ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News : કચ્છ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આપ્યું કલેકટરને આવેદનપત્ર - કલેકટરને આવેદનપત્ર

કચ્છ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સુધી વાત બુલંદ અવાજે પહોંચે તે માટે સંચાલકો, આચાર્યો, શિક્ષકો, ક્લાર્ક સહિતના સદસ્યોએ આવેદનપત્ર આપી પ્રશ્નોનો ઉકેલ માગ્યો છે.

કચ્છ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આપ્યું કલેકટરને આવેદનપત્ર
કચ્છ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે આપ્યું કલેકટરને આવેદનપત્ર

By

Published : Jul 20, 2023, 9:21 PM IST

પ્રશ્નોનો ઉકેલ માગ્યો

કચ્છ : કચ્છ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સુધી વાત બુલંદ અવાજે પહોંચે તે માટે કચ્છ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના સર્વે હોદ્દેદારો તથા કચ્છ જિલ્લાના પ્રત્યેક ઘટક સંઘના અગ્રેસર સંચાલકો, આચાર્યો, શિક્ષકો, ક્લાર્ક સહિતના લોકોએ કચ્છ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

શિક્ષણપ્રધાનેપરિપત્રોની ખાતરી આપી હતી : શૈક્ષણિક સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે અગાઉ મુખ્યપ્રધાન, શિક્ષણપ્રધાન, શિક્ષા સચિવ તથા નાણાં વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા માંગણીઓનો સ્વીકાર કરવામાં આવેલ હતો. વિધાનસભાની ચૂંટણી અગાઉ સરકાર દ્વારા તમામ પ્રશ્નોના ઉકેલ અંગેની ખાતરી આપી ટુંક સમયમાં તમામ ઠરાવ કરવા સ્વીકારવામાં આવ્યું હતું. ચૂંટણીઓ બાદ શિક્ષણપ્રધાને તમામ પરિપત્રો કરવાની ખાતરી આપી હતી.

ઠરાવની જાહેરાત કરાઇ હતી :ત્યાર બાદ એપ્રીલ માસમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણપ્રધાન ડો. કુબેર ડીડોર અને પ્રફુલ પાનસુરીયા, શિક્ષણ સચિવ વિનોદ રાવ, અને ઉ.મા.શિ. બોર્ડના અધ્યક્ષ એ.જે.શાહ અને સંબંધિત તમામ અધિકારીઓની હાજરીમાં સંકલન સમિતિ સમક્ષ શાળઓનું નવું સત્ર શરૂ થાય તે પહેલા ઠરાવ બહાર પાડવાની જાહેરાત કરી હતી.

અત્યાર સુધીમાં ત્રણ ત્રણ વખત જાહેરાત કરવામાં આવ્યા પછી શાળાઓ શરૂ થયાને દોઢેક માસ થવા છતાં હજુ પણ મોટા ભાગની શાળાઓમાં શિક્ષક, કારકુન, પટાવાળા, ગ્રંથપાલ, લેબ ટીચર વગર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કામગીરી થઈ રહી છે. શાળાઓમાં પૂરતો સ્ટાફ ન હોવા છતાં હાલમાં યુ.ડાયસ, આધાર ડાયસ TATની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી, પૂરક પરીક્ષાનું નિરીક્ષણ અને પરીક્ષણ એકમ, કસોટીની ઓનલાઈન એન્ટ્રી, શિષ્યવૃત્તિ દરખાસ્ત જેવી કામગીરીની જવાબદારીઓના લીધે વિદ્યાાર્થીઓના શિક્ષણકાર્ય પર વિપરીત અસર પડી રહી છે... રણજીતસિંહ જાડેજા(પ્રમુખ, કચ્છ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ)

તાત્કાલિક પરિપત્રની માગણી : જો તાત્કાલિક ઠરાવ કે પરિપત્ર ન આવે તો વિરોધ કાર્યક્રમો શિક્ષકોના તમામ પ્રશ્નોનો ઉકેલ આવ્યા છતાં આજદિન સુધી ઠરાવ કે પરિપત્ર થયેલ ન હોવાથી શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આગામી સમયમાં જુદાં જુદાં કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સિવાયની તમામ અન્ય કામગીરી જેવી કે યુ ડાયસ, આધાર ડાયસ, શિષ્યવૃત્તિ, જાતિ પ્રમાણપત્ર, એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી, કલા ઉત્સવ, યુવા ઉત્સવ જેવા તમામ ઉત્સવો વગેરે કામગીરીઓનો નિકાલ કરવામાં આવશે.

કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફ૨જ બજાવશે : સોમવારના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફ૨જ બજાવશે. સંચાલકોની ઉપસ્થિતિમાં પ્રથમ 2 તાસમાં વાલી સંમેલન યોજી વાલીઓને શાળામાં કર્મચારીઓની ઘટ અને શિક્ષકોને આપવામાં આવતી શિક્ષણ સિવાયની કામગીરીને લીધે બાળકોના શિક્ષણ ઉપર પડતી વિપરીત અસરોથી વાકેફ કરવામાં આવશે.તો શનિવારના રોજ તમામ ઘટક સંઘના હોદેદારો ભેગા મળી સંસદ સભ્ય તથા ધારાસભ્યોને આવેદનપત્ર આપશે.

આવેદનપત્રમાં રજૂઆતો

વિવિધ પડતર પ્રશ્નો બાબતે રજૂઆતો : કલેક્ટરને આવેદનપત્ર આપી જે બાબતો રજૂ કરવામાં આવી છે તેમાં 1) શૈક્ષણિક કર્મચારીઓની સો ટકા કાયમી ભરતી, 2) બિનશૈક્ષણિક કર્મચારીઓને કારકૂન, ગ્રંથપાલ, પટાવાળા, પ્રયોગશાળાની ભરતી મંજૂરી, 3) પ્રવાસી શિક્ષકની ભરતીની સંચાલક મંડળને સત્વરે છૂટ આપવી, 4) 1/04/ 2005 પહેલાંના શિક્ષક કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ પાડતો પરિપત્ર, 5) અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ રદ કરવી, 6) વર્ગ આધારિત ગ્રાન્ટમાં સુધારો કરી પરિપત્ર કરવો, 7) આચાર્યને 5/01/ 1965 ના એક ઇજાફા આપવા બાબતનો પરિપત્ર કરવો, 8) બિન શૈક્ષણિક સંવર્ગની જગ્યાઓ 16/08/2017 ના ઠરાવથી રદ કરેલ છે તે પુનર્જીવિત કરવો, 9) આ ઠરાવ તારીખથી ખાલી પડેલ જગ્યા પર બિનશૈક્ષણિક વર્ગની ખાલી જગ્યા ઉપર મહેકમની જોગવાઈ મુજબ પ્રમોશન, 10) ખાતાકીય પરીક્ષા પહેલાના પાત્રતા ધરાવતા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી આપવાનું જણાવાયું છે.

આવેદનપત્રમાં રજૂઆતો

રજા રોકડ ખાતાકીય પરીક્ષા મામલે ઉકેલ જોઇએ : આ સાથે 11) વર્ધિત પેન્શન યોજનાધારક કર્મચારીઓના અવસાન કે નિવૃત્ત સમયે 300 રજા રોકડના રૂપાંતર પરિપત્રની સ્પષ્ટતા અને અમલ, 12) અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક અને કર્મચારીઓની ભરતી કરવી, 13) બિનશૈક્ષણિક કર્મચારીઓની ખાલી પડેલ જગ્યા પર ક્લાર્ક સેવકની ભરતીમાં ખાતાકીય પરીક્ષા લેવાય, 14) તે પહેલાના બઢતી મેળવવા પાત્ર ક્લાર્ક અને પટાવાળા કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી બઢતી આપવી, 15) જૂના શિક્ષકની ભરતી કરવી અને સ્વીકાર્યા મુજબ કોર્ટમાંથી એલપીએ પરત ખેંચવી, 16) સાતમા પગાર પંચના તફાવત બાકી પાંચમો હપ્તો તાકીદે આપવો,17) એફ.આર.સી. દ્વારા નિયમ કરવામાં આવેલી ફીના સ્લેબમાં ફેરફારની માગણી અને 18) પ્રાથમિકમાં 22,000 માધ્યમિકમાં રૂ.33,000 અને ઉ.મા. 40000,લઘુત્તમ ફી નકકી જોઇએ અને દર વર્ષે ૭ ટકા વધારો કરવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆતો સરકાર સુધી પહોંચાડવામાં આવી છે.

  1. Kutch News : શું તમે વિચાર્યું છે કે પસ્તીથી કોઈને શિક્ષણ મળી શકે છે, દર વર્ષે આ ગ્રુપ પસ્તીથી અનેક બાળકોને ભવિષ્ય માટે કરે છે મદદ
  2. New Education Policy: ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓઓમાં લાગુ થશે નવી શિક્ષણનીતિ, પોસ્ટ ગ્રેજયુએટ માત્ર એક જ વર્ષ રહેશે
  3. Balvatika 2023 : નવી શિક્ષણનીતિને લઈને બાલવાટિકામાં બાળકોને શું ભણાવશે શિક્ષકો જુઓ

ABOUT THE AUTHOR

...view details