ગુજરાત

gujarat

ETV Bharat / state

રાપરમાં વ્રજવાણી ધામે મોરારી બાપુની રામકથાનું આયોજન

કચ્છના રાપર તાલુકામાં આવેલ પૂજનીય અને પવિત્ર એવા વ્રજવાણીધામે આગામી તા 13 ફેબ્રુઆરીથી મોરારી બાપુ કોવિડ-19ની ગાઇડલાઇનને અનુસરી રામકથા કરશે છે. ઉલ્લેખનીય છે કે વ્રજવાણી ધામમાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. વ્રજવાણી ધામમાં કથા સાંભળવા આવતા શ્રોતાઓને સૌપ્રથમ થર્મલ ગન વડે ચકાસવામાં આવશે તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ પણ કરવાનો રહેશે. જરૂર જણાશે તો તેમની ઓક્સિમીટર દ્વારા પણ ચકાસણી કરવામાં આવશે અને માસ્કનું પણ વિતરણ કરવામાં આવશે. તા.13 ફેબ્રુઆરી થી 21 ફેબ્રુઆરી સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાપરમાં વ્રજવાણી ધામે મોરારી બાપુની રામકથાનું આયોજન
રાપરમાં વ્રજવાણી ધામે મોરારી બાપુની રામકથાનું આયોજન

By

Published : Feb 10, 2021, 1:11 PM IST

  • 13 ફેબ્રુઆરી થી 21 ફેબ્રુઆરી સુધી રામકથાનું આયોજન
  • શ્રોતાઓને સૌપ્રથમ થર્મલ ગન વડે ચકાસવામાં આવશે
  • જરૂર જણાશે તો ઓક્સિમીટર દ્વારા ચકાસણી કરાશે

કચ્છઃકોરોના વાયરસની મહામારી દરમિયાન મોરારી બાપુએ સળંગ 61 દિવસ સુધી હરિકથા કરી હતી. કોરોનાની ગાઇડલાઇન મુજબ ૧૦૦ થી ૨૦૦ જેટલા શ્રોતાઓ સાથે મળીને તેમજ તેમણે વગર શ્રોતાની પણ કથા કરી હતી. હવે મોરારી બાપુ વિશાળ શ્રોતાઓ સાથે રામકથા કરશે. કચ્છના રાપર તાલુકામાં આવેલ વ્રજવાણી ધામે આગામી તા 13 ફેબ્રુઆરીથી મોરારી બાપુ કોવિડ-19ની ગાઇડલાઇનને અનુસરી રામકથા કરશે. 13 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

વ્રજવાણીના લોકોની માન્યતા

140 સતીઓએ પ્રાણ ન્યોછવર કર્યા હતાં જે લોકો વૃંદાવન જઇ ના શકતા હોય એ લોકો માટે વ્રજભૂમિના દર્શન પણ વૃંદાવનના નિધિવન સ્વરૂપ જ છે. આ વ્રજભૂમિ પર ભારતવર્ષની પ્રથમ ઘટના છે કે જ્યાં નાદયોગથી સતીત્વ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. ઇતિહાસ એવો છે કે ભગવાન શ્રીકૃષ્ણ 11 વર્ષ અને 22 દિવસ સુધી યશોદા માતા અને નંદબાબાએ મોટા કર્યા હતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા ગયા ત્યારે તેમનો એક રાસ અધુરો હતો. આ અધૂરા રાસનો નાદ શ્રીકૃષ્ણએ અહીં પૂર્ણ કર્યો છે એવું વ્રજવાણીના લોકોનું માનવું છે. અહીં શ્રીકૃષ્ણએ ઢોલી બનીને તેમના અધૂરા રાસનો નાદ પૂર્ણ કર્યો હતો અને આ નાદથી 140 સતીઓએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.

રાપરમાં વ્રજવાણી ધામે મોરારી બાપુની રામકથાનું આયોજન

565 વર્ષ જૂનો ઇતિહાસ

565 વર્ષ પહેલાં એ બનાવ હતો કે જેમાં 140 સતીઓ થઇ હતી. આ પાછળ તેમના પરિવારોએ 140 કુવા ખોદાવ્યા હતા. હાલ 140માંથી 10 કૂવામાં હજું પણ પાણી આવે છે. વ્રજવાણી ધામમાં રોજના હજારો ભાવિકો દર્શન કરવા આવે છે. અહીં 140 સતીઓની મૂર્તિઓ છે અને શ્રી રાધાકૃષ્ણનું મંદિર પણ છે. મોરારિ બાપુએ રામકથાનો લાભ વ્રજવાણી ધામને આપતા તમામ ભક્તો ઉત્સાહિત છે.

ABOUT THE AUTHOR

...view details