ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના નર્મદા સિંચાઈ પાણી મુદ્દે પત્ર વિવાદ છેડનાર છેડાનો મુખ્યપ્રધાનને વધુ એક પત્ર, જાણો વિગત... - રાપરના પુર્વ ધારાસભ્ય

કચ્છ જિલ્લાને નર્મદાના સિંચાઈના પાણીના મુદ્દે પત્ર વિવાદ છેડનારા પૂર્વ રાજયપ્રધાન તારાચંદ છેડાએ રાજકિય ઈચ્છાશકિતના મુદ્દે રાજયની રૂપાણી સરકારમાં હસ્તક્ષેપ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. રાજયના મુખ્યપ્રધાને ગુરૂવારના કચ્છના પાણીના મુદ્દે હાઈપાવર કમિટિની બેઠક બોલાવીને આપેલું માર્ગદર્શન અને સુચનને આવકારી છેડાએ મુખ્યપ્રધાનને અભિનંદ પાઠવ્યા છે. તેનો સીધો અર્થ થયો છે કે રૂપાણી સરકારની રાજકીય ઈચ્છાશકિત હવે સક્રિય થઈ છે અને તેને જાળવી રાખવાનું સુચન પણ છેડા કર્યું છે.

કચ્છના નર્મદા સિંચાઈ પાણી મુદ્દે પત્ર વિવાદ છેડનાર છેડાનો મુખ્યપ્રધાનને વધુ એક પત્ર
કચ્છના નર્મદા સિંચાઈ પાણી મુદ્દે પત્ર વિવાદ છેડનાર છેડાનો મુખ્યપ્રધાનને વધુ એક પત્ર

By

Published : Jul 3, 2020, 5:33 PM IST

કચ્છઃ એક યાદીમાં તારાચંદ છેડાએ જણાવ્યું કે, રાજયના મુખ્યપ્રધાને હાઈપાવર કમિટિની બેઠક બોલાવી તે અભિનંદનીય છે, ગત દુષ્કાળમાં રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સતત મોનિટરિંગ સાથે કચ્છની જનતાને આશ્વાસન આપ્યું હતું કે, દુષ્કાળ પડશે પણ નડશે નહી તે રીતે હવે તેમની સરકાર કચ્છના નર્મદાના પાણી માટે પણ સાર્થક કામગીરી કરતી થઈ હોય તેવી આશા કચ્છની જનતામાં બંધાઈ છે.

કચ્છના નર્મદાના સિંચાઈના પાણીના મુદ્દે પત્ર વિવાદ છેડનાર છેડાનો મુખ્યપ્રધાનને વધુ એક પત્ર, જાણો વિગત...

નર્મદા બંધની ફાઈલને વડાપ્રધાન બન્યાના 17માં દિવસે જ મંજૂરી આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની કેનાલ માટે પર્યાવરણીય મંજૂરી આપી હતી. આ પછી તત્કાલીન મુખ્યપ્રધાન આનદીબેન પટેલે, રાપરના પુર્વ ધારાસભ્ય અને તારચંદ છેડાએ બે વર્ષનું કામ માત્ર ચાર મહિનામાં પુરૂ કરી બતાવીને કચ્છની વાગડ ધરાને નર્મદાના પાણીથી તૃપ્ત કરી દીધી હતી. હવે આ રીતે કચ્છના નર્મદાના પાણીના મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકાર પણ કંઈ કરી બતાવે એમ કહીને તેમણે સતત મોનિટરિંગ અને દર મહિને હાઈપાવર કમિટિની બેઠક બોલાવાય તેવુ સુચન કર્યું છે.

છેડાએ પત્રના અંતે જણાવ્યું કે, બજેટમાં કચ્છના પાણી માટે ખાસ ફાળવણી, 100 કરોડની ફાળવણીને વહીવટી મંજૂરી, જમીન સંપાદન માટે ખાસ અધિકારીની નિમણુંક ખેડુતોને વળતર સહિતના મુદ્દે આ રીતે જ કામ થશે તો જ પરીણામ મળશે. ઉપરાંત તેમણે બે માસમાં વિવિધ સ્તરેથી થયેલી રજૂઆતના મુદ્દે સરકારે આપેલા પ્રત્યુતર માટે સરકારને અબિનંદન આપ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details