ગુજરાત

gujarat

By

Published : Aug 4, 2023, 10:23 AM IST

ETV Bharat / state

Kutch News : કચ્છમાં પ્રથમ વખત માંડવીના દરિયા કિનારે ભગવાન સત્યનારાયણની કથા યોજાઈ હતી

કચ્છમાં પ્રથમ વખત સમુદ્ર કિનારે અધિક માસમાં અધિક આયોજન કરવામાં આવ્યું હતું. માંડવી બીચ પર સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 28 જેટલા યુગલ જોડાયા હતા તો 500 જેટલા લોકોએ આ કથા સાંભળી હતી. માંડવીના રમણીય બીચ પર ધાર્મિક માહોલ સર્જાયો હતો.

Etv Bharat
Etv Bharat

કચ્છ : ઇતિહાસમાં પ્રથમ વખત દરિયા કિનારે સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથાનું આયોજન માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ કર્યું હતું. તો કથાના પાંચમાં અધ્યાયનું વાંચન ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ પોતે કર્યું હતું. જેમાં તેમને ધાર્મિક મહત્વ, અહંકાર અને નિષ્ઠા વગેરે જેવા વિષયોનું વર્ણન કર્યું હતું. જ્યારે વ્યાસપીઠ પર વિવેક જોષીએ કથાનું વર્ણન કર્યું હતું. આ કથામાં સર્વ ધર્મના લોકો જોડાયા હતા. કથા સાંભળવા આવેલા તમામ લોકોને પ્રસાદ રૂપે તુલસીના તેમજ બિલી પત્રના છોડ આપવામાં આવ્યા હતા.

Kutch News

વિશ્વના કલ્યાણ અર્થે આયોજન : માંડવી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે,"દરિયા કિનારે અધિક માસમાં કોઈપણ પ્રકારની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા રહેલો છે. ખાસ કરીને ભારતીય સનાતન સંસ્કૃતિમાં અધિક માસમાં પૂજાનું મહત્વ વધું રહેલું છે. હાલમાં જી-20 નું પ્રતિનિધિત્વ પણ ભારત પાસે છે અને મુખ્ય ઉદેશ્ય પણ વસુદેવ કુટુંબકમની ભાવનાનો રહેલો છે. વિશ્વના કલ્યાણ અર્થે આ આયોજન કરવામાં આવ્યું છે."

Kutch News

21 સમાજના લોકો કથામાં જોડાયા :"આજે માંડવીના બીચ પર સમરસ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એટલે કે 21 સમાજના લોકો જેમાં વાલ્મિકી સમાજ, મહેશ્વરી સમાજ, જૈન સમાજ, બ્રાહ્મણ સમાજ, ક્ષત્રિય સમાજ, દરજી સમાજ, સોલંકી સમાજ, જોગી સમાજ તમામ સમાજો તેમજ 28 જેટલા યુગલ જોડાયા હતા. સત્યનારાયણની કથા એટલે કે સત્યની કથા, સત્યને ઉજાગર કરવાની કથા અહીં કરવામાં આવી હતી. કથા પૂર્ણ થયા બાદ તુલસી અને બિલીપત્રના છોડ અહીં પ્રસાદ રૂપે આપવામાં આવ્યા હતા. અહીં પ્રસાદમાં આપવામાં આવેલ તુલસી અને બીલીપત્રના પાન જ મંદિરમાં જ્યારે ચડાવવામાં આવશે ત્યારે કોઈ પણ પ્રકારનો જ્ઞાતિભેદ રહેશે નહીં.

  1. Kutch Kharif Crop Planting : જિલ્લામાં 83.04 ટકા હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, જાણો કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર
  2. Street Vending Zone : ભુજના નાગરિકોને મળશે સ્ટ્રીટ વેન્ડીંગ ઝોન, જુઓ તસવીરો

ABOUT THE AUTHOR

...view details