ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Tourism : કચ્છમાં પ્રવાસીઓની સીઝન પૂરબહારમાં, હોટલ હોમ સ્ટે અને રિસોર્ટમાં બુકિંગ ફૂલ - હોટલો કરતા ઓછું ભાડું

કચ્છના સફેદ રણમાં રણોત્સવની શરૂઆત થતાં જ કચ્છમાં પ્રવાસન ફરી ધમધમી ઉઠ્યું છે. ત્યારે શહેરી વિસ્તારોમાં આવેલી હોટલો કરતા ઓછું ભાડું હોતાં પ્રવાસીઓ પણ હોમ સ્ટેનો લાભ લઇ કચ્છની સંસ્કૃતિને ખૂબ નજીકથી જાણવા લાગ્યા છે.

Kutch Tourism : કચ્છમાં પ્રવાસીઓની સીઝન પૂરબહારમાં, હોટલ હોમ સ્ટે અને રિસોર્ટમાં બુકિંગ ફૂલ
Kutch Tourism : કચ્છમાં પ્રવાસીઓની સીઝન પૂરબહારમાં, હોટલ હોમ સ્ટે અને રિસોર્ટમાં બુકિંગ ફૂલ

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2024, 8:29 PM IST

પ્રવાસન ફરી ધમધમી ઉઠ્યું

કચ્છ : નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન સફેદ રણ આસપાસના બન્ની વિસ્તારના ગામડાઓમાં હોમ સ્ટેનું ચલણ વધી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા બે દાયકામાં કચ્છમાં પ્રવાસન પૂરઝડપે વિકસ્યું છે. કચ્છનો સફેદ રણ વિશ્વવિખ્યાત બનતા હવે દેશ દુનિયામાંથી લોકો આ મીઠાનું રણ જોવા કચ્છ પધારી રહ્યા છે. પ્રવાસનને વેગ મળતા કચ્છમાં નાનાથી લઈને મોટા વ્યવસાયો પણ ખીલી ઉઠ્યા છે. જેમાં ખાસ કરીને હોટેલ વ્યવસાયને પણ ખૂબ ફાયદો થયો છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે દાયકાથી પ્રવાસનને ખૂબ વેગ મળ્યો છે અને વિશ્વમાં પ્રવાસનને લઈને કચ્છ પ્રખ્યાત બન્યો છે. ખાસ કરીને દિવાળીના તહેવાર બાદ જિલ્લામાં પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટે છે.

હોટેલ અને રિસોર્ટ ઊભા થઈ ગયા: કચ્છના મુખ્ય શહેરો ઉપરાંત પ્રવાસન સ્થળો આસપાસના ગામોમાં પણ હવે હોટેલ અને રિસોર્ટ ઊભા થઈ ગયા છે જેમાં 3000 રૂપિયાથી લઈને 8500 રૂપિયા જેટલા ભાડામાં લોકો રોકાણ કરી શકે છે. 160 જેટલી હોટલ, રિસોર્ટ, હોમ સ્ટમાં ફૂલ બુકિંગ થઇ ગયેલા છે.

લોકો ભુંગા બનાવી હોમ સ્ટે ચલાવે છે :ઉલ્લેખનીય છે કે ગુજરાત ટુરિઝમમાં રજીસ્ટર થયેલા હોય તેવા 15 જેટલા હોમ સ્ટે કચ્છમાં ધમધમી રહ્યા છે. કચ્છના રજીસ્ટર થયેલા 15 હોમ સ્ટેમાંથી ચાર સફેદ રણની આસપાસ આવેલા છે. ખાસ કરીને આ હોમ સ્ટે કચ્છના પરંપરાગત ભૂંગા આકારમાં હોતાં મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે. આ ઉપરાંત કુકમા અને માધાપર ખાતે પણ લોકો ભુંગા બનાવી હોમ સ્ટે ચલાવી રહ્યા છે.

હોમ સ્ટેનો લાભ

60થી 80 ટકા જેટલું બુકિંગ : હાલ પ્રવાસીઓની સીઝન ફૂલીફાલી છે ત્યારે ભુજ અને સફેદ રણની આસપાસની 160 જેટલી હોટલ, રિસોર્ટ, હોમ સ્ટમાં ફૂલ બુકિંગ ચાલી રહ્યું છે તો તહેવારો દરમિયાન લોકો એડવાન્સ બે મહિના અગાઉથી જ બુકિંગ કરાવી રાખ્યું છે.તો તહેવારો સિવાયના દિવસોમાં પણ 60થી 80 ટકા જેટલું બુકિંગ થઈ જતું હોય છે.

પ્રવાસીઓની હોમ સ્ટે પ્રત્યેની પસંદગી પણ વધી :કચ્છમાં હોટેલ અને રિસોર્ટની ધમધમાટ વચ્ચે હવે કચ્છમાં હોમ સ્ટે પણ ખીલી રહ્યું છે. લોકો પોતાના ઘરમાં અથવા તો પોતાની માલિકીના ખાલી ઘરમાં આવા પ્રવાસીઓને આવકારી તેમને અનેક સુવિધાઓ પણ પૂરી પાડી રહ્યા છે. શહેરોમાં આવેલા હોટેલ રિસોર્ટ કરતા આ હોમ સ્ટેનું ભાડું ઓછું હોતાં પ્રવાસીઓની હોમ સ્ટે પ્રત્યેની પસંદગી પણ વધી રહી છે. આવા હોમ સ્ટેનું ભાડું સીઝન મુજબ બદલતું રહે છે અને જે 3000થી 6000 સુધી પહોંચે છે. આ વર્ષે કચ્છના રણમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે કચ્છની તમામ હોટલો, રિસોર્ટ અને હોમસ્ટે ખીચોખીચ ભરાયા છે, લોકોએ પણ 31મી ડિસેમ્બર માટે બે મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે.

કચ્છમાં હોસ્પિટાલિટી ઉદ્યોગ વિકસી રહ્યો છે : ભુજ હોટેલ એસોસિયેશનના અગ્રણી હેમલ માણેકે જણાવ્યું હતું કે, અત્યારે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા જેમ આખા ભારત વર્ષમાંથી પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભારતવર્ષ તેમજ વર્લ્ડમાંથી કચ્છ બાજુ આવી રહ્યા છે. ખૂબ મોટા પ્રમાણમાં હોટલોનું બુકિંગ છે. ભુજની આજુબાજુ લગભગ 160 જેટલી હોટલ્સ હોમ સ્ટે અને રણ ઉત્સવનો બધી જ હોટલો બધું જ પેક છે. અત્યારે મોટી સંખ્યામાં લોકો પ્રવાસીઓ આવી રહ્યા છે અને કચ્છના નાનામાં નાના હોમ સ્ટે ચલાવતા લોકોથી કરી મોટા મોટા હોટેલિયર સુધી બધાને રોજેરોટીનું એક નવું સાધન એક હોસ્પિટાલિટી ઉદ્યોગ ભારત વર્ષમાં વિકસી રહ્યો છે. જેનો લાભ બધાને ખૂબ મોટા પ્રમાણમાં મળી રહ્યો છે. બધાંને નાના રિક્ષાવાળાથી કરી ટ્રાવેલ્સના ધંધાવાળાથી કરી હોટલ બિઝનેસથી કરી હોમ સ્ટેમાંં પણ લોકોને ખૂબ સારા પ્રમાણમાં રોજીરોટી મળી રહી છે. આ નાનામાં નાના લોકોને ગામડે ઘરબેઠા હોમ સ્ટેનો બિઝનેસ પણ મળી રહ્યો છે મોટા મોટા હોટેલમાં પણ અત્યારે હોસ્પિટાલિટી ઉદ્યોગ ખૂબ સારા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે.

  1. Happy New Year 2024: નવા વર્ષની ઉજવણી કચ્છમાં, વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં પ્રવાસીઓનું ઘોડાપુર
  2. Kutch Dhordo Site : ધોરડોમાં દારૂની છૂટ આપવાની વિચારણા અંગે શું છે કચ્છના લોકોનો અભિપ્રાય

ABOUT THE AUTHOR

...view details