કચ્છઃ મુન્દ્રામાંથી અઠવાડિયા અગાઉ કાપડની આડમાં (Kutch Mundra Heroin seized Case) ઝડપાયેલા 376.50 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપાયું હતું. ત્યારે આ કાપડ મગાવનારા સંગરૂર-પંજાબના આરોપી દીપક અશોક કિંગરને ભુજની સ્પેશિયલ કોર્ટના (Bhuj Special NDPS Court) જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તો કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પંજાબના આરોપીએ મગાવ્યું કન્ટેનર - ATS તરફથી સ્પેશિયલ પ્રોસિક્યૂટર કલ્પેશ ગોસ્વામીએ (Special Prosecutor Kalpesh Goswami from ATS) આ અંગે જણાવ્યું હતું કે, UAEના અજમન ફ્રી ઝોનમાં આવેલા ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડિંગ દ્વારા દુબઈના જબેલઅલી બંદરથી આયાત થયેલા આ કાપડના જથ્થાનું કન્ટેનર ડિલાઈટ ઇમ્પેક્ટના એક્સપોર્ટ લાયસન્સ પર સંઘરૂર પંજાબના દીપક અશોક કિંગરે મગાવ્યું હતું. 6-7 દિવસ પૂર્વે મુન્દ્રાના કન્ટેનર ફ્રેઈટ સ્ટેશનેથી 540 કાપડના રોલમાંના 64 રોલમાંથી 75.300 કિલો હેરોઈન 376.50 કરોડ રૂપિયાનો જથ્થો મળી (Kutch Mundra Heroin seized Case) આવ્યો હતો.
હેરોઈનનો જથ્થો પ્લાસ્ટિકની પાઈપ ઉપર બ્લૂ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડવામાં આવ્યો હતો -આ હેરોઈનનો જથ્થો (Kutch Mundra Heroin seized Case) કાપડનો રોલ જે પૂંઠાની પાઈપ ઉપર વિંટાડેલો હતો. તે પૂંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટિકની પાઈપ મૂકી બંને પાઈપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ પેક કરી બંને બાજુથી રૂ તથા સેલોટેપ દ્વારા પેક કરવામાં આવ્યો હતો અને પૂંઠાની પાઈપ તથા પ્લાસ્ટિકની પાઈપ ઉપર બ્લ્યૂ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલો હતો, જેથી એક્સ-રે સ્કેનિંગ દરમિયાન પકડાઈ (The modus operandi of heroin trafficking) જવાથી બચી શકાય.
આ પણ વાંચો-ડ્રગ્સની દુનિયામાં ધસતુ ગુજરાત, ઝડપાયો પડીકે વેંચતો પેડલર