રેલવે અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગોવા, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પણ બિઝનેસ ટુ બિઝનેસના સંકલ્પમાં રશિયા પહોંચ્યા છે. સાથે જ કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ જોડાયા છે.
રશિયાના પ્રતિનિધિ મંડળમાં કચ્છના સાસંદ જોડાયા, કરશે મહત્વપુર્ણ કરારો - વિનોદ ચાવડા
કચ્છઃ રશિયાના પૂર્વોત્તર વિભાગ વ્લાદિવો સ્ટોકના પ્રવાસે ભારતીય ઉદ્યોગકારોનું પ્રતિનિધિ મંડળમાં કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા પણ જોડાયા છે. ભારત સરકારના ઉદ્યોગ, રેલવે અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગોવા, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પણ બિઝનેસ ટુ બિઝનેસના સંકલ્પમાં રશિયા પહોંચ્યા છે.
સાસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રતિનિધિ મંડળમાં માઈનિંગ, ફિશરિંગ, પેટ્રોલિયમ, હેલ્થકેર, ખેતી, ફૂડ પ્રોસેસિંગ, સોનું, હીરા, ટિમ્બર, કોલસો, શિપિંગ અને ટેકનિકલ એજ્યુકેશન તથા ટૂરિઝમ ક્ષેત્રને લગતા એમઓયુ થશે. આજે અને આવતીકાલે ઓગસ્ટના રશિયા પૂર્વોત્તર વિભાગની આ મુલાકાત દરમિયાન રશિયન ફેડરેશન, ત્યાના સરકારના પ્રતિનિધિઓ સાથે બિઝનેસ ટુ બિઝનેસ ચર્ચા, રોકાણની સમીક્ષાઓ તથા કરાર પર સહી-સિક્કા કરશે. સાથે જ રશિયા સાથેના વ્યાપારિક કરાર બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.