- વોર્ડ નં.-4માં સ્થાનિક લોકોને સમસ્યાઓ સતાવી રહી છે
- 20 વર્ષથી અહીંના સ્થાનિક લોકોને પ્રાથમિક સવલતો નથી મળતી
- પાણી, ગટર, સફાઈ, લાઈટ જેવી સમસ્યાઓથી ત્રસ્ત
ભુજ :નગરપાલિકાના વોર્ડ નં.-4માં સ્થાનિક લોકોને વર્ષોથી સમસ્યાઓ સતાવી રહી છે. અહીંના સ્થાનિકો જણાવે છે કે તેઓ પાણી, ગટર, સફાઈ, લાઈટ જેવી સમસ્યાઓથી ત્રસ્ત બન્યા છે. રહેવાસીઓએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે, વિસ્તારના નગરસેવકો વિસ્તારની તેમજ લોકોની શું સમસ્યાઓ છે, તે જાણવા માટે મુલાકાત લેવા પણ નથી આવતા.
છેલ્લા 20 વર્ષોથી લોકો છે પરેશાન
વોર્ડ નં.-4ના નગરસેવકો પાસે ઘણી વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નગરસેવક મુલાકાત લેવા આવતા નથી. છેલ્લા 20 વર્ષથી અહીંના સ્થાનિક લોકોને પ્રાથમિક સવલતો ન મળતા સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકોએ આક્રોશ વ્યકત કરતાં કહ્યું હતું કે, 'કાઉન્સિલર તો અમારા ફોન પણ ઉપાડતા નથી અને અત્યારે ઓફિસે નથી પછી ફોન કરજો' આ પ્રકારના જવાબો આપે છે.