ગુજરાત

gujarat

ETV Bharat / state

Narnarayan Mahotsav: દ્વિશતાબ્દી ઉત્સવમાં વાસણના બદલે રોજ 5 લાખ પતરાળી ડિશનો ઉપયોગ, પર્યાવરણને નહીં થાય નુકસાન - Narnarayan Mahotsav

દ્વિશતાબ્દી મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી પતરાવાળી પ્લેટમાં ભક્તોને ભોજન પીરસવામાં આવે છે. ભક્તિ ભોજન ભાવ સાથે પર્યાવરણ અને પ્રદુષણ નું ધ્યાન રાખવામાં આવે છે. જમીનમાં આઠ ફૂટ ખાડો ખોદી તેમાં આ પતરાળી ડિશનો નાખવામાં આવી રહી છે. 60થી 70 દિવસોમાં 200 ટનથી વધારે ખાતર તૈયાર થશે.

મહોત્સવ પૂર્ણ થયા બાદ પ્લેટમાંથી બનાવાશે ખાતર
મહોત્સવ પૂર્ણ થયા બાદ પ્લેટમાંથી બનાવાશે ખાતર

By

Published : Apr 26, 2023, 3:43 PM IST

Updated : Apr 26, 2023, 4:48 PM IST

દ્વિશતાબ્દી ઉત્સવમાં વાસણના બદલે રોજ 5 લાખ પતરાવાળી પ્લેટનો ઉપયોગ

કચ્છ/ભુજ:ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. તેને 200 વર્ષ પૂર્ણ થતાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવ દિવસીય નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ મહોત્સવમાં ભાગ લેવા લાખો હરિભક્તો આવ્યા છે. ત્યારે તેમના ભોજન માટે વિશાળ રસોડું અને ભોજનશાળા ઊભી કરાઇ છે. આટલા વિશાળ જન સમૂહ ભોજન બાદ ન્યૂનતમ પ્રમાણમાં બગાડ થાય તે માટે ખાસ પતરાળી ડિશનો વાપરવામાં આવે છે. તેના વપરાશ બાદ તેમાંથી ખાતર બનાવવામાં આવે છે.

વાસણ વ્યવસ્થા કરવામાં આવી:દ્વિશતાબ્દી મહોત્સવમાં પર્યાવરણને નુકસાન ન થાય તેવા ઉદ્દેશ્ય સાથે જમવા માટેના વાસણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર દ્વારા ઓરિસ્સાના કટકથી પતરાળી ડિશની ડિઝાઇન બનાવડાવવામાં આવી હતી. મહોત્સવ દરમિયાન લાખો હરિભક્તોને ભોજન પ્રસાદ કરવામાં આવી રહ્યો છે. પરિણામે મહોત્સવના 9 દિવસો દરમિયાન ક્યાંય પણ પર્યાવરણ કે વાતાવરણ પ્રદુષિત ના થાય અને સાથોસાથ પ્લેટનું રિસાયક્લિંગ થાય તેવા હેતુસર આ પ્લેટનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર બાદ તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવશે.

આ પણ વાંચો Kutch Crime News : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના 14 દિવસના થયા રિમાન્ડ મંજૂર

પતરાવાળી પ્લેટનો ઉપયોગ: ભુજ સ્વામિનારાયણ મંદિર શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ માં દરરોજના એક સમયે 2.5 લાખથી 3 લાખ હરિભક્તોએ પ્રસાદ લીધો છે. તો દરરોજ 5 થી 6 લાખ ડિશ નો ઉપયોગ થતો હતો.મોટી સંખ્યામાં ભોજન લેતા હરિભક્તો માટે ખાસ અગાઉના સમયમાં જેનો ઉપયોગ કરતા તેવી પતરાળી ડિશનો અને વાટકાનો વપરાશ કરવામાં આવે છે. ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી દ્વારા પ્લાસ્ટિક અને કાગળની પ્લેટના કારણે પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે ખાસ દાયકાઓ પહેલા વપરાતી પતરાળી ડિશનો વાપરવા માટે અનુરોધ કર્યો હતો.

વિશેષ વ્યવસ્થા:દરરોજની 6 લાખ પ્લેટમાંથી બનશે ખાતર મહોત્સવમાં દરરોજની 6 લાખ જેટલી પ્લેટ વપરાશમાં લેવાયા બાદ આ ઇકો ફ્રેન્ડલી ડિશનો નિકાલ કરવા પણ સ્વયંસેવકો દ્વારા એક વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં કેરા ગામમાં આવેલી હરિભક્તની જમીનમાં આ પ્લેટ રિસાયકલ કરવામાં આવે છે. દરરોજ બે વખત ટ્રક ભરીને અહીં ઉપયોગમાં લેવાયેલ પ્લેટ પહોંચાડવામાં આવે છે. તેમાંથી ખેતીમાં ઉપયોગમાં લઇ શકાય તેવો ખાતર બનાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો દ્વિશતાબ્દી મહોત્સવઃ મોહન ભાગવતે કહ્યું, નરનારાયણ દેવના કારણે આજે કચ્છ ઓળખાય છે

200 ટન ખાતર:ઉલ્લેખનીય છે કે, આ પ્લેટો સાથે ગોબર, ગૌમૂત્ર અને ગૌ કૃપામૃત બેક્ટેરિયા મિક્સ કરીને તેમાંથી ખાતર બનાવવામાં આવશે. ખાતર બનાવવા માટે જમીનમાં આઠ ફૂટ ખાડો ખોદી તેમાં આ પ્લેટનો અને ગોબર અને ગૌમૂત્રનો મિશ્રણ તેમાં નાખવામાં આવે છે. મહોત્સવના અંત સુધીમાં 40 થી 50 લાખ જેટલી પ્લેટ જમા કર્યા બાદ આ ખાડો પૂરવામાં આવશે. 60થી 70 દિવસોમાં 200 ટનથી વધારે ખાતર તૈયાર થશે. વેસ્ટ પ્લેટમાંથી તૈયાર કરવામાં આવેલું ખાતર ગાય આધારિત ખેતી માટે વાપરવામાં આવશે.

Last Updated : Apr 26, 2023, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details