કચ્છની બહુ ચર્ચિત 10 કરોડના હનીટ્રેપ કેસના મુખ્ય આરોપી જયંતિ ઠકકર સહિત એક આરોપીની ધરપકડ કચ્છ: બહુ ચર્ચિત10 કરોડના કચ્છ હનીટ્રેપ કેસના (kutch ten crore honeytrap case) મુખ્ય આરોપી જયંતિ ઠક્કર સહિત એક આરોપીની અમદાવાદથી પશ્ચિમ કચ્છ એલસીબીએ ધરપકડ (Kutch LCB held 2 accused in ahmedabad) કરી છે. આદિપુરના ફાઈનાન્સરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 10 કરોડની કથિત ખંડણી માંગવાના પ્રકરણમાં મુખ્ય સુત્રધાર મનાતા મુખ્ય આરોપી સહિત એક આરોપીને અમદાવાદ-ગાંધીનગર ખાતેથી પશ્ચિમ કરછ એલસીબીએ ઝડપી લીધા છે. (kutch honeytrap case)
મુખ્ય સુત્રધારની ધરપકડ: આદિપુરના ફાઈનાન્સરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 10 કરોડની કથિત ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં મુખ્ય સુત્રધાર મનાતા મુખ્ય આરોપી જેન્તી ઠકકર સહિત એક આરોપીને અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આવેલ શાંતીગ્રામ ટાઉનશીપથી પશ્ચિમ કરછ એલસીબીએ ઝડપી લેતા અત્યાર સુંધી ચાર જણ પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે હનીટ્રેપ કેસમાં ફરાર મુખ્ય આરોપી જયંતી જેઠાલાલ ઠક્કર અને કુશલ ઉર્ફે લાલો મુકેશભાઈ ઠક્કરને અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલ શાંતીગ્રામ ટાઉનશીપથી ઝડપી લીધા છે.
જેન્તી ઠક્કર સામે કુલ 19 ગુના: જેન્તી ઠક્કર અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલી મર્ડર કેસનો મુખ્ય આરોપી છે.બીજી તરફ કેડીસીસી બેન્કમાંથી બોગસ ખેડૂત મંડળીઓના આધારે કરોડોની લોન મેળવી ફૂલેકું ફેરવાવાના તેની સામે 12 ગુના નોંધાયેલાં છે. જેન્તી ભાનુશાલી મર્ડર કેસમાં ભચાઉ સબ જેલમાં જલસાં કરતાં ઝડપાતાં એક જ રાતમાં તેની સામે વધુ ત્રણ ગુના નોંધાયેલાં હતા જેન્તી ઠક્કર સામે કુલ 19 ગુના નોંધાયેલાં છે.તાજેતરમાં હાઈકૉર્ટે તેને કેન્સર હોઈ મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપ્યાં હતા.
આ પણ વાંચો:આ એક્ટ્રેસ પાક.આર્મીની હનીટ્રેપ ગર્લ, સૈન્ય અધિકારીનો મોટો ઘટસ્ફોટ
10 કરોડની માંગી હતી ખંડણી:મૂળ ડુમરા નિવાસી જયંતિ ઠક્કરે આગોતરા જામીન માટે અરજી કરી હતી.કોર્ટે કેસની ગંભીરતા જોઈ હનીટ્રેપ કેસમાં ફરિયાદી સાથે સીધો સંપર્ક ધરાવતા જયંતી ઠક્કરના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.બહુચર્ચિત હનીટ્રેપ કેસમાં આદિપુરના ફાઈનાન્સર અનંત તન્ના એ ભુજ બી ડીવીઝન પોલીસ મથકે કુલ આઠ આરોપીઓ સામે ફરિયાદ નોધાવી હતી. આરોપીઓએ ફરિયાદી પાસે મામલો પતાવવા માટે રૂપિયા 10 કરોડની ખંડણી માંગી હતી.હનીટ્રેપ કેસના મુખ્ય સુત્રધાર ગણાતા જયંતિ ઠક્કર સહીત બે આરોપીઓને એલસીબીએ ઝડપી લેતા બહુચર્ચિત કેસમાં વધુ ખુલાસા બહાર આવી શકે છે.
જયંતિ ઠક્કરનો ગુનાહિત ઈતિહાસ: જયંતી ઠક્કર ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યામાં પણ આરોપી છે. ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે.જેની વિરુધ્ધ ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશન, ભચાઉ પોલીસ સ્ટેશન અને સીઆઇડી ક્રાઈમ બોર્ડર ઝોન ભુજ પોલીસ સ્ટેશન સહિત બી ડીવીઝન પોલીસ મથકે ગુનાઓ નોધાયેલા છે.જયારે અન્ય આરોપી કુશલ ઠક્કર વિરુધ્ધ સીઆઇડી ક્રાઈમ બોર્ડર જોન ભુજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયેલ છે.આ પ્રકરણમાં સૌ પ્રથમ વિનય રેલોન ઉર્ફે લાલો નામના ડેવલોપર્સની પોલીસે દિવાળી પહેલા જ ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચો:ફોનમાં અજાણી યુવતીનો અવાજ સાંભળી લલચાઈ ન જતાં, નહીં તો બાબરાના વેપારીની જેમ બનશો હનીટ્રેપનો ભોગ
4 આરોપી પોલીસ સકંજામાં: પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભસિંઘે માહિતી આપતા જણાવ્યું હતું કે 10 કરોડ હનીટ્રેપના મુખ્ય સૂત્રધાર આરોપી જયંતિ ઠક્કરને પશ્ચિમ કચ્છ એલસીબીએ અમદાવાદ થી ઝડપી પાડ્યું છે અને ગઈ કાલે જ બંને આરોપીને ભુજ લઈ આવામાં આવ્યું છે અને હાલ જયંતિ ઠક્કર અને એનો ભાણેજ કુશલ ઠક્કર ઉર્ફે લાલો ની પૂછપરછ કરવામાં આવી રહ્યું અને આ હની ટ્રેપ કાંડમાં કુલ 4 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે હજુ 4 આરોપીને પકડવાની ગતિવિધિ કરવામાં આવી રહી છે પૂછતાછ બાદ વધુ આરોપીની લિંક ખુલી શકે છે તેવી શક્યતા સેવાઈ રહી છે.