતર વગર દયનીય સ્થિતિ

આ પણ વાંચો-પાટણની ખેડૂત મહિલાએ મધમાખીનો ઉછેર કરી આત્મનિર્ભરના સુત્રને કર્યું સાર્થક

સહકારી મંડળી ખાતે ખાતર મેળવવા લાગે છે લાંબી કતારો

કચ્છ જિલ્લામાં શિયાળુ પાકના બચાવ માટે ખેડૂતોને ખાતરની અછતનો સામનો કરવો પડી (Lack of Urea fertilizer in Kutch) રહ્યો છે. માવઠું અને વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યો છે. ખાતરની અછત નિવારવા ભાજપના અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો (Abadasa MLA Pradyuman Singh Jadeja's write letter to CM) હતો, તેમ છતાં કોઈ જ નિવારણ આવી શક્યું નથી. ત્યારે ભૂજ નજીકના માધાપર ગામે સહકારી મંડળી ખાતે ખાતર વેચાણ શરૂ થતાં નાના ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે.

ખાતરની અછતના કારણે પાકોમાં થઈ રહ્યું છે નુકસાન

આ પણ વાંચો-બનાસકાંઠાનાં ડીસા તાલુકામાં ખેડૂતોને ખાતર ન મળતાં રોષની લાગણી મળી જોવા

એકર દીઠ 5 થેલી ખાતરની જરૂરિયાત, મળે છે માત્ર 1 થેલી

કચ્છ જિલ્લામાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોમાં તંત્ર પ્રત્યે નારાજગી (Lack of Urea fertilizer in Kutch) પ્રવર્તી રહી છે. ઉપરાંત કમોસમી માવઠાના ડરથી (Damage to farmers due to unseasonal rains in Gujarat) ખેડૂતોને વધુ ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે. ખાસ કરીને દાડમ જેવા પાકને બચાવવા ખાતર મેળવવું અનિવાર્ય બની ગયું છે. આ ઉપરાંત રવિ પાકો રાયડો, ધાણા, ઘઉં, એરંડા વગેરે માટે પણ યુરિયા ખાતર જરૂરી છે. ખેડૂતોને 1 એકર દીઠ 5 ગુણી યુરિયા ખાતરની જરૂર હોય છે ત્યારે માત્ર તેમને 1 ગુણી આપવામાં આવી રહી છે.

કચ્છના ખેડૂતોની ખાતર વગર દયનીય સ્થિતિ

ખાતરની અછતના કારણે પાકોમાં થઈ રહ્યું છે નુકસાન

ખેડૂતોએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અનેકવાર રજૂઆતો કરવામાં આવી (Farmers annoyed in Kutch) છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ મદદ કરવામાં નથી આવી અને 1 એકર દીઠ 5 થેલી ખાતરની જોઈએ એની જગ્યાએ માત્ર એકર દીઠ 1 જ થેલી મળી રહી છે અને તે પણ સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ઊભા રહ્યા પછી. ખાતર નથી મળી રહ્યું અને ઉપરથી માવઠું પડતાં (Damage to farmers due to unseasonal rains in Gujarat) રવી પાકોમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે. અબડાસાના ધારાસભ્ય દ્વારા પણ મુખ્યપ્રધાન પાસે રજૂઆતો કર્યા છતાં (Abadasa MLA Pradyuman Singh Jadeja's write letter to CM) પણ હજી પણ પરિસ્થિતિ એને એ જ છે.

કોરોના અને કમોસમીનો બેવડો માર ખેડૂતો કરી રહ્યા છે સહન

ખાતરની અછતને લઈને મુખ્યપ્રધાન તથા કૃષિપ્રધાનને પણ રજૂઆત કરાઈ

અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હું પણ એક ખેડૂત છું અને અન્ય ખેડૂતો અને સહકારી મંડળીઓ સાથે મળીને ખાતરની અછત અંગે રજૂઆત પણ કરવામાં (Abadasa MLA Pradyuman Singh Jadeja's write letter to CM) આવી છે. અબડાસા, નલિયા, નખત્રાણા, લખપત તાલુકાના વિસ્તારોમાં જ્યાં જ્યાં ખેડૂતોને ખાતરની અછત છે ત્યાં સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ ગયા અઠવાડિયાથી ખાતર મળવાનું શરૂ થયું છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ન હોવાથી હજી પણ ખાતરની ઘટ છે. આ માટે મુખ્યપ્રધાન પાસે રૂબરૂ તથા પત્ર લખીને (Abadasa MLA Pradyuman Singh Jadeja's write letter to CM) પણ રજૂઆત કરવામાં આવી છે તથા ગુજરાત સરકારના કૃષિ પ્રધાનને પણ રજૂઆત કરવામાં આવી હતી અને ઝડપથી અછત પૂર્ણ કરવા માટે આશ્વાસન પણ આપ્યું છે.

સરકારી કેન્દ્ર પર પણ નથી મળી રહ્યું ખાતર

ABOUT THE AUTHOR

...view details