સરકાર પાણી પહોંચાડી શકતી નથી, એટલે ભચાઉના ચોબારી ગામના નારાજ ખેડૂતોએ ગાંધીગીરી સાથે પોતાનો વિરોધ દર્શાવીને સરકારનું ધ્યાન દોર્યું હતુ. જેમાં ખેડૂતોએ હવનનું આયોજન કરીને રામધૂન બોલાવી હતી અને સિંચાઇની કેનાલમાં નર્મદાના નીર વહેતા કરવાની માંગણી કરી હતી. નારાજ ખેડુતો નર્મદા કેનાલ પર પહોંચી આસપાસમાંથી લાકડા લઈને હવન કર્યું હતો. રામધુન સાથે ખેડુતોએ પાણીની સમસ્યાનું સચોટ ચિત્ર દર્શાવીને સરકારને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
કચ્છમાં નર્મદાના પાણી માટે ખેડૂતોએ રામધુન બોલાવી કર્યો હવન - Farmer
કચ્છઃ આ વર્ષે ચોમાસાની નબળી શરૂઆત થતાં દુષ્કાળની સ્થિતિ આવી ગઈ છે, ત્યારે દુષ્કાળના આ સમયમાં કચ્છ પાણી માટે ઝંખી રહ્યું છે. ખેડુતોએ આજે અનોખા વિરોધ સાથે સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.
નર્મદાના નીર કચ્છમાં પહોંચાડ્યાનો દાવો સરકાર દ્વારા સતત કરાતો હોવા છતાં વાગડ સુધી પહોંચેલી નહેરમાં પણ પૂરતા પાણી મળતા નથી. ભચાઉથી અંજાર, મુંદ્રા થઈને મોડકુબા સુધીની સિંચાઇની નહેરનું કામ ધીમી ગતિએ ચાલે છે તે, પણ પૂર્ણ થતું નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા બજેટમાં નર્મદા માટે પૂરતા રૂપિયાની ફાળવણી કે, સિંચાઇની નહેરના કામ ક્યારે પૂર્ણ થશે તે વિશે સ્પષ્ટતા કરાઇ નથી. દુષ્કાળના વિપરીત સંજોગોમાં કચ્છ માટે નર્મદા ખરેખર જીવાદોરી બની શકે તેમ છે.
રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવાના દાવાઓ ભલે થઈ રહ્યા હોય, પણ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક બીજી જ છે. નર્મદાના સિંચાઈના પાણીની કેનાલ હજી રાપર અને ભચાઉ સુધી જ પહોંચ્યા છે, પરંતુ આ કેનાલમાં પણ મોટા ભાગે નર્મદાનું નીર મળતા નથી. નર્મદામાં પૂરતું પાણી છે, બંધની ઉંચાઈ પણ વધી ગઈ છે અને એક માત્ર વાગડ વિસ્તાર સુધી જ નર્મદાનું પાણી અપાતું હોવા છતાં મોટાભાગે નર્મદાની આ કેનાલ ખાલી જોવા મળે છે.