ગુજરાત

gujarat

By

Published : Sep 15, 2020, 9:36 PM IST

ETV Bharat / state

દેશને અબજોનું વિદેશી હુંડીયામણ કમાવી આપતા જખૌ મત્સ્ય બંદરે પ્રાથમિક સુવિધાઓનો અભાવ

દેશને અબજોનું વિદેશી હુંડીયામણ કમાવી આપતા જખૌ મત્સ્ય બંદરે પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્તાઈ રહ્યો છે. દેશની પશ્ચિમી દરિયાઈ સીમાને ધમધમતી રાખવા આજથી અનેક દાયકા અગાઉ તે સમયની કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વ બેંકની આર્થિક સહાય સાથે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ બંદરને ફીશરીઝ હાર્બર પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવાની શરુઆત કરવામાં આવી હતી.

Jakhau fishing port
જખૌ મત્સ્ય બંદરે પ્રાથમિક સુવિધાઓનો અભાવ

કચ્છઃ દેશની પશ્ચિમી દરિયાઈ સીમાને ધમધમતી રાખવા આજથી અનેક દાયકા અગાઉ તે સમયની કેન્દ્ર સરકાર દ્વારા વિશ્વ બેંકની આર્થિક સહાય સાથે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ બંદરને ફીશરીઝ હાર્બર પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવાની શરુઆત કરવામાં આવી હતી. જેના લીઘે રાજ્યના દિવ, વલસાડ, વેરાવળ, પોરબંદર, કોડીનાર, જામનગરના સલાયા વગેરે વિસ્તારના માછીમારો જખૌ મત્સ્ય બંદરે માછીમારીની સિઝનનો સમયગાળો ઓગષ્ટથી જુન માસ દરમિયાન દરિયામાં માછીમારી કરવા આવે છે.

જખૌ મત્સ્ય બંદરે પ્રાથમિક સુવિધાઓનો અભાવ

જખૌ મત્સ્ય બંદરે દરિયામાં મળતી માછલીઓ ઉત્તમ પ્રકારની હોવાથી અહિંની માછલીઓની અન્ય દેશોમાં નિકાશ કરવામાં આવે છે, જેના લીધે દેશને દર વર્ષે અબજો રૂપિયાના વિદેશી હુંડિયામણની આવક થાય છે, જો કે, આ બંદરે હાલ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેથી અનેક સમસ્યા માછીમારો અને તેમના પરિવારો માટે સર્જાય છે.

જખૌ મત્સ્ય બંદરે પ્રાથમિક સુવિધાઓનો અભાવ

પ્રાથમિક સુવિધામાં માનવ જીવન માટે જરૂરી એવી પાણીની સમસ્યા અત્યાર સુધી હતી, જે તાજેતરમાં આ વિભાગના પ્રધાનની જખૌ બંદરની મુલાકાત દરમિયાન રજૂઆત કરવામાં આવતા છેલ્લા એક માસથી પાણીની સમસ્યામાં હાલ રાહત મળી છે.

જખૌ મત્સ્ય બંદરે પ્રાથમિક સુવિધાઓનો અભાવ

જખૌ માછીમાર એન્ડ બોટ એશોસિએશનના પ્રમુખ અબ્દુલ્લા છા પીરજાદાએ અન્ય સમસ્યાઓની વાત કરતા જણાવ્યું હતું કે, નલીયાથી બંદર પર પહોંચવાનો ૩૫ કી.મીનો રસ્તો હાલ અનેક જગ્યાએ ધોવાઈ જતા રસ્તામાં મોટા ગાબડા પડી ગયા છે. તેમજ આરોગ્ય સુવિધાનો પણ અભાવ છે, સામાન્ય તાવ કે અન્ય બીમારીઓની સારવાર માટે જખૌ ગામ કે નલીયા સુધી જવુ પડે છે. બંદરનો વહીવટ અબજો રૂપિયાનો છે, પરંતુ તેમ છતાં પણ બેંકના કામ માટે ૩૫ કી.મી દુર નલીયા જવું પડે છે, બંદરે એક પણ બેંકનું એટીએમ મશીન પણ નથી.

જખૌ મત્સ્ય બંદરે પ્રાથમિક સુવિધાઓનો અભાવ

તેમજ વધુમાં જણાવ્યું કે, વિજળીના પણ અનેક વખત ધાંધીયા સર્જાય છે. સંદેશા વ્યવહારના સાધનોની પણ અછત છે, સાથે અહી સરકારી કંપની બીએસએનએલ અને અન્ય ખાનગી કંપનીના મોબાઇલ ટાવર ઓછી કેપેસીટીના હોઈ મોબાઈલ નેટવર્કની પણ ખામી જોવા મળી રહી છે.

બંદરે સિઝન દરમિયાન સમગ્ર ગુજરાતના માછીમારોનો પડાવ હોઈ અન્ય આનુષાંગિક ધંધાર્થિઓને પણ રોજીરોટી મળી રહે છે. દરિયામાં માછીમારી માટે જતા માછીમારો દેશની સલામતી તેમજ સક્રિય સલામતી એજન્સીઓ માટે દરિયાઈ ગતિવીધી પર નજર રાખી રહ્યા છે. દેશની પશ્ચિમ દરિયાઈ સીમાએ નાપાક ડોળો હોઇ માછીમારો દ્વારા અપાતી માહીતીઓ થકી અબજો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાંથી અનેક વખત ઝડપાઈ ચુક્યો છે. આમ દેશને વિદેશી હુંડિયામણ કમાવી આપતા અને રાષ્ટ્ર વિરોધી પ્રવ્રુતિઓ સામે ઢાલ બનીને ઊભા રહેતા જખૌ મત્સ્ય બંદરના માછીમારોની પ્રાથમિક સમસ્યાઓ ઉકેલાય તો રાષ્ટ્રીય સુરક્ષાને પણ વેગ મળે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details