ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch University : કચ્છ યુનિવર્સિટીમાં ગધેડાને એડમિશન અપાવવા આવ્યાં એનએસયુઆઈ સભ્યો

કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઇ કાર્યકરો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. ગધેડાને લઈને કુલપતિની ચેમ્બરમાં પહોંચ્યાં હતાં અને ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

Kutch University : કચ્છ યુનિવર્સિટીમાં ગધેડાને એડમિશન અપાવવા આવ્યાં એનએસયુઆઈ સભ્યો
Kutch University : કચ્છ યુનિવર્સિટીમાં ગધેડાને એડમિશન અપાવવા આવ્યાં એનએસયુઆઈ સભ્યો

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 4:13 PM IST

અનોખો વિરોધ

કચ્છ : કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઇના કાર્યકરો દ્વારા અનોખો વિરોધ કરવામા આવ્યો હતો. એનએસયુઆઇના કાર્યકરોએ ગધેડાને લઈને કચ્છ યુનિવર્સિટી પહોચ્યા હતા. એનએસયુઆઇના વિદ્યાર્થીઓ ગધેડા સાથે કુલપતિની ચેમ્બરમાં પહોંચ્યા અને ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. NSUI ના વિદ્યાર્થીઓએ વર્ષોથી અટવાયેલા કેટલાક પ્રશ્નો અને પીએચડીના એડમિશન અંગે નારાજગી વ્યક્ત કરીને ગધેડાના પ્રવેશની માંગણી કરી અને વિરોધ નોંધાવ્યો હતો.

અનોખો વિરોધ :કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ કાયમી કુલપતિ અને સ્ટાફ ઘટના મુદ્દે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઇના કાર્યકરો ગધેડાને લઈને કચ્છ યુનિવર્સિટી પહોચ્યા હતાં અને ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. એનએસયુઆઇ કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાયમી કુલપતિ અને સ્ટાફ ઘટ, PHD પરીક્ષા, હોસ્ટેલમાં થતી અસુવિધાઓ સહિતના મુદ્દે કુલપતિની ચેમ્બરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

3.5 વર્ષથી PHDના એડમિશનો નથી થયા. તેને લઈને આજે ગધેડાને સાથે લઈ આવીને વિરોધ નોંધાવ્યો હતો. યુનિવર્સિટીમાં PhD ના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં નથી આવ્યા તો અમને એમ કે કદાચ ગધેડાને એડમિશન આપવાનું હશે. એટલે અમે અહીં ગધેડાને લઈને રજૂઆત કરવામાં માટે આવ્યા હતાં કે PhDના એડમિશનની પ્રકિયા ઝડપથી કરવામાં આવે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં કાયમી સ્ટાફ નથી. હોસ્ટેલમાં પ્રાથમિક સગવડતાઓ નથી આ બાબતે પણ ઇન્ચાર્જ કુલપતિ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે...કુલદીપસિંહ જાડેજા (ગુજરાત પ્રદેશ મહામંત્રી, એનએસયુઆઇ)

કુલપતિ પાસેથી યોગ્ય જવાબ ના મળ્યો : હાલમાં ઇન્ચાર્જ કુલપતિ દ્વારા PhD મુદ્દે આશ્વાસન આપવામા આવ્યું છે કે ફેબ્રુઆરી સુધીમાં એડમિશનની પ્રક્રિયા થઈ જશે.પરંતુ કાયમી સ્ટાફની ભરીને લઈને કુલપતિ પાસેથી યોગ્ય જવાબ મળેલ નથી. જો આગામી ફેબ્રુઆરી સુધીમાં એડમિશ ચાલુ નહીં થાય તો આગામી દિવસોમાં રમધુંનથી માંડીને યુનિવર્સિટીને તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

શું કહ્યું કુલપતિએ? : કચ્છ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ડો. ડી.એમ.બકરાણીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની રજૂઆત મુજબ PhD પ્રવેશ સંદર્ભમાં 30મી ડિસેમ્બરના એજ્યુકેટીવ આ બાબતે નિર્ણય લઇ લીધો છે. વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે સ્કોલરશીપનો લાભ મળી શકે તે રીતે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. અન્ય જે ભરતી બાબતે રજૂઆત છે તેના માટે પણ આરઆર તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવશે. આર આર મંજૂર થયા બાદ ભરતી પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ભૌતિક સુવિધાઓ બાબાની બાબતની રજૂઆત કરી છે જે ધ્યાનમાં રાખીને કુલ સચિવ અને એસ્ટેટ ડીપાર્ટમેન્ટનું ધ્યાન દોરેલું છે.

  1. ભાઇ...હવે તો ગધેડાના દિવસો આવ્યા, આ કચ્છી ગધેડાને રાષ્ટ્રીય માન્યતા મળી...
  2. ધોરાજીના ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી, રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

ABOUT THE AUTHOR

...view details