ગુજરાત

gujarat

ETV Bharat / state

એક સલામ તો બને જ...આ મહિલા કોન્સટેબલ 14 માસની બાળા સાથે ફરજ પર રહે છે હાજર... - સમજો તમારી જવાબદારી

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે જંગ ચડ્યું છે. કોરોનાને નાથવા વિવિધ પ્રયાસો અને પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે આ જંગમાં એવા કેટલાંક ચહેરા સામે આવી રહ્યા છે જેને જોઈને ખરેખર દેશસેવા અને ફરજની અનોખ મિશાલ સામે માથું નમાવીને તેમને નમન કરે છે. આવા જ દ્રશ્યો હાલે ભૂજમાં જોવા મળી રહ્યા છે. ભૂજમાં લોકડાઉનના અમલીકરણ દરમ્યાને એક મહિલા કોન્સટેબલ પોતાની 14 માસની બાળકી સાથે ફરજ પર છે. સામાજિક વ્યવસ્થા ફરજની જવાબદારી વચ્ચે પોતાની બાળકીનો જીવ પણ જોખમમાં લઈને આ મહિલા એટલું જ કહી રહી છે કે અમારી ફરજ અમે  નિભાવી રહ્યા છીએ તમે તમારી ફરજ નિભાવજો.

કચ્છના મહિલા કોન્સટેબલ 14 માસની બાળા સાથે ફરજ પર
કચ્છના મહિલા કોન્સટેબલ 14 માસની બાળા સાથે ફરજ પર

By

Published : Apr 6, 2020, 7:35 PM IST

કચ્છઃ પશ્ચિમ કચ્છ પોલીસના ભૂજ મહિલા પોલીસ સ્ટેશમાં અલ્કાબેન દેસાઈના પતિ ભૂજ એસપી કચેરીમાં ફરજ પર છે. લોકડાઉનની સ્થિતી છે અને પોલીસ સહિતના તમામ તંત્રો પોતાની રજાઓ અને સમયને દુર રાખીને સતત ચોવીસ કલાક લોકડાઉન અને કાયદો વ્યવસ્થાની જવાબદારી નિભાવી રહ્યા છે, મહિલા કોન્સટેબલ અલ્કાબેન પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. આમ તો દેશભરમાં અનેક મહિલા જવાનો ફરજ પર છે પણ અલ્કાબેન એટલા માટે અલગ નજરથી જોવા મળ્યા કારણ કે તેઓ ફરજ પર તેમની 14 માસની દિકરી જીયાને સાથે રાખીને ફરજ નિભાવી રહ્યા છે.

કચ્છના મહિલા કોન્સટેબલ 14 માસની બાળા સાથે ફરજ પર, જુઓ અને સમજો તમારી જવાબદારી વિશે
ભૂજના વાણીયાવાડ વિસ્તારમાં સવારે અને સાંજે જરૂરી ચીજવસ્તુઓ માટે નિકળતા હજારો લોકોની વચ્ચે આ મહિલા પોતાની બાળા સાથે લોકોને ચેક કરવા, સમજાવવા સહિતની ફરજ નિભાવી રહી છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, હું અને મારા પતિ બન્ને ફરજ પર છીએ ઘરે કોઈ જ નથી. તેથી બાળાને સાથે રાખવી પડે છે. જોકે જયારે મારા પતિ ઘરે હોય તો તેને ઘરે મુકીને ફરજ પર આવું છું, પરંતુ જયારે બન્નેને સાથે ફરજ મળે છે, ત્યારે મારે બાળાને સાથે રાખવી પડે છે. આ સ્થિતીમાં પોતાની ડ્યુટી નિેભાવીને પણ અમારી લોકોને એટલી જ અપીલ છે કે અમે અમારી ફરજ નિભાવીએ છીએ તમે તમારી ફરજ ચોકકસ નિભાવો કારણ કે જાન હૈ તો જહાન હૈ.
કચ્છના મહિલા કોન્સટેબલ 14 માસની બાળા સાથે ફરજ પર
કચ્છના મહિલા કોન્સટેબલ 14 માસની બાળા સાથે ફરજ પર
આ વચ્ચે ભૂજમાં ફુટ પેટ્રોલિંગમાં નિકળેલા રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીની આ બાબતનો ખ્યાલ આવતા તેમણે મહિલા કોન્સેટબલ સાથે ચર્ચા હતી. આઈજીપી ત્રિવેદીએ આ સમયે ચોકકસ આદેશ સાથે માનવીય અભિગમ દર્શાવીને તેમને અનુરૂપ બની શકે તેવી ફરજ સોંપવાનો આદેશ કર્યો હતો. આાઈજીપી ત્રિવેદીએ ઈટીવી ભારતને જણાવ્યુ હતું કે, બાળા સાથે જાહેર ફરજ થોડી જોખમી બની શકે છે, તેથી મહિલા કોન્સટેબલને પોલીસ સ્ટેશન સહિતના ચોકકસ સ્થળો પર ફરજ સોંપવા જણાવ્યું છે. ફરજ અને માતાની જવાબદારી બન્ને સાથે નિભાવી શકે તે માનવીય અભિગમ પણ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details