ભુજ : ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નર નારાયણ દેવના 200 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં પ્રથમ વખત ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 250 એકરમાં આ મહોત્સવ ઊજવવામાં આવશે તેની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ મહોત્સવમાં દેશ અને દુનિયામાંથી અંદાજીત 30 લાખ જેટલા હરિભક્તો આવશે.
17થી 26 એપ્રિલ યોજાશે : ભુજના સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રીય સ્વામી દેવચરણદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા આશિર્વાદરૂપે નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી અને ખાતરીપૂર્વક સહુને જણાવ્યું હતું કે પોતામાં અને નરનારાયણ દેવમાં અણુ માત્રનો પણ ભેદ નથી. નરનારાયણ દેવની ભક્તિની આ બે સદીને ઉજવવા ભુજમાં નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ આરંભાઈ છે. 17મી એપ્રિલથી 26 એપ્રિલ સુધી યોજાનારા આ મહોત્સવ માટે ભુજમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો Kutch News : દ્વિશતાબ્દી મહોત્સવ ગાય પ્રેક્ટીકલ મોડેલ સાથે ગોબરમાંથી લીંપણ કરીને દર્શનનું આયોજન
15000 કાર્યકરો : ભુજ સ્વામિનારાયણ મંદિર નરનારાયણ દેવને બસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે થોડા જ દિવસોમાં ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે જેની તૈયારીઓ પણ પૂર્ણતાના આરે છે. ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જેમની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી તેવા નરનારાયણ દેવની આરાધનાના 200 વર્ષ ઉજવવા અગાઉ ક્યારેય ન યોજાયો હોય તેવો ભવ્ય મહોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વારા ઉજવાશે. દેશ વિદેશથી આવનારા 30 લાખથી વધારે હરિભક્તો માટે રહેવા, જમવા તેમજ મહોત્સવ સ્થળ પર દરેક વ્યવસ્થા પૂરી પાડવા 15 હજાર જેટલા કાર્યકરો દિવસ રાત એક કરી કામ કરી રહ્યા છે.