કચ્છ સરહદે હાઇએલર્ટની સ્થિતિ વચ્ચે થોડા સમયથી સામે પાર પાકિસ્તાન તરફ દરિયાઈ સરહદ પર કમાન્ડો તૈનાત કરવા સહિતના ઇનપુટ આવી રહ્યા હતાં. આ સ્થિતિમાં કચ્છની તમામ શરતોને સીલ કરીને સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે થોડા દિવસ પહેલા કચ્છની દરિયાઇ સીમા હરામીનાળા પાસે બે બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવી હતી. આ સ્થિતિ વચ્ચે મળતી માહિતી મુજબ પોસ્ટ દ્વારા કચ્છના કંડલા મહાબંદર ગબ્બર અંડરવોટર એટેકની માહિતી આપવામાં આવી છે. જેને પગલે કચ્છમાં તમામ સુરક્ષા એજન્સીઓ ચોકસાઈ સાથે તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે અને દરિયાઇ અને રણ બંને સરહદોને સીલ કરી દેવામાં આવી છે.
કચ્છ સરહદે ચાંપતી નજર, કંડલા બંદરની સુરક્ષા વધારાઈ - Kutch
કચ્છઃ જિલ્લામાં આવેલા કંડલા મહાબન દરગાહ પર અંડરવોટર એટેક હુમલાની માહિતીને પગલે સુરક્ષા એજન્સીઓ દોડધામ મચી છે. ખાસ કરીને કંડલા મહાબંદરગાહની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને કચ્છના તમામ દરિયાકાંઠા પર જવાબદાર તંત્રો સાથે તમામ સંદિગ્ધ પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
કચ્છ સરહદે ચાંપતી નજર કંડલા બંદરની સુરક્ષા વધારાઈ
હાલની પરિસ્થિતિ પર તંત્ર દ્વારા આ બાબતે ચર્ચા કરી રહ્યું છે, પરંતુ સુરક્ષા એજન્સીના ઉચ્ચ અધિકારી સૂત્રો સાથે થયેલી વાતચીત મુજબ હાલ આતંકી હુમલાના ઇનપુટને પગલે સુરક્ષાના તમામ આયોજન કરી દેવામાં આવ્યા છે અને જવાબદાર તમામ તંત્રો પોતાની નિર્ધારિત કામગીરીમાં લાગી ગયા છે. ખાસ કરીને કચ્છના દરિયાકાંઠા અને મુખ્ય બે બંદર કંડલા અને મુંદ્રાની સુરક્ષા વધુ ચોક્કસ કરી દેવામાં આવી છે.