કચ્છ સમાજમાં અવાર નવાર લાલબત્તી સમાન કિસ્સાઓ બનતા હોય છે. જેમાં અનિચ્છિત બાળક કે દીકરી જન્મી હોય તો તેવા નવજાત બાળકોને તડછોડી દેવામાં આવે છે અને લોકોમાં એવા પ્રશ્નો ઉભા થતા હોય છે કે શું કોઈ માતા આટલી હદ સુધી નિષ્ઠુર Child abandonment incident બની શકે. કોઈ માતા કેમ પોતાના બાળકને જન્મતાની સાથે જ કાંટાળી ઝાડીઓમાં કે ખાલી પ્લોટમાં ત્યજી શકેChild abandonment છે ત્યારે તે માતાની પણ કોઈ મજબૂરી હોઈ શકે છે.
ઘણા કેસમાં નવજાત બાળકોને ફેંકી દેવામાં આવેબાળકના જન્મ બાદ તેની નાળ પણ કાપવામાં નથી આવતી અને તેને કાંટાળી ઝાડીઓમાં ફેંકી દેવાતું હોય છે. તથા ઘણી વાર આવા કિસ્સાઓ બનતા હોય છે કે બાળક જન્મની સાથે જ તેમને ફેંકી દેવામાં આવે છે. તો ક્યારેક દીકરીનો જન્મ હોય છે તો દીકરો ઈચ્છતા હોવાથી આવું કૃત્ય કરવામાં આવતું હોય છે તો ક્યારેક દુષ્કર્મના કેસમાં પણ સમાજથી બચવા માટે આવું થતું હોય છે.
કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અનાથ બાળકોનો સહારોભુજના એરપોર્ટ રોડ પાસે આવેલ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર Kutch Mahila Kalyan Kendraકે જે અનાથ બાળકોનો સહારો છે. આ સંસ્થા દ્વારા ગેટ પાસે એક પારણા ઘર બનાવવામાં આવ્યું છે. જ્યાં જે લોકો બાળક ન ઈચ્છતા હોય તે લોકો અહીં પોતાનું બાળક પારણામાં મૂકી શકે છે અને તેની પરવરિશ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે અને આવું કરવાથી બાળકના માતાપિતાની ઓળખની ગુપ્તતા પણ જળવાઈ રહેશે તથા બાળકને સુરક્ષિત જગ્યાએ મૂકી પણ શકાય છે. અત્યાર સુધીમાં આ પારણામાં 4 બાળકો મળી આવ્યા છે.
2006થી અત્યાર સુધીમાં અહીં ઉછરેલા 48 બાળકો દત્તક લેવાયાંકચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અનાથ બાળકો માટે આશીર્વાદરૂપ છે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અનુદાનિતા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન એજન્સીના સંયુક્ત ઉપક્રમે અહીંના બાળકોને દત્તક આપવામાં આવે છે. 2006થી અત્યાર સુધીમાં 48 જેટલા અનાથ તેમજ ત્યજી દેવાયેલા બાળકોનો ઉછેર કરીને ભારતના જુદાં જુદાં રાજ્યોમાં દતક અપાયેલા છે. 2015 બાદ જ્યારે દેશ વિદેશમાં દતક આપવા માટે જે લાયસન્સ મળ્યું ત્યાર બાદ 13 બાળકો દેશમાં અને સરકારની નવી પ્રક્રિયા અમલમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 4 દીકરી અને 4 દીકરા સહિત 8 બાળકો વિદેશમાં દત્તક અપવામાં આવ્યા છે.
ગત વર્ષે અમેરિકાના દંપતિ દ્વારા બાળક દત્તક લેવાયુંગત વર્ષે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયેલા બાળક આરવને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાયો હતો. ભુજ તાલુકાના ગામડામાંથી ત્યજેલી હાલતમાં આરવ મળી આવ્ય હતો. તેને જી કે જનરલ હોસ્પિટલમાં સારવાર આપીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવ્યો હતો. જ્યાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અનુદાનિતા, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અને સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન એજન્સીના સંયુક્ત ઉપક્રમે આરવને વિદેશના દંપતીને સોંપવામાં આવ્યો હતો. આ દંપતીને બે બાળકો છે. પરંતુ તેમની પહેલેથી જ એવી ઈચ્છા હતી કે એક બાળકને દત્તક લઈ તેનો ઉછેર કરવામાં આવે. તેથી દંપતીએ અમેરિકાની લાઇફલાઇન એજન્સી મારફતે દતક લેવા માટે અરજી કરી હતી.
આ પણ વાંચોAbandoned Newborn in Panchmahal: પંચમહાલના હાલોલમાં ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું