કચ્છ: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને પગલે હવામાન વિભાગે કચ્છમાં વરસાદની આગાહી કરી હતી. શુક્રવાર રાત્રે આ સિસ્ટમની અસર રાપર સહિતના આસપાસના વિસ્તારોમાં જોવા મળી હતી. ગ્રામ્ય અને શહેરી પંથકમાં રાત વચ્ચે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જે બાદ શનિવાર સવારથી 11 કલાકથી અંજાર, ગાંધીધામ, ભચાઉ અને ભુજ તેમજ મુન્દ્રામાં વરસાદ નોંધાયો હતો.
કચ્છ વરસાદ અપડેટ
- અંજાર - 2 ઇંચ
- ગાંધીધામ - 1.25 ઇંચ
- ભચાઉ - 8 MM
- ભુજ - 3.5 ઇંચ
- મુન્દ્રા - 13 MM
ભુજમાં બપોરે 12 કલાકથી 2 કલાક સુધીમાં 2.5 ઇંચ અને 2 કલાકથી સાંજના 4 કલાક સુધીમાં વધુ 1.5 ઇંચ વરસાદ સાથે કુલ 3.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે ગાજવીજને પગલે તોફાની ડરામણી સ્થિતિમાં મેઘરાજાએ અનરાધાર પાણી વરસાવતાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
શનિવાર સવારથી 11 કલાકથી અંજાર, ગાંધીધામ, ભચાઉ અને ભુજ તેમજ મુન્દ્રામાં વરસાદ નોંધાયો ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આગામી બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ કચ્છમાં વરસાદ બાદ મેઘરાજાએ વધુ એક રાઉન્ડ શરૂ કરતા શહેરી વિસ્તારમાં નાગરિકો ગેલમાં આવી ગયા હતા, તો ગ્રામ્ય વિસ્તારમાં વરાપ ઉકળાટ વચ્ચે વરસાદની રાહત જનજીવનને અનુભવી હતી.
ભુજમાં 3.5 ઇંચ વરસાદ સાથે સર્વત્ર પાણી પાણી