કચ્છ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક (Best Teacher Award Gujarat ) અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યના 44 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં કચ્છના ચાર શિક્ષકોની પસંદગી થઈ છે. તે પૈકીના એક કિરતસિંહ વાઘુભા ઝાલા કે જેમની પસંદગી વિશિષ્ટ શિક્ષકની કેટેગરીમાં થઈ હતી. કિરતસિંહ ઝાલા છેલ્લા 23 વર્ષોથી મનોદિવ્યાંગોને શિક્ષણ આપી રહ્યા છે.
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યના 44 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે સ્પેશિયલ શિક્ષકની બાળકોને તાલીમકિરતસિંહ ઝાલા છેલ્લા 23 વર્ષથી દિવ્યાંગજનોને શિક્ષણ અને તાલીમ તથા પુનર્વસન માટે સ્પેશિયલ શિક્ષક તરીકે બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. સ્પેશિયલ એજ્યુકેટર તરીકે તેમણે અનેક મનોદિવ્યાંગ તથા અન્ય દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને શિક્ષણ તાલીમ અને પુનર્વસન માટેની તક પુરી પાડી છે. કચ્છ જિલ્લાના અંતરિયાળ રણકાંધી વિસ્તારમાં (Rankandhi area of Kutch district) દિવ્યાંગ બાળકોનું સર્વે કરીને શાળામાં પ્રવેશ અપાવી મુખ્ય પ્રવાહમાં લાવવાના સઘન પ્રયત્નો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે.
કિરતસિંહ ઝાલા છેલ્લા 23 વર્ષોથી મનોદિવ્યાંગોને શિક્ષણ આપી રહ્યા છે. આ પણ વાંચોશૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા જ આવ્યા શિક્ષકો માટે સારા સમાચાર...
મનોદિવ્યાંગ બાળકોના વિકાસ માટેના પ્રયત્નોસ્પેશિયલ શિક્ષક તરીકે તેમના દ્વારા સરકારી એજન્સી તેમજ રોટરી ક્લબ અને લાયન્સ ક્લબ (Rotary Club and Lions Club) સંસ્થાઓના સહયોગથી 700 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય પણ આપવામાં આવી છે. મનોદિવ્યાંગ બાળકોને સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સમાં ભાગ લેવડાવી અને મેડલ પણ અપાવવામાં આવ્યા છે. તેમજ ઇન્ટરનેશનલ કક્ષાની ટ્રેનીંગ (International level training) માટે પણ તૈયાર કરવામાં આવ્યા છે.
2016માં દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરીકિરતસિંહ ઝાલાને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કક્ષાએ વર્ષ 2016માં સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પેશિયલ શિક્ષક (Special Teacher Category) દ્વારા રિસોર્સ રૂમ સેન્ટર પર વિવિધ TLM મ્યુઝિક, ડાન્સ, યોગા પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવું, પેરેન્ટ્સ કાઉન્સિલિંગ, મેડિકલ કેમ્પનું આયોજન કરી જરૂરિયાતમંદ દિવ્યાંગ બાળકોના ઓપરેશન કરાવવા, બ્લડ ડોનેશન કેમ્પ (Blood Donation Camp) રાખવા અને બ્લડ ડોનેટ કરવું, પોલિયોની રસી આપવી, રન ફોર યુનિટી તેમજ બલાઇન્ડ કાર રેલી, નવરાત્રી ઉત્સવ, સ્ટોલ પ્રદર્શન વગેરેનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોમૈસુરની શાળામાં રોબોટ શિક્ષક! જાણો તે કેવી રીતે કરે છે કામ
વિશિષ્ટ શિક્ષકની કેટેગરીમાં પસંદગીઆ ઉપરાંત કિરતસિંહ દ્વારા દિવ્યાંગજનોને શિક્ષણને વધુ વેગ મળે તે માટે યોજાતા સરકારી તેમજ સંસ્થાકીય તાલીમ વર્ગમાં તજજ્ઞ તરીકેની સેવા પણ આપેલી છે. વોકેશનલ તાલીમ આપી મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમજ અન્ય દિવ્યાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને તેમના દ્વારા રોજગારી અપાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી દિવ્યાંગનોને આત્મનિર્ભર પણ બનાવવામાં આવ્યા છે. આ તમામ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને વર્ષ 2022 માટે તેમની પસંદગી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અંતર્ગત વિશિષ્ટ શિક્ષકની કેટેગરીમાં કરવામાં આવી છે.આગામી 5મી સપ્ટેમ્બર 2022ના રોજ તેમને એવોર્ડ આપવામાં આવશે.