ગુજરાત

gujarat

ETV Bharat / state

Amit Shah in Kutch : ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં મૂરિંગ પ્લેસ સહિત સુરક્ષા પ્રકલ્પોમાં મહત્ત્વના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યાં - અમિત શાહ કચ્છમાં

કેન્દ્રીય ગૃહપ્રધાન ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં મૂરિંગ પ્લેસ સહિત સુરક્ષા પ્રકલ્પોમાં મહત્ત્વના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યાં છે. તેમણે મૂરીંગ પ્લેસનું ભૂમિપૂજન,ચિડિયામોડ બિયારબેટ લિંક રોડનું નિર્માણ, બોર્ડર પીલર 1164 પર ઓપી ટાવર સહિતના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યાં છે. વધુ જાણો આ અહેવાલમાં.

Amit Shah in Kutch : ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં મૂરિંગ પ્લેસ સહિત સુરક્ષા પ્રકલ્પોમાં મહત્ત્વના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યાં
Amit Shah in Kutch : ગૃહપ્રધાન અમિત શાહે કચ્છમાં મૂરિંગ પ્લેસ સહિત સુરક્ષા પ્રકલ્પોમાં મહત્ત્વના લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યાં

By

Published : Aug 12, 2023, 9:19 PM IST

સુરક્ષા પ્રકલ્પોમાં મહત્ત્વના લોકાર્પણ અને ભૂમિપૂજન

કચ્છ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે છે અને સવારથી તેમણે જુદાં જુદાં કાર્યક્રમોમાં હાજરી આપી છે. જેમાં ગાંધીધામ ખાતેના IFFCO ના નેનો DAP (લિકવિડ) પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું ત્યાર બાદ સરહદી વિસ્તાર કોટેશ્વર ખાતે બીએસએફના જવાનો સાથે મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન કર્યું હતું. અમિત શાહે કોટેશ્વરના સ્થાનિક લોકોને તેમજ બીએસએફના જવાનોની સંબોધતા પ્રકલ્પોની વધુ જાણકારી આપી હતી.

મૂરીંગ પ્લેસનું ભૂમિપૂજન, લિંક રોડ અને ઓપી ટાવરનું ઉદઘાટન : કચ્છના સરહદી વિસ્તાર કોટેશ્વરમાં દેશમાં બીએસએફ માટે પ્રથમ વખત આ મૂરિંગ પ્લેસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે.જે સુરક્ષાને મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સાથે તેમણે હરામીનાળા વિસ્તારમાં બોર્ડર પિલર નંબર 1164 પર નવા બનેલા ચિડિયામોડ-બિયારબેટ લિંક રોડ અને ઓપી ટાવરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

257 કરોડના ખર્ચે મૂરિંગ પ્લેસ પ્રોજેક્ટ : કોટેશ્વર ખાતે 257 કરોડના ખર્ચે મૂરિંગ પ્લેસ પ્રોજેક્ટનું અનાવરણ એ સરહદ સુરક્ષા દળોની ક્ષમતાઓને વધારવા માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. કોટેશ્વર કિનારે 60 એકરનું મૂરિંગ પ્લેસ બનાવવામાં આવશે, જે ખાડી વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના પાણીના જહાજો માટે મહત્વપૂર્ણ માળખાકીય સુવિધા તરીકે કામ કરશે. આ અત્યાધુનિક મૂરિંગ પ્લેસ ક્રીક વિસ્તારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની દરિયાઈ સુરક્ષા કામગીરીને સરળ બનાવશે અને વિસ્તારમાં તૈનાત સરહદ રક્ષકો માટે સંસાધનોની ઉપલબ્ધતામાં નોંધપાત્ર સુધારો કરશે.

ચિડિયામોડ-બિયારબેટ લિંક રોડનું નિર્માણ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચિડિયામોડ-બિયારબેટ લિંક રોડ અને હરામી નાળા વિસ્તારમાં બાઉન્ડ્રી પિલર 1164 પાસે ઓપી ટાવરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. લિન્ક રોડનું નિર્માણ સરહદી વિસ્તારોમાં પહોંચ અને કનેક્ટિવિટી સુધારવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યું છે. કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ દ્વારા 106.2 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ 28.2 કિમી લંબાઈનો આ નવનિર્મિત માર્ગ, સરહદ રક્ષકો અને સંસાધનોની સરળ હિલચાલની સુવિધા આપે છે, જેનાથી પ્રદેશમાં સરહદ વ્યવસ્થાપન અને સુરક્ષા કામગીરીમાં વધારો થાય છે.

બોર્ડર પીલર 1164 પર 3 કરોડના ખર્ચે ઓપી ટાવર : હરામીનાળા ખાતે બોર્ડર પrલર 1164 પર રુપિયા 3 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ ઓપી ટાવર સીમા સુરક્ષા દળની ચોવીસ કલાક હાજરી સુનિશ્ચિત કરીને સુરક્ષાને મજબૂત કરી રહ્યું છે. આ ટાવરના નિર્માણથી આ વિસ્તાર અભેદ્ય બની ગયો છે.આ ટાવર 9.5 મીટર ઊંચું છે અને આ ટાવરમાં 8થી 10 જવાનો રહી શકે તેવી વ્યવસ્થા પણ છે. તો હાઇટેક PTZ કેમેરાથી પણ સજજ છે.

આપણા દેશની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકાર પૂરતું સમર્પણ આપી રહી છે. કોટેશ્વર ખાતેનું મૂરિંગ પ્લેસ સીમા સુરક્ષા દળના તરતા BOP અને પાણીના જહાજોની જાળવણીમાં મદદ કરશે અને દુર્ગમ ક્રીક પર ચોવીસ કલાક સર્વેલન્સ અને કામગીરી માટે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. રોડ કનેક્ટિવિટી બોર્ડર સિક્યોરિટી ફોર્સની ઓપરેશનલ અને એડમિનિસ્ટ્રેટિવ જરૂરિયાતોને પહોંચી વળવા સરહદી વિસ્તારોમાં ઝડપી ગતિવિધિમાં મદદ કરી રહી છે. હરામી નાળામાં ઓપી ટાવરના નિર્માણથી પાકિસ્તાની માછીમારો દ્વારા ગેરકાયદે ઘૂસણખોરીના પ્રયાસો પર અંકુશ આવશે. દેશની સરહદોને સુરક્ષિત કરવામાં સરહદ સુરક્ષા દળના અથાક પ્રયાસો, અતૂટ પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતા પ્રસંશનીય છે...અમિત શાહ(કેન્દ્રીય ગૃહપ્રધાન)

સાર્વભૌમત્વ સુનિશ્ચિત કરવા પ્રયાસ : દેશની સરહદોની સુરક્ષા અને સાર્વભૌમત્વ સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાંની વાત કરતાં અમિત શાહે સીમા સુરક્ષા દળની ઓપરેશનલ ક્ષમતાઓને આગળ વધારવામાં આ માળખાકીય વિકાસની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. કચ્છના સરહદી વિસ્તારમાં આ પહેલ સરહદી માળખાના આધુનિકીકરણ અને મજબૂતીકરણ અને સુરક્ષા માળખાને વધારવા અને આપણી રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કોટેશ્વર ખાતે મૂરિંગ પ્લેસ, ચિડિયામોડ બિયારબેટ લિંક રોડ પર ઓપી ટાવરનું નિર્માણ અને બોર્ડર પિલર 1164 એ આપણા દેશની સરહદોની સુરક્ષા અને સાર્વભૌમત્વ સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે.

ગૃહરાજ્યપ્રધાન સહિત બીએસએફ અધિકારીઓ ઉપસ્થિત : આ કાર્યક્રમમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, કચ્છ સાંસદ વિનોદ ચાવડા, અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, BSF DIG નીતિન અગ્રવાલ, BSF સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ,પી.વી. રામા શાસ્ત્રી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (વેસ્ટર્ન કમાન્ડ) રવિ ગાંધી, ઈન્સ્પેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ગુજરાત ફ્રન્ટિયર, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ રાજ્ય પ્રશાસન અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બીએસએફની પ્રશંસનીય કામગીરી : બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષમાં પ્રશંસનીય કામગીરી કરી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ ગુજરાતે બાડમેરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર 02 પાકિસ્તાની ઘૂસણખોરોનો સફાયો કર્યો. જ્યારે સરહદ વિસ્તારમાંથી 09 પાક, 04 બાંગ્લાદેશી અને 05 અન્ય નાગરિકોની ધરપકડ કરી. આ સમયગાળા દરમિયાન ખાડી અને હરામી નાળા વિસ્તારમાં 25 પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને 81 પાકિસ્તાની માછીમારી બોટ પણ જપ્ત કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન આશરે રૂ. 600 કરોડના નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યા હતાં, જેમાં 119 કિલો હેરોઈન, 130 કિલો ચરસ, 03 કિલો એમ્ફેટામાઈન અને 160 કિલો ડોડાનો સમાવેશ થાય છે.

  1. Sedition Law: શું છે અંગ્રેજોના જમાનાનો રાજદ્રોહ કાયદો કે જેને સરકાર રદ્દ કરવા કરી રહી છે...
  2. Amit Shah 2 day Gujarat visit: અમિત શાહ 2 દિવસીય ગુજરાતની મુલાકાતે, ભુજ એરપોર્ટ પર નવા પ્રોજેક્ટ ઉદઘાટન કરશે
  3. Monsoon Session: આઈપીસી પર રજૂ થયેલું નવું બિલ રાજદ્રોહના ગુનાને સંપૂર્ણ રીતે ખતમ કરશેઃ અમિત શાહ

ABOUT THE AUTHOR

...view details