- બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપે 3 આરોપીને ગાંજા સાથે ઝડપી પાડયા
- 1.41 લાખની કિંમતનો 14 કિલો ગાંજો ઝડપાયો
- પોલીસે કુલ 4.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
કચ્છ: પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપે બાતમીના આધારે વોચ ગોઠવીને ભચાઉથી ભુજ આવતી કારમાંથી ત્રણ આરોપીઓ પાસેથી રૂપિયા 1,41,310ની કિંમતનો 14 કિલો 131 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. આ ત્રણે આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કેફી દ્રવ્ય ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે કુલ 4.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસ દ્વારા ગાંજા ઉપરાંત 2.50 લાખ રૂપિયાની કાર 16,000 રૂપિયાના 4 મોબાઇલ અને રોકડા રૂપિયા 450 પણ કબજે કરવામાં આવ્યા હતા અને કુલ 4,07,760 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:કચ્છ જિલ્લાના મુન્દ્રામાં 6 કિલો ગાંજા સાથે એક યુવાન ઝડપાયો
ઝડપાયેલા આરોપીઓ
- જીતેન્દ્ર કોઠારી
- ઈસ્માઈલ ઉર્ફે લડુ ચાકી
- અનવર ખલીફા લડુ ચાકી