કચ્છ : ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કચ્છની દેશદેવી મા આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને તેમના પરિવારની મા આશાપુરા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે.આજે વહેલી સવારે રવીન્દ્ર જાડેજા તેમની પત્ની રીવાબા જાડેજા સાથે માતાના મઢ પહોંચ્યા હતા અને દેશદેવી મા આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દંપતિએ વહેલી સવારે દર્શન કર્યાં ઇન્ડીયન ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર પ્લેયર રવીન્દ્રસિંહ જાડેજા કચ્છમાં ઇન્ડીયન ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર પ્લેયર રવીન્દ્ર જાડેજા તેમજ તેમના ધર્મપત્ની રીવાબા જાડેજા કે જેઓ ઉત્તર જામનગર વિધાનસભાના ધારાસભ્ય છે તેમણે આજે વહેલી સવારે કચ્છના માતાના મઢ સ્થિત મા આશાપુરા માતાજીના દર્શન કરી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવ્યું હતું. લોકોની ભીડ ન જામે તે માટે કરીને રવીન્દ્રસિંહ જાડેજા અને તેમના પત્નીએ વહેલી સવારે જ મંદિરે આવીને માતાજીના દર્શન કર્યાં હતાં.
માતાના મઢ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજા અને તેમના પત્નીએ વહેલી સવારે જ માતાજીના દર્શન મેળવી આશીર્વાદ મેળવ્યા હતા. આઇપીએલની સીઝન પૂર્ણ થયા બાદ રવીન્દ્ર જાડેજા માતાના મઢ અચૂકપણે દર્શન કરવા આવે છે. આ વર્ષે ચેન્નાઇ સુપર કિંગ્સની જીતમાં રવીન્દ્ર જાડેજાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો...ગિરીશ જોષી(માતાના મઢના સ્થાનિક )
મા આશાપુરા પ્રત્યે અનેરી શ્રદ્ધા માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબાને આવકારવામાં આવ્યાં હતાંં. ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ક્રિકેટ ખેલાડી રવીન્દ્ર જાડેજા અને તેમના પરિવારને કચ્છના માતાના મઢ ખાતે બિરાજમાન દેશદેવીમા આશાપુરા પ્રત્યે અનેરી શ્રદ્ધા છે.
- 450 વર્ષના ઇતિહાસમાં માતાના મઢ ખાતે બે વાર પતરી વિધિ થઈ
- IPL Final 2023 : અમદાવાદમાં આઈપીએલ ફાઇનલમાં રીવાબાનો રુતબો વધ્યો, સાડી પરિધાન અને પતિના ચરણ સ્પર્શથી વધાર્યું માન
- Ravindra Jadeja 250 Test Wickets : રવિન્દ્ર જાડેજા 2500 રન બનાવનાર અને 250 વિકેટ લેનાર નંબર 1 ભારતીય ખેલાડી બન્યો