ભૂજમાં આયોજિત સંમેલનમાં સંમસ્થ અને સામે બેઠેલા કાર્યકર્તાઓ, લોકો માટે કુલ મળીને 12 જેટલી ખુરશી લગાવાયાનું કોંગ્રેસના લોકોએ જણાવ્યું હતું. તેની સામે કોંગ્રેસના જ નારાજ લોકોએ એમ કહેતા સંભળાયા હતા કે, ટોટલ મળીને 800 ખુરશી લગાવાઈ છે. જેમાંથી 600 ખુરશી ભરાયેલી છે. આ 600 લોકોમાંથી 400થી વધુ લોકો પક્ષના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ છે. આ ચર્ચા અને નારાજગીને પગલે તપાસ કરતા એવું માલુમ પડયું હતું કે, ભૂજના કેટલાક અગ્રણી નેતાઓ પણ હાજર નહોતા અને કચ્છ જિલ્લા કોગ્રેસના કોઈ સંમેલન કે, કાર્યક્રમમાં દેખાતા પ્રદેશ સ્તરના સ્થાનિક નેતા જિલ્લા સંગઠન માટે નહી પણ પોતાની પ્રદેશ સંબંધોને ધ્યાને રાખીને આવ્યા છે.
નગરપાલિકા સાથે જોડાયેલા એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, કોઈ રસ જ નથી. સંગઠનમાં આંતરિક ખેંચતાણ છે. ગઈકાલે ભારતના પુર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરવા સમયે કાર્યાલયે કોઈને જાણ સુદ્ધાં કરી નહોતી અને ચાર પાંચ લોકો પુષ્પાજંલિ અર્પણ કરતા જોવા મળ્યા હતાં. આ જ સ્થિતી રહેશે તો સંગઠન કેમ કામ કરશે. આંતરિક નારાજગીની અસર સંગઠન શકિત પર જોવા મળી રહી છે.