ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News : હિન્દુત્વને લઈને કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન - દેશમાં હિન્દુઓને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. - Kutch Three day knowledge camp

કચ્છમાં કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘ આયોજીત ત્રિદિવસીય જ્ઞાન શિબિરમાં દીકરીઓને સંસ્કાર, સનાતન અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં આજે કાજલ હિન્દુસ્તાનીએ સમાજની મહિલાઓને હિન્દુત્વ પર ઉદબોધન આપ્યું હતું. આ ઉપરાંત 530 જેટલી દીકરીઓને શાસ્ત્ર અને કટાર શસ્ત્ર શિબિરમાં ભેટ અપાઈ હતી. તો બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીની પણ વાત કરી હતી.

Kutch News : કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ અંગે સાવચેતી કરી, 530 દીકરીઓને કટાર શસ્ત્ર ભેટ
Kutch News : કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ અંગે સાવચેતી કરી, 530 દીકરીઓને કટાર શસ્ત્ર ભેટ

By

Published : May 19, 2023, 5:22 PM IST

Updated : May 19, 2023, 5:52 PM IST

કચ્છમાં કડવા પાટીદાર સતપંથ સનાતન મહિલા સંઘ આયોજીત ત્રિદિવસીય જ્ઞાન શિબિર

કચ્છ : નખત્રાણાના નિષ્કલંકી ધામ ખાતે કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજની દીકરીઓને હિન્દુત્વ ટકાવી રાખવા ત્રિદિવસીય જ્ઞાન શિબિર યોજાઈ હતી. જેમાં જુદાં જુદાં વિવિધ વક્તાઓ દ્વારા સમાજની દીકરીઓને પ્રેરણા આપવામાં આવી હતી. તો આજે પ્રખર હિન્દુત્વવાદી વક્તા કાજલ હિન્દુસ્તાનીએ હિન્દુત્વ પર તેમજ દીકરીઓને લવ જેહાદ અને લેન્ડ જેહાદ અંગે કંઈ રીતે સાવચેતી રાખવી તે અંગે ઉદ્દબોધન આપ્યું હતું.

દીકરીઓને શાસ્ત્ર અને કટાર શસ્ત્ર અપાયા :આ ત્રિદિવસીય જ્ઞાન શિબિર દરમિયાન કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ સમાજની 530 જેટલી દીકરીઓને શાસ્ત્ર અને કટાર શસ્ત્ર શિબિરમાં ભેટ અપાઈ હતી. તો આધુનિક નારીત્વ અંગે જ્ઞાન આપવામાં આવ્યું હતું. આજના આધુનિક યુગમાં વિધર્મીઓના વશીકરણથી કેમ સ્વ રક્ષણ મેળવવું તેમજ નારી તું નારાયણી વિશેના મૂલ્યો પણ સમજાવવામાં આવ્યા હતા.

હિન્દુ છું હિન્દુત્વની જ હંમેશા વાત કરીશ. કચ્છમાં ઉદ્દબોધન આપતી વખતે અસામાજિક તત્વોએ આવતા તેને રોકી હતી, પરંતુ કોઈપણ ભોગે તે હિન્દુત્વ વિશે જાગૃતતા ફેલાવવાનો નહીં રોકે. જેહાદીઓ આજે તેમનાથી ફફડે છે અને આતંકીઓ એક મહિલાથી ફાંફાં મારે છે. તો હિન્દુ સમાજની દીકરીઓને કેરેલા સ્ટોરી ફિલ્મ બતાવવાની વાત કરી હતી - કાજલ હિન્દુસ્તાની

હિન્દુઓને બરબાદ કરવાનું ષડયંત્ર :વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ખાસ કરીને હિન્દુ બહેનો માટે સમય ખરાબ ચાલી રહ્યો છે. તેમને જ્યારે 2016માં લવ જેહાદની વાત કરવામાં આવી ત્યારે લોકો તેમની પર હસતા હતા. વર્ષ 2019થી લવ જેહાદ ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહ્યું છે. આજે 4 માધ્યમો પૈકી બોલીવુડ, સોશિયલ મીડિયા, ડર અને ડ્રગ્સના માધ્યમથી લવ જેહાદ ફેલાઈ રહ્યું છે. દેશમાં હિન્દુઓને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

દીકરીઓને કટાર શસ્ત્ર અપાઈ ભેટ

દીકરીઓનું વશીકરણ કરીને તેને વ્યસની બનાવાય :વિશ્વમાં હિન્દુ દીકરી સાથે માનસિક, આર્થિક, શારીરિક શોષણ થઈ રહ્યું છે. દીકરીઓનું વશીકરણ કરીને તેને વ્યસની બનાવીને તેમનું શારીરિક શોષણ થઈ રહ્યું છે. જેહાદીઓ હિન્દુ દીકરીઓ તેમજ પરણેલી દીકરીઓને ટાર્ગેટ કરે છે. હિન્દુની દીકરી પર નજર નાખીને ડરનો માહોલ ઉભો કરે છે. તેઓ દીકરીઓ માટે ગ્રાઉન્ડ સ્તરે કામ કરે છે અને પોતાની જાતને સાબિત કરવા માટે તે જેલ જઈ આવ્યા છે.

લવ જેહાદના એજન્ડા :હિન્દુત્વ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જે હિન્દુ સાથે ઊભો છે તેને મારું સમર્થન છે. જે હિન્દુ હિતની વાત કરશે તેને જ હોવાથી વોટ મળશે. દેશની હિન્દુ મહિલાઓ આગની અંદર પોતાની જાતને સમર્પિત કરવાની તાકાત રાખે છે. તો તલવાર ઉઠાવીને ઝાંસીની લક્ષ્મીબાઈની જેમ લડતા પણ જાણે છે. દેશમાં આજે લવ જેહાદના એજેન્ડા અને ધર્મ પરિવર્તનના એજન્ડા વચ્ચે કાજલ હિન્દુસ્થાની આવી ગઈ છે એટલે એને પતાવવા પ્રયત્નો થઇ રહ્યા છે.

લવ જેહાદના મુખ્ય કારણોમાંનું એક બોલીવુડ :કાજલ હિન્દુસ્થાની દ્વારા અનેક દીકરીઓને લવ જેહાદના પ્રકરણમાં મુક્તિ અપાવવામાં આવે છે. જેમાં આજ સુધી જેટલી દીકરીઓને લવ જેહાદમાંથી મુક્ત કરાવી છે. તેમાંથી 95 ટકા દીકરીઓની ઉંમર 13 અને 14 વર્ષની છે. કારણ કે આજે લવ જેહાદના મુખ્ય કારણોમાનું એક બોલીવુડ છે. બોલીવુડના કારણે 25 વર્ષ સુધીની દીકરીઓ લવ જેહાદનો શિકાર બને છે. તો 25થી 35 વર્ષની ઉંમરમાં ટીવી સીરિયલ થકી લવ જેહાદ થઈ રહ્યું છે. 35થી વર્ષની વધુ ઉંમરની મહિલાઓને OTT પ્લેટફોર્મ થકી લવ જેહાદનો ભોગ બની રહી છે.

ત્રિદિવસીય જ્ઞાન શિબિરમાં દીકરીઓને સંસ્કાર, સનાતન અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું

દેશને બેટીઓકો સશકત બનાવો :કાજલ હિન્દુસ્થાની દ્વારા સમાજની યુવતીઓને ઉદાહરણો મારફતે પોતાની રક્ષા ખુદ કરો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો મહિલાઓને જણાવ્યું હતું કે, જેહાદીઓ આપણને પતાવે એના પહેલા આપણે એને પહેલા પતાવી નાખવું જોઈએ. આજે દેશમાં બેટી પઢાઓ સૂત્ર જ નહીં પરંતુ બેટીઓકો સશકત બનાવો સૂત્રની પણ જરૂર છે.

સમાજની દીકરીઓને ભણતરની સાથે ગણતર આપવામાં આવે અને જે અત્યારે મોટો પ્રશ્ન છે. હિન્દુત્વને ટકાવી રાખવા માટે દીકરીઓની સ્વ સુરક્ષા જરૂરી છે. કારણ કે, આવનારો સમય આપણા માટે વિપરીત સમય છે. માટે સમાજની અંદર કારોબારી એ નક્કી કર્યું કે, ત્રણ દિવસ માટે દીકરીઓની શિબિરનું આયોજન કરવામાં આવે અને આવી રીતે દીકરીઓને અંદર સંસ્કાર, સાનિધ્ય, સમર્પણ સાથે સ્વાસ્થ્ય અને ખાસ કરીને નારી તું નારાયણી જે આજે આપણા દેશની અંદર હિન્દુત્વ માટે જે લડત કરી રહી છે. એવા નારી શક્તિ અને ભારત દેશનું ગૌરવ એવા કાજલ હિન્દુસ્તાની અહીં બોલાવીને દીકરીઓને પ્રેરણા આપવામાં આવી હતી.- ચંદ્રિકા રંગાણી (સતપંથ સનાતન મહિલા સંઘના મહામંત્રી)

બાગેશ્વર ધામના બાબાને પૂરતું સમર્થન :આ ઉપરાંત હાલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવવાના છે, ત્યારે તેનો વિરોધ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાજલ હિન્દુસ્થાનીએ એ બાબતે જણાવ્યું હતું કે, તેઓ બાબાને મળવા જવાના છે અને તેમને તેમનું પૂરો સમર્થન છે. બાબાના પ્રોગ્રામના આયોજકોને બાબાના દર્શન માટે તેમના દ્વારા વિનંતી કરવામાં આવી છે. તેઓ આતંકી, જેહાદીઓ અને સામાજિક તત્વો સામે જે બીડું હાથમાં લીધું છે. તેમના સામે તેમની રક્ષા કરે તે માટે બાબાના આશીર્વાદ લેશે.

Same Sex Marriage : રાજકોટમાં સમલૈંગિક લગ્નને મંજૂરી ન આપવાની માંગણી, વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ

Ahmedabad News : સાધુ સંતોએ ધ કેરાલા સ્ટોરી ફિલ્મ નિહાળી, શું મંતવ્ય વ્યક્ત કર્યું જૂઓ

Ahmedabad Police : એકતાનો એક રંગ, અમદાવાદ પોલીસનો કોમી સૌહાર્દ વધારવા રક્તદાન કેમ્પ, રથયાત્રાની તૈયારીઓ

Last Updated : May 19, 2023, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details