કચ્છ : ભાઈ-બહેનનાં સંબંધોને એક તાંતણે બાંધતા રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાં અવનવી વેરાઈટીઝની રાખડીઓ પણ આવવા માંડી છે. ભુજ તાલુકાના કુકમા ગામ નજીક આવેલા રામકૃષ્ણ પરમહંસ ટ્રસ્ટ દ્વારા ગો આધારિત સજીવ ખેતી માટે વ્યાપક પ્રમાણમાં વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી આ ટ્રસ્ટ સંજીવની રાખડી તૈયાર કરી રહ્યું છે.
ટ્રસ્ટની 400થી વધુ ગાયના છાણ અને મૂત્ર વડે આ સંસ્થા રાખડી તૈયાર કરી રહી છે. એક આકાર તૈયાર કરીને ગાયના છાણના મિશ્રણ સાથે આ રાખડી તૈયાર થાય છે અને ત્યારબાદ તેના પર વિવિધ ડિઝાઇન પણ કરવામાં આવે છે.
ગૌમૂત્ર અને છાણ વડે ઉર્જા આપતી સંજીવની રાખડી તૈયાર
ટ્રસ્ટના પ્રમુખ મનોજભાઇ સોલંકી ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, ગૌમૂત્ર છાણ વડે સજીવ ખેતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ સંજીવની રાખડી તૈયાર કરી રહ્યા છીએ. છાણમાંથી ઊર્જા પ્રાપ્ત થાય છે. છાણમાં લક્ષ્મી માતાનો વાસ કહેવાય છે.
કચ્છની સંજીવની રાખડી ભાઈઓને ઊર્જા આપશે આ રાખડી અનોખી ઊર્જા પ્રાપ્ત થાય છે સ્થાનિક કારીગરો 400 ગાયના છાણનો ખાસ મિશ્રણ કરીને આ રાખડી તૈયાર કરે છે. પ્રથમ વર્ષ 2000 અને બીજા વર્ષ 3000 રાખડીઓ બાદ આ સતત ત્રીજા વર્ષ લોકોની માંગને ધ્યાને રાખીને 5000 રાખડીઓ ત્યારે કરવામાં આવી રહી છે.
કચ્છની સંજીવની રાખડી ભાઈઓને ઊર્જા આપશે