- અબડાસાના મતદારોમાં ઉત્સાહનો અભાવ
- સોશિયલ મીડિયા પર ચૂંટણીનો ગરમાવો
- કોંગ્રેસે પ્રદ્યુમનસિંહ સામે જયચંદ ગદ્દાર કેમ્પેઈન શરૂ કર્યું
કચ્છ/અબડાસા: આગામી 3 નવેમ્બરના રોજ અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન યોજોવાનું છે. જોકે, મતદારોમાં ચૂંટણીને લઈને ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની પ્રથમ નંબરની અને સૌથી મોટો વિસ્તાર ધરાવતી અબડાસા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 10 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં મુખ્ય જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે.
કોંગ્રેસે પ્રદ્યુમનસિંહ સામે જયચંદ ગદ્દાર કેમ્પેઈન શરૂ કર્યું
પેટા ચૂંટણીને લઈને ઉમેદવારોના કાર્યાલય પણ હજુ ચાલુ થયા નથી. આ સ્થિતીમાં ચૂંટણી જંગ સોશિયલ મીડિયા જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે પોતાની સાથે છેડો ફાડીને ભાજપમાં ગયેલા ઉમેદવાર પ્રદ્યુમનસિંહ સામે જયચંદ ગદ્દારનું કેમ્પેઈન શરૂ કર્યું છે. જેની સામે ભાજપે પોતાના ઉમેદવારનું ધારાસભ્ય તરીકેનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે. કોંગ્રેસના જિલ્લા મહામંત્રી ડૉ. રમેશ ગરવાએ જણાવ્યું કે, લોકશાહીમાં મતદારો અને પક્ષ સાથે ગદ્દારી કરનારાઓને ખુલ્લા પાડવાનો અમારો મુદ્દો છે.
અબડાસાના મતદારોમાં ઉત્સાહનો અભાવ, સોશિયલ મીડિયા પર ચૂંટણીનો ગરમાવો પ્રદ્યુમનસિંહ મૂળ ભાજપના જ છે: ભાજપ મહામંત્રી
ભાજપના મહામંત્રી અનિરૂદ્ધ દવેએ જણાવ્યું કે, ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ મૂળ ભાજપના જ છે. તેઓ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય તરીકે બાંધકામ સમિતિના ચેરમને રહ્યાં છે. થોડી નારાજગીને કારણે તેઓ કોંગ્રેસમાં ગયા હતા, અને હવે સવારના ભુલ્યા સાંજે ઘરે આવી ગયા છે. તેથી આ કોઈ વિષય જ નથી. રહી વાત વિકાસની તો ભાજપ સરકાર વિકાસ માટે કટિબદ્ધ છે અને કોંગ્રેસના કોઈ જૂઠ્ઠાણા ચલાવી લેવાશે નહીં.