કચ્છઃ રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન અને કચ્છના પ્રભારી મંત્રી કીર્તીસિંહ વાઘેલા (Minister of State for Education Kirtisinh Vaghela) નખત્રાણાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે સરકારે કચ્છને આપેલી ભેટ અંગે લોકોને માહિતી આપી હતી. તેમણે રાજ્ય સરકારે નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપ્યાની સૈદ્ધાંતિક મંજૂરીની (Municipal status to Nakhtrana) જાહેરાત કરી હતી.
વિકાસયાત્રા ચાલુ જ રહેશે - શિક્ષણ રાજયપ્રધાન કીર્તીસિંહ વાઘેલાએ (Minister of State for Education Kirtisinh Vaghela) જણાવ્યું હતું કે, આ વિકાસયાત્રા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ કરી છે. તેને આગળ ધપાવવા માટે આપણે હંમેશા તત્પર રહીએ. સાથે જ તેમણે નાના નખત્રાણા, મોટા નખત્રાણા અને બૈરૂનો સમાવેશ કરીને નખત્રાણાને નગરપાલિકા તરીકેનો દરજ્જો આપ્યાની જાહેર કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે વિકાસની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને આ દરજ્જો (Municipal status to Nakhtrana) આપ્યો છે.
આ પણ વાંચો-Har Ghar Tiranga Campaign: હવાઇપટ્ટી બનાવનારી વિરાંગનાઓની હર ઘર તિરંગા લહેરાવવા અપીલ