20 ડેમમાં આશરે 30 ટકા જેટલું પાણી કચ્છ : કચ્છ જિલ્લામાં હાલમાં ગરમીનો માહોલ વધી રહ્યો છે અને ત્યારે જિલ્લાના મધ્યમ કક્ષાના 20 ડેમમાં હવે માત્ર 30.77 ટકા જેટલું જ પાણી રહ્યું છે. 20 ડેમોમાં 102.25 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ હવે બાકી રહ્યો છે.
25 ટકાથી ઓછું પાણી ક્યાં : કચ્છમાં હાલમાં મધ્યમ કક્ષાના 20 ડેમમાં 102.25 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ થયેલો છે, જે કુલ જળસંગ્રહ શક્તિના 30.77 ટકા જેટલું જ છે. જિલ્લાનો સૌથી મોટો અને ભુજ તાલુકાનો રુદ્રમાતા ડેમ ભારે વરસાદ થયો હોવા છતાં છલકાયો ન હતો. રુદ્રમાતા ડેમમાં હવે માટે 4.68 ટકા પાણી બચ્યું છે. કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ હવે તળિયાઝાટક થવાની તૈયારીમાં છે. જિલ્લામાં 8 જેટલા ડેમો એવા પણ છે કે, જેમાં 25 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે, તો બીજી બાજુ જિલ્લાના કંકાવટી, કાળાઘોઘા, ટપ્પર એમ 3 ડેમ એવા પણ છે કે, જેમાં 68 ટકાથી વધુ પાણી સંગ્રહિત છે.
12 ડેમો થયા હતા ઓવરફ્લો : ગત વર્ષે જિલ્લામાં 186 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમ પૈકી 12 જેટલા ડેમ ઓવરફ્લો થયા હતાં, તો અન્ય ડેમોમાં પણ સારા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. હાલમાં ઉનાળાના પગલે પાણીની માંગમાં વધારો થતાં ડેમની જળસંગ્રહ શક્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો પૈકી ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે અને તે પાણી પુરવઠા હસ્તકનો છે. જ્યારે બાકીના 19 ડેમો અનગેટેડ સ્કીમ છે.હાલ મધ્યમ સિંચાઇ યોજના અંતર્ગતના ડેમમાં પાણીની પરિસ્થતિની વાત કરવામાં આવે તો હાલ કચ્છના મધ્યમ સિંચાઇના ડેમોમાં 30.77 ટકા જેટલું જ પાણી ઉપલબ્ધ છે... એ. ડી. પરમાર, કચ્છ સિંચાઈ વર્તુળના અધિક્ષક ઇજનેર
20 મધ્યમ સિંચાઇના ડેમ :કચ્છ જિલ્લાના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમની વાત કરવામાં આવે તો અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ આવેલા છે.હાલ કચ્છના 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમમાં વર્તમાન સપાટીનું લેવલ કુલ 971.29 મીટર છે જેમાંથી આલેખન કરેલ કુલ સંગ્રહ 332.27 મિલિયન ક્યુબિક મીટર છે એટલે કે 11724 કયુબિક ફૂટ.
તો પાણીની કટોકટી નહીં સર્જાય :હાલમાં માર્ચ અને મે મહિનામાં વરસેલા માવઠાંમાં કેટલાક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ડેમોમાં થોડી ઘણી પાણીની આવક થઈ હતી. પરંતુ જો ચોમાસું તેના નિયત સમયે જ આવશે અને વધારે વરસાદ વરસશે તો પાણીની સમસ્યાનો સામનો નહીં કરવામાં આવે. પરંતુ જો હવે વરસાદ ન પડે તો કચ્છમાં પાણીની કટોકટી સર્જાઈ શકે તેવી સ્થિતિ સર્જાશે.
પાણી પૂરું પાડતી યોજનાઓ : કચ્છ જિલ્લામાં નાની સિંચાઇ અને મધ્યમ સિંચાઇ યોજના એમ બે પ્રકારની સિંચાઇ યોજના આવેલી છે. જે અંતર્ગત નાની સિંચાઇ યોજનાના 170 ડેમ આવેલ છે જ્યારે મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમ આવેલા છે. છેલ્લા અઠવાડિયાથી કાળઝાળ ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. તપતી ગરમી વચ્ચે આ વખતે ચોમાસું મધ્યમ રહેશે કે સારું એ અંગે પણ પૂર્વાનુમાન કરવાનું લોકોએ શરૂ કરી દીધું છે.
- Kutch News :ઠંડક મેળવવા લોકોએ લીધો રેગીસ્તાનમાં વોટરપાર્કનો સહારો, માણે છે અવનવી રાઇડ્સ
- Bhuj News : ભુજના 13 તળાવને સુરક્ષિત કરવા માગણી, ભવિષ્ય માટે તળાવોને પુનર્જીવિત કરવાનો સમય પાકી ગયો?
- Kutch News : કચ્છમાં કમોસમી વરસાદથી 6335.8 હેક્ટરમાં પાકને નુકસાની, વળતરની કરાઇ માંગ