ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News : કાળજામાં કાણું હોવાથી જન્મદાતાએ બાળકને તરછોડ્યું, અમેરિકન દંપતિએ દત્તક લીધુ

કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી અમેરિકાના દંપતિએ બાળક દત્તક લીધું છે. બાળકને હૃદયમાં કાણું હોતા માતા પિતા દ્વારા ત્યજી દેવામાં આવ્યું છે. ત્યારે હાલ અમેરિકાનું દંપતિ આ બાળકનું દત્તક લેતા બાળકનું ભવિષ્ય ખીલ્યું છે. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં દત્તક કાર્યક્રમ યોજાતા ખુશી સાથે ગમન લાગણી પણ પ્રસરી છે

Child Adopted : હૃદયમાં કાણું હોતા ત્યજાયેલા બાળકના માતા પિતા બન્યા અમેરિકાના દંપતિ
Child Adopted : હૃદયમાં કાણું હોતા ત્યજાયેલા બાળકના માતા પિતા બન્યા અમેરિકાના દંપતિ

By

Published : Apr 6, 2023, 10:14 PM IST

Updated : Apr 7, 2023, 9:30 AM IST

હૃદયમાં કાણું હોતા ત્યજાયેલા પ્રેરકનું નસીબ ખીલ્યું અમેરિકાના દંપતિએ દતક લીધું

કચ્છ :મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછેર થયેલા બાળક પ્રેરકને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાયો છે.પ્રેરક હવે અમેરિકા પહોંચશે.આજે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે બાળકને અમેરિકાના દંપતિને દત્તક આપવા માટેનો એડોપ્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો ભાવુક બની ગયા હતા.આ કાર્યક્રમમાં કચ્છ કલેકટર અમિત અરોરા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બાળકનેે હૃદયમાં કાણું :કચ્છ મહિલા કેન્દ્રમાં ઉછેર થયેલો બાળક પ્રેરકને અમેરિકાના દંપતિ દ્વારા દત્તક લેવાતા તે હવે અમેરિકા પહોંચશે. બે વર્ષ પહેલા જન્મતાની સાથે જ નવજાત બાળક પ્રેરકને હૃદયમાં કાણું અને હર્નિયાની બીમારી હોતા તેના માતાપિતાએ પ્રેરકના ભવિષ્ય અંગે વિચાર કર્યા વિના ત્યજી દીધું હતું. એક દિવસના બાળકને ભુજના મહિલા કેન્દ્ર ખાતે સરન્ડર કરતા કેન્દ્ર દ્વારા બાળકને 12 દિવસ ભુજની જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ કરમસદ ખાતે હૃદયના કાણાની સારવાર કરવામાં આવી હતી.

અમેરિકાના દંપતિ દ્વારા બાળકને દત્તક લેવામાં આવ્યું :પ્રેરકને મૂળ ભારતના તેલંગાણાના અને વર્ષોથી અમેરિકામાં નાસાના એન્જિનિયર નવીન વેત્યા અને તેમના પત્ની અમેરિકાની યુનિવર્સિટીમાં રેસીડેન્ટ તબીબ સિંધુ લક્કુર દત્તક લીધો છે. ત્યજાયેલા પ્રેરકનું આજે નસીબ ખીલ્યું છે હવે તેનો ઉછેર અમેરિકામાં થશે. અમેરિકાનું દંપતી આજે ભુજ પહોંચ્યું હતું અને આ દંપિત દ્વારા પ્રેરકને દત્તક લેવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આજે બાળકનો કબ્જો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો હતો અને સાથે સાથે પ્રેરકનું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો પણ તેના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા.

દત્તકનો કાર્યક્રમ

કચ્છ મહિલા કેન્દ્રમાં ખુશી : સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અનુદાનિતા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રો ટેકશન ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન એજન્સીના સંયુક્ત ઉપક્રમે પ્રેરકને સોંપવામાં આવ્યો હતો. તો કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એક બાજુ પ્રેરકને માતા પિતા મળવાની ખુશી તો બીજી બાજુ બે વર્ષ બાદ હવે તેના જવાના ગમની લાગણી ફેલાઈ હતી.

પ્રેરકની સારી પરવરિશ કરીશું :નવીન વેત્યાએ પ્રેરકને દતક લેતા જણાવ્યું હતું કે, બે વર્ષથી પ્રેરકને દતક લેવા માટે પેપરવર્ક અને પ્રોસેસ ચાલી રહી હતી અને આજે આખરે આ બાળક એમને સોંપવામાં આવ્યું છે અને અમને ખૂબ ખુશી થઈ રહી છે. પ્રેરકની સ્પેશિયલ ટ્રીટમેન્ટને ધ્યાનમાં રાખીને અને તેને દતક લીધું છે અને મારી પત્ની ડોકટર છે અને અમે આ સારવાર કરી શકીશું અને પ્રેરકની સારી પરવરિશ કરીશું.

આ પણ વાંચો :ભાજપના પ્રદેશ પ્રમુખે રાજકીય દત્તક લીધેલી વાંસદા બેઠક પર અનંત પટેલનો એક્કો કેમ?

પ્રેરકનો સાચો જન્મ અમારા હ્દયમાં :સિંધુ લક્કુરે બાળકને દતક લેતા જણાવ્યું હતું કે,અમારા મિત્રો કે જેમણે બાળકો દતક લીધા છે. એમના સુજાવ અને અનુભવના આધારે બાળક દતક લેવાનું નક્કી કર્યું હતું અને આજે અમે આ પ્રેરકને દતક લઈને ખૂબ જ ખુશ છીએ. શબ્દોમાં લાગણી વર્ણવી શકાય તેમ નથી. આ કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં પ્રેરકને ખુબ જ પ્રેમ મળ્યો છે. પ્રેરકનો સાચો જન્મ અમારા હ્દયમાં થયો છે.

આ પણ વાંચો :કપિરાજે ગલુડિયાને દત્તક લીધું, જુઓ વીડિયો

8મું બાળક વિદેશમાં દતક અપાયું :કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલિકા ઇલાબેન મહેતાએ જણાવ્યું હતું કે, મહિલા કલ્યાણ કેન્દ્રમાં સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટી, ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેકશન ગાંધીનગર અને સ્ટેટ એડોપ્શન એજન્સીના સંયુક્ત ઉપક્રમે પ્રેરકને સોંપવામાં આવ્યો હતો. આજે અમને એટલી ખુશી છે કે સરકારી નિયમો અનુસાર આજે 8મું બાળક વિદેશમાં દતક અપાઈ રહ્યું છે અને તે પણ સ્પેશિયલ જરૂરિયાત વાળુ બાળક છે માટે હર્ષની લાગણી છે. અહીંની દીકરીઓ કોઈ સગી માં બાળકને ના ઉછેરી શકે તે રીતે અહીં અનાથ બાળકોને ઉછેરે છે, માટે અહીં અનાથ બાળકોને ઉછેરતી દીકરીઓ ધન્યવાદને પાત્ર છે."

Last Updated : Apr 7, 2023, 9:30 AM IST

ABOUT THE AUTHOR

...view details