કચ્છ : કચ્છ યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ ઓઇલ પ્રૂફ હર્બલ બાયોડીગ્રેડેબલ કોટીંગ મટીરીયલનું સંશોધન કરવામાં આવ્યું છે. જેનો ઉપયોગ વિવિધ રોજબરોજના વપરાશમાં આવતી વસ્તુઓ જેવી કે પેપર ડીશ, પેપર બાઉલ, ચા આપવા માટે વપરાતા કપ વગેરેને કોટીંગ કરવા માટે થઇ શકે છે. આ સંશોધનથી હાલમાં વપરાશમાં લેવાતા પ્રદુષણયુક્ત પોલિમર કોટીંગ મટીરીયલ પર હર્બલ કોટીંગ કરીને સ્વાસ્થ્યની જાળવણીની સાથે સાથે પ્રદૂષણ થતું પણ અટકાવી શકાશે.
હાનિકારક કેમિકલની વિપરીત અસરથી બચાવી શકેે રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતા પેપર ડિશ, પેપર બાઉલ, ચા આપવા માટે વપરાતા કપ વગેરેને કોટિંગ કરવા કચ્છ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ઓઇલપ્રૂફ હર્બલ બાયોડિગ્રેડેબલ કોટિંગ મટિરીયલ વિકસાવ્યું છે. આ નવાં સંશોધન થકી પ્રદૂષણની માત્રામાં ઘટાડો થવા સાથે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમિકલ - સ્વાસ્થ્યની વિપરીત અસરોમાંથી બચી શકાશે.
કેમેસ્ટ્રી પ્રોફેસર અને વિદ્યાર્થિનીઓનું સંશોધન કચ્છ યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના ડો. વિજયરામ, ડો. ગિરીન બક્ષી અને બીજલ શુક્લનાં માર્ગદર્શનમાં એમ.એસસી. એનાલિટિકલ કેમેસ્ટ્રીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ યશ્વી રાજદે અને રાજવી પરમાર દ્વારા આ સફળ સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનથી અત્યારે વપરાશમાં લેવાતા પોલિમર કોટિંગ મટિરીયલ કે જેમના મોટા ભાગના પોલિમર જમીનમાં ઘણા લાંબા સમય સુધી જેમના તેમ જ પડી રહે છે એટલે કે જમીનનાં પ્રદૂષણમાં વધારો કરે છે તેનો ઉપયોગ ઘટાડી શકાશે.
વર્ષ 2022માં ઓઇલપ્રૂફ હર્બલ બાયોડીગ્રેડેબલ કોટિંગ મટિરીયલ વિકસાવવા માટેના પ્રયોગો કેમેસ્ટ્રી વિભાગની લેબમાં શરૂ કરાયા હતા. પેપર ડિશ, બાઉલ, ચાના કપ વગેરેમાં હાલમાં વપરાતા પોલિમર મટિરીયલ વિશે માહિતી મેળવતાં ખ્યાલ આવ્યો કે અત્યારે પેપર ઉપર કોટિંગ સામાન્ય બે રીતે થાય છે- 1. પેટ્રોલિયમ પ્લાસ્ટિક અને 2. બાયો પ્લાસ્ટિક પેપર પ્લેટ કે જે લાકડાં અથવા શેરડીના બગાસ જેવા નેચરલ મટિરીયલમાંથી બનાવવામાં આવે છે તો આવા કોટિંગ મટિરીયલનું જલ્દીથી રિસાઈકલિંગ થતું નથી અને જમીનને તેમજ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે...ડો. વિજયરામ ( કેમેસ્ટ્રીના પ્રોફેસર, કચ્છ યુનિવર્સિટી)
કોટીંગ મટીરિયલથી નુકસાન ઘણી વખત આવી વસ્તુઓ પર કરવામાં આવતા કોટીંગ મટીરિયલમાં પ્લાસ્ટિક કે વેક્સ મટિરિયલનો ઉપયોગ વધુ થાય છે. આવા કોટીંગ મટીરીયલનું રીસાયક્લિંગ જલ્દી થતું નથી અને વિઘટન પણ લાંબા ગાળે થાય છે. પેપર ઇન્ડસ્ટ્રીમાં સિન્થેટિક પોલિમર કોટીંગમાં કાર્બોઝિલેટેડ સ્ટાયરિન-બ્યુટાડાઇન લેટેકસ, સ્ટાયરિન એક્રિલિક કોપોલિમર એક્રિલિક કોપોલિમર અને વિનાઇલ એસિટેટ જેવા મટીરીયલનો ઉપયોગ થાય છે. જયારે પેટ્રોલિયમ પ્લાસ્ટિક કે જેમાં પ્રોપિલિન કેમિકલ હોય છે.
ઓઇલ પ્રૂફ હર્બલ બાયોડીગ્રેડેબલ કોટીંગ મટીરીયલ નેચરલ પ્રોડકટ બનાવી પ્રયોગો કરવામાં આવ્યાંરોજિંદા વપરાશમાં લેવાતી વસ્તુઓમાં આવી રીતે ઉપયોગમાં લેવાતાં કેમિકલને બદલે જો નેચરલ મટિરીયલનો ઉપયોગ થાય તો મનુષ્યનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણમાં મોટો ફાયદો થાય તે બાબતને ધ્યાને લઇ 30 જેટલી વિવિધ નેચરલ પ્રોડકટ બનાવી પ્રયોગો કરવામાં આવ્યા હતાં. જેમાંથી ખૂબ સારા ગુણધર્મો ધરાવતા ચાર સંયોજનોને પ્રાયોગિક ધોરણે ચેક કરવા માટે રાજકોટની કંપની કે જે પેપર ડિશ અને વિવિધ પ્રોડકટ મોટા પ્રમાણમાં બનાવે છે ત્યાં મોકલવામાં આવ્યા હતાં અને જ્યાં 100 ડિગ્રી તાપમાન સુધી ઓઇલને ગરમ કરી રસાયણશાત્ર ભવનમાં તૈયાર કરવામાં આવેલા કોટિંગ મટિરીયલના ઉપયોગથી બનાવેલી ડિશમાં ઓઇલ અંદર ઊતરે છે કે નહીં તેના પ્રયોગો કરતાં એક ફોર્મ્યુલેશન અસરકારક જણાયું હતું.
કચ્છ યુનિવર્સિટી દ્વારા પેટેન્ટ ડ્રાફટ કરાશે રાજકોટની આ કંપની તેમના દ્વારા બનાવવામાં આવતી ડિશ ઉપર કોટિંગ કરવા માટેનું મટિરીયલ ચીનથી મગાવે છે, પરંતુ આ મટિરીયલમાં કયા કેમિકલ ભેળવવામાં આવે છે તેની માહિતી આપવામાં આવતી નથી. આ ઉપયોગી પ્રોડક્ટ કઇ રીતે બનાવી શકાય તેનો પેટેન્ટ કચ્છ યુનિવર્સિટી દ્વારા ડ્રાફટ કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં પેટન્ટ મળવાથી કચ્છ યુનિવર્સિટી અને સાથે જ સમાજને પણ ખૂબ ફાયદો થશે.
સ્વાસ્થ્યની સાથે પર્યાવરણનું પણ રક્ષણ કેમેસ્ટ્રી વિભાગના લેબ આસિસ્ટન્ટ બીજલ શર્માએ જણાવ્યું હતું કે, તેમની વિદ્યાર્થીનીઓ દ્વારા કેમેસ્ટ્રી વિભાગના ડો. વિજયરામના માર્ગદર્શન હેઠળ ઓઇલ પ્રુફ હર્બલ બાયોડીગ્રેડેબલ કોટીંગ મટીરીયલનું સંશોધન કર્યું છે. તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય પણ જાળવી શકાશે સાથેની પર્યાવરણને પણ ઉપયોગી થશે. ચીન દ્વારા બનાવવામાં આવતા કેમિકલ વાળા મટિરિયલ ઉપરની જરૂરિયાત ઘટાડી નેચરલ હર્બલ કોટીંગવાળા મટીરીયલનો ઉપયોગ કરી શકીશું.
- Kutch University Student : કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું મેનેજમેન્ટ ક્વેસ્ટનું આયોજન, જાણો તેનાથી શું થાય છે ફાયદો
- Geo Heritage Site Zanskar Range : લાખો વર્ષનો ઈતિહાસના રહસ્યો ઉજાગર કરશે ઝંસ્કાર વેલી
- Kutch University Vasa Gallery : તબીબે 40 વર્ષ ભેગાં કર્યાં અમૂલ્ય અવશેષો, દાન કરતાં કચ્છ યુનિવર્સિટીમાં બનશે રિસર્ચ સેન્ટર