કચ્છ : સૂકા રણ પ્રદેશ કચ્છમાં હાલ ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે. લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. જિલ્લામાં 40 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો નોંધાઈ રહ્યું છે, ત્યારે ગરમીને કારણે સામાન્ય રીતે જન જીવન પર માઠી અસર પડતી હોય છે, ત્યારે માનવી ગરમીથી બચવા અનેક ઉપાયો શોધી લેતો હોય છે. પરંતુ આ અંગ દઝાડતી ગરમીમાં અબોલા પ્રાણીઓ માટે શું ખાસ વ્યવસ્થા હોવી જોઈએ. ત્યારે કચ્છના વન વિભાગ દ્વારા અભ્યારણ્યમાં અને વિવિધ જંગલોમાં ગરમીથી બચવા તેમજ પ્રાણીઓને પાણી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
કૃત્રિમ વોટર પોઇન્ટ :પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છ વન વિભાગમાં નારાયણ સરોવર પાસે આવેલ ચિંકારા અભયારણ્ય, નલિયા વિસ્તારમાં આવેલા ઘોરાડ અભયારણ્ય, તેમજ રેવન્યુ વિભાગ અને રક્ષિત વન વિભાગમાં વન્ય પ્રાણીઓની મોટા પ્રમાણમાં હાજરી છે, ત્યારે ચોમાસામાં થયેલા વરસાદના કારણે અમુક કુદરતી સ્ત્રોતો છે, ત્યાં પાણી હજી પણ ઉપલબ્ધ હોય છે. જ્યારે કુદરતી સ્ત્રોતોમાં પાણી પૂર્ણ થાય છે ત્યારે વન વિભાગ દ્વારા ઠેકઠેકાણે બનાવવામાં આવેલા કૃત્રિમ વોટર પોઇન્ટ અને અવાડાઓ પર ટેન્કર મારફતે વન્ય પ્રાણીઓ માટે પાણી પહોંચતું કરાય છે.
આ પણ વાંચો :Sabarkantha News : તળાવ ઊંડું કરવાના પ્રયાસથી મોતેસરી ગામે પાણી બચાઓ અભિયાન વરદાન સ્વરૂપ બન્યું