ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની પ્રથમ મહિલા પોઝિટિવ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટીવ, જાણો સંપૂર્ણ કામગીરીની વિગત

કોરોના સંકટમાં કચ્છમાં પ્રથમ પોઝિટિવ મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હજુ આ મહિલાનો એક રિપોર્ટ કરાવ્યા બાદ સારવાર બાબતે નિર્ણય કરાશે. જો કે, પ્રથમ રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને રાહત મળી છે.

kutch lock down day eighteen
ચ્છની પ્રથમ મહિલા પૉઝિટિવ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટીવ

By

Published : Apr 11, 2020, 10:28 PM IST

કચ્છ : કોરોના સંકટમાં કચ્છમાં પ્રથમ પૉઝિટિવ મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. હજુ આ મહિલાનો એક રિપોર્ટ કરાવાયા બાદ સારવાર બાબતે નિર્ણય કરાશે. જો કે, પ્રથમ રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને રાહત મળી છે.

માધાપરના એક જ પરિવારના 3 સભ્યોના પૉઝિટિવ રિપોર્ટ બાદ સંપર્કમાં આવેલા 16 લોકોના સેમ્પલ લીધા હતા, તે તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ વચ્ચે આજે લોકડાઉનના 18માં દિવસે તંત્રએ વિવિધ કામગીરી જારી રાખી છે.

કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે શનિવાર સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ ૨૧૬૫ વ્યકિતઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 46683 લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે. કચ્છમાં કુલ 77 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 4 કેસ પૉઝિટિવ નોંધાયા હતા. હાલ અબડાસાની મહિલા દર્દીનો પ્રથમ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

ચ્છની પ્રથમ મહિલા પૉઝિટિવ દર્દીનો રિપોર્ટ આવ્યો નેગેટીવ
કચ્છ કલેકટર અને આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યાં મુજબ, જિલ્લામાં કોરોના વાઈરસના પગલે કુલ ૧૨૯૬ લોકોને કવૉરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે. બહારથી આવેલા શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવૉરોન્ટાઇન પિરિયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૬ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 1296માંથી 1250 વ્યકિતોઓને ઘરમાં કવૉરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ 7053 વ્યકિતઓને હોમ કવૉરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી 5803 વ્યકિતઓએ 14 દિવસનો કવોરોન્ટાઇન પિરિયડ પૂર્ણ કર્યો છે. જિલ્લાની વિવિધ હૉસ્પિટલોમાં 78 જેટલા આઇસોલેશન વોર્ડ છે. જિલ્લામાં કુલ 2531 ઈન્સ્ટિટયુશનલ કવૉરોન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 124 વ્યકિતઓને કવૉરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી 78 વ્યકિતઓને કવૉરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં 46 વ્યકિતઓ કવૉરોન્ટાઇનમાં છે. ધી ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ ગઇકાલ સુધી કુલ 254 વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૂપિયા 65000 જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 348 જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 273 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 1331 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં શરૂ કરાયેલા આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 2192213 લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 1331 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 98.87 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details