કચ્છમોરબી ઝુલતો પુલ ( Hanging Bridge Brock in Morbi )ધરાશાયી થતા સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ પુલ પર અંદાજે 400 જેટલા પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હતાં. અચાનક ઝુલતો પુલ ( Morbi Bridge Collapse ) ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ હોનારતમાં મચ્છુ નદીમાં ( Machhu River ) ડૂબી જતાં અત્યાર સુધી અંદાજે 132 લોકોના મૃત્યુ નિપજ્યાની માહિતી મળી રહી છે. જેમાંથી કચ્છના 3 લોકોના મોત નીપજ્યા (Kutchi Family Death in Morbi Pool Collapse)હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છના રાપરના કુંભાર પરિવારના 3 સભ્યના મોત ડૂબી જવાથી થયા છે.
મોરબી ઝૂલતો પુલ હોનારતમાં કચ્છના 3 લોકોના મોત, રાપરનો કુંભાર પરિવાર ભોગ બન્યો - મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનામાં ( Hanging Bridge Brock in Morbi ) કચ્છના એક પરિવારમાં પણ મોતનો માતમ આવી પડ્યો છે. આ દુર્ઘટનામાં કચ્છના રાપરના કુંભાર પરિવારના 3 સભ્યના મોત (Kutchi Family Death in Morbi Pool Collapse) થયાં છે.જેમાં 7 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
કચ્છીઓના મોતથી શોકમોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી ( Hanging Bridge Brock in Morbi )થતાં કચ્છના કુંભાર પરિવારના 8 લોકોમાંથી 3 લોકોના ડૂબી જવાથી મોત (Kutchi Family Death in Morbi Pool Collapse)નીપજ્યા છે. કુંભાર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે સાથે જ સમગ્ર કચ્છમાં પણ આ હોનારતના લીધે શોકની લાગણી ફેલાઇ છે. કચ્છથી પણ 3 જેટલી ટીમો મોરબી બચાવ કાર્ય માટે ગઈ છે તો કચ્છ અને મોરબીના સાંસદ વિનોદ ચાવડા પણ મોરબીમાં ઘટના સ્થળે હાજર છે. પરિવારના 8 સભ્યો પૈકી 3 વ્યક્તિના મોત થયા છે તેમના નામ કુંભાર હુસેન દાઉદ, કુંભાર અસદ હુસેન અને કુંભાર હનીફ હુસેન છે.