કચ્છ : એક બાજુ સવારે અને મોડી સાંજે લોકો ઠંડક અનુભવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ બપોરના 11 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી લોકો ગરમીનો પ્રકોપ સહી રહ્યા છે. અને આ તો હજુ ફેબ્રુઆરી મહિનો છે. ત્યારે 40 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે. હજુ તો જેઠ અને વૈશાખ જેવા ઉનાળાના મુખ્ય મહિનાઓ બાકી છે અને તાપ વરસી રહ્યો છે તો આવનારા દિવસમાં ઉનાળો કેટલો આકરો બનશે.
બે ઋતુ સાથે ચાલતા વિષમતા અનુભવાઈ :કચ્છમાં આવા વરસી રહેલા ધોમધખતા તાપમાં શું શું કાળજી રાખવી જોઈએ તેમજ શરીરનું તાપમાનું કંઈ રીતે જાળવી રાખવું જોઈએ એ અંગે ETV Bharat સાથે વાતચીત કરતા આયુર્વેદિક ઉપચાર વિશેષજ્ઞ વૈદ્ય આલાપ અંતાણીએ જણાવ્યું હતું કે, આપણો જો આપણે પંચાંગ જોઈએ તો એ મુજબ અત્યારે આપણે વસંત ઋતુમાં છીએ, પરંતુ શિશિર જે આપણી ગઇ ઋતુ છે એ અને આવનારી જે આપણી ઋતુ આવી છે વસંત ઋતુ એ બંને સાથે ચાલી રહી છે અને વિષમતા અનુભવાઈ રહી છે.
11 વર્ષમાં ફેબ્રુઆરી માસમાં ગરમીનો રેકોર્ડ તૂટ્યો :કચ્છમાં છેલ્લા 11 વર્ષનો ગરમીનો રેકોર્ડ જે છે ફેબ્રુઆરી મહિનાનો એ આ વર્ષે તુટ્યો છે એટલે 38થી 40 ડિગ્રી જેવી ગરમી બપોરના હોય છે. સવારના ભાગમાં 14થી 15 ડિગ્રી સુધી પણ તાપમાન નીચું જાય છે. તો આ જે આટલું વિષમ હવામાન છે કે જ્યાં ઠંડી પણ વધુ છે અને ગરમી પણ વધારે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, આ ઋતુસંધિ કાળ કહેવાય કે જ્યારે એક ઋતુ છે એ જઈ રહી છે અને આવનાર ઋતુ હજી પૂરેપૂરી આવી નથી. એવા સમયે આહારવિહારમાં શું ધ્યાન રાખવું એની વાત પણ શાસ્ત્રો કરે છે.
ક્યા ક્યા પીણાનો ઉપયોગ કરવો :ઋતુચક્રના નિયમ પ્રમાણે જોવા જઈએ તો આજે ગરમી ચોક્કસથી છે, પણ લોકો જો ઠંડા પીણા વધારે પડતા કે જેમ કે ઠંડુ પાણી પીવાનું ઘણા શરૂ કરી લેતા હોય છે, આઈસ્ક્રીમ ખાવાનું પણ શરૂ કરી દીધુ છે એ ન કરવું જોઈએ કેમ કે આ જે ઋતુ છે. એમાં ચોક્કસથી આપણે ગરમી વધુ વર્તાઈ રહી છે, પરંતુ જો શરીરને ઠંડક આપવા માટે આઈસ્ક્રીમ કે કોઈ એવા ઠંડા પીણાનો ઉપયોગ કરવામાં આવશે તો ચોક્કસથી કફના રોગો વધશે. એના કરતાં જરૂરી રહેશે કે શરીરને અત્યારે ઠંડક આપવા માટે અને શરીરની પાચનશક્તિને વધુ પ્રબળ રાખવા માટે વરીયાળી, નારિયેળ, શેરડી, ધાણા, લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ. જો ડાયાબિટીસ હોય તો ખડીશાકરનો ઉપયોગ કરીને એના શરબતોનો ઉપયોગ જે છે એ વધારવો જોઈએ.