ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે પશુ-પક્ષીઓએ પાણી માટે નહીં મારવા પડે વલખાં, કચ્છના યુવાને કાઢ્યો નવો ઉપાય - પશુપક્ષીઓ માટે પવનચક્કી આશીર્વાદરૂપ

કચ્છમાં કાઠડા ગામના યુવાને સીમાડામાં પશુ-પંખીઓને 24 કલાક પાણી મળી રહે તે માટે નવો ઉપાય (Livestock service in Kutch) કાઢ્યો છે. આ યુવાને પશુ-પંખીઓ માટે પવનચક્કી તૈયાર (Windmills for livestock in Kutch) કરી છે. તેના કારણે ખંડેર કૂવો જીવંત થયો છે. તે પાણીથી ભરાતા પશુઓને પણ રાહત મળી રહી છે.

હવે પશુ-પક્ષીઓએ પાણી માટે નહીં મારવા પડે વલખાં, કચ્છના યુવાને કાઢ્યો નવો ઉપાય
હવે પશુ-પક્ષીઓએ પાણી માટે નહીં મારવા પડે વલખાં, કચ્છના યુવાને કાઢ્યો નવો ઉપાય

By

Published : May 4, 2022, 11:44 AM IST

Updated : May 4, 2022, 11:52 AM IST

કચ્છઃ પર-સેવા માટે પરસેવો પાડવો એ જ સાચું તપ છે. આ ઉક્તિને સાર્થક પાડતું કાર્ય કર્યું છે કચ્છના ચારણ સમાજના યુવકે. આ યુવક અબોલ જીવની સેવા કરી રહ્યો છે. કચ્છના માંડવી તાલુકાના કાઠડા ગામમાં રહેતા અને વન વિભાગમાં ફરજ બજાવતા નવીનભાઈ ગઢવીએ સીમાડામાં પશુ-પંખીઓને 24 કલાક પાણી મળી રહે તે માટે પવનચક્કી (Kutch Young man arranged windmills for livestock ) તૈયાર કરી છે. તેના કારણે ખંડેર કૂવો તો જીવંત થયો જ છે. સાથે સાથે અવાડો સતત પાણીથી ભરાયેલો રહેતાં પશુઓને પીવા માટે પાણી પણ મળતું થયું છે.

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં પહોંચ્યો આ યુવાન

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં પહોંચ્યો આ યુવાન -જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ આવી જ કહેવત આ યુવાને સાચી (Livestock service in Kutch ) પાડી છે. માંડવી તાલુકાના કાઠડા ગામના વતની અને હાલ ફોરેસ્ટ ગાર્ડમાં ફરજ બજાવતાં અને પશુપંખીપ્રેમી તરીકે જાણીતા નવીનભાઈ ગઢવીએ પોતાની સૂઝબૂઝથી એક દમ સુની જગ્યા કે, જ્યાં કોઈ લાઇટ નથી. કોઈ માણસ નથી, કોઈ વાડી નથી. તેવી જગ્યાએ પવનચકકી બનાવી (Kutch Young man arranged windmills for livestock ) છે. આવી કાળઝાળ ગરમીમા અબોલ પશુઓને જંગલમાં પાણી મળી રહે તે માટે વનવગળામાં પવન આધારિત પવનચક્કી (Windmills for livestock in Kutch) લગાવી છે.

પશુપક્ષીઓને મળશે ચોખ્ખું પાણી

આ પણ વાંચો-Water Crisis in Gujarat : કચ્છના આ ગામમાં પીવાના પાણીની પળોજણ કેવી વિકટ બની જૂઓ

પશુ-પક્ષીઓને 24 કલાક મળશે પાણી - માંડવી તાલુકાના બાયઠ, ઉનડોઠ, નાની ઉનડોઠ, મોટા લાયજા, ગોધરા, પદમપર અને કાઠડા ગામની સીમમાં માલધારીઓ પશુઓ ચરાવવા માટે (Livestock service in Kutch) આવતા હોય છે, પરંતુ અહીં અવાડો અને કૂવો હોવા છતાં પણ તેમાંથી સતત પાણી ઉલેચીને અવાડા ભરી પશુઓને પીવાનું પાણી મળતું રહે તેવી વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી. તેના કારણે પશુઓને પણ પાણી મળી શકે તેમ નહતું.

અવાડો બનશે આશીર્વાદરૂપ

આ પણ વાંચો-Kutch Women Constable: રણમાં મહિલા કોન્સ્ટેબલ કઈ રીતે 86 વર્ષનાં વૃદ્ધાં માટે બન્યાં દેવદૂત, જૂઓ

સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ મારફતે એકઠું કર્યું ફંડ - આ ઉપરાંત અવાડાની સાથે સાથે કૂવો પણ નિર્જન થઈ ગયો હતો. જો ચોવીસ કલાક કુવામાંથી પાણી નીકળતું રહે અને તેની સાથે સાથે અવાડા ભરેલા રહે તેવી વ્યવસ્થા થાય તો પશુ -પક્ષી બંનેને પાણી પીવા માટે પાણી મળી રહે તેવો વિચાર પશુપ્રેમી નવીનભાઈને આવ્યો હતો, જેને તેમણે સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ મારફતે વહેતો કર્યો હતો. જોકે, આ માટે ફંડની જરૂર હોવાથી આજુબાજુનાં ગ્રામજનો દ્વારા યથાશકિત ફાળો મેળવીને ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું.

પશુ ચરાવવા આવતા લોકો માટે પીવાના પાણીનો હતો ગંભીર પ્રશ્ન

અવાડો બનશે આશીર્વાદરૂપ -એકત્રિત કરાયેલા ફંડની મદદથી 15 દિવસની સખત મહેનત બાદ પોતાની સૂઝબૂઝથી નવીનભાઈએ પવનચક્કી (Windmills for livestock in Kutch) તૈયાર કરી હતી. સાથે જ કૂવા પર બેસાડી તેમ જ તૂટેલા અવાડાને પણ સમારકામ કરવામાં આવ્યું જેથી કરીને વધારાનું પાણી પાછું કૂવામાં જાય. પવનચક્કીથી અવાડો સતત પાણીથી ભરેલો રહેતા માલધારી સહિત પશુ પક્ષીઓને ગરમીમાં આશીર્વાદરૂપ (Windmills a boon for animals) સાબિત થઈ રહ્યું છે.

પશુ-પક્ષીઓને 24 કલાક મળશે પાણી

પાણીનો બગાડ ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી - પવનચક્કીને એ રીતે કાર્યરત્ (Windmills for livestock in Kutch) કરવામાં આવી છે કે, પાણી ધીમેધીમે 24 કલાક ચાલુ રહે. તેના કારણે અવાડો પણ સતત પાણીથી ભરાયેલો રહે. અવાડામાં પાણી ભરાઈ જાય એટલે વધારાનું પાણી પાછું કુવામાં જ જતું રહે તેવી વ્યવસ્થા ઉભી (Kutch Young man arranged windmills for livestock) કરવામાં આવી છે. તેના કારણે પાણીનો બગાડ થાય નહીં. આ ઉપરાંત નવીનભાઈ ગઢવી દ્વારા પક્ષીઓ માટે ઝાડ પર કુંડા અને જમીન પર રહેતા સાપ, ઉંદર સહિતના જીવ જંતુઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Last Updated : May 4, 2022, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details