ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકશાહીના પર્વમાં 100 ટકા મતદાન કરવા માટે કચ્છીમાડુઓને ચુંટણી તંત્ર દ્વારા અપીલ - loksabha Election 019

કચ્છઃ ગુજરાત લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે લોકશાહીના આ પર્વની ઉજવણીને સાર્થક કરવા 100 ટકા મતદાન કરવા માટે કચ્છીજનોને ચુંટણી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.

ફાઇલ ફોટો

By

Published : Apr 22, 2019, 3:18 PM IST

જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી રેમ્યા મોહને અપીલ કરતા જણાવ્યું કે, ચૂંટણીના પર્વની તૈયારી માટે વહીવટી તંત્ર સહિત અનેક અધિકારીઓ ચૂંટણી ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યોજાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે કચ્છના મતદારો પણ લોકશાહીમાં મત આપવાની પોતાની ફરજ સુપેરે નીભાવે તે જરૂરી છે.

કચ્છીજનો મતદાનના દિવસે વોટર સ્લીપ સિવાય ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 પૂરાવામાંથી કોઇ પણ એક પૂરાવો સાથે રાખીને મતદાનની પોતાની અમૂલ્ય ફરજ નીભાવે. આ ઉપરાંત સિનિયર સિટીઝન તેમજ દિવ્યાંગો માટે ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી હોવાથી તંત્રને સહયોગી થવા પણ વિનંતી કરી છે. મહિલાઓ માટે પણ વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે એક પુરુષ અને બે મહિલાઓને લાઇનમાં મતદાન કરવાનું પણ આયોજન ગોઠવાયું છે.

ચૂંટણી પંચની સુચના અનુસાર મતદાન મથકની અંદર મતદાન કરતી વખતે કોઇ મતદાતાને મોબાઇલ સાથે લઇ જવા પર પ્રતિબંધ છે, લોકસભા ચૂંટણી–2019ના મહા પર્વની ઉજવણીની તૈયારીઓ ચૂંટણી અને મતદાનને લગતી તમામ વહીવટી કામગીરીઓને આખરી ઓપ આપી દેવામાં આવી છે, ત્યારે હવે કચ્છના મતદારો મતદાનના દિવસે શાંતિપૂર્ણ રીતે મતદાન કરી આ મહાપર્વની ઉજવણીમાં પોતાનો સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરાઇ છે.

મતદાનના મહાપર્વની ઉજવણી કરવા માટે અનેક કચ્છીજનો બહાર ગામથી કે ધંધાના સ્થળેથી પોતાના માદરે વતન આવશે ત્યારે જો તેમને વોટર સ્લીપ ન મળી હોય તો વોટર સ્લીપ સિવાય ફક્ત માર્ગદર્શન માટે જ હોઇ અન્ય માન્ય પૂરાવા સાથે મતદાન કરી શકાશે. ઉપરાંત બીએલઓ મતદાન મતદાન મથક પર ક્કાવારી પ્રમાણે મતદાર યાદી સાથે હાજર રહીને મતદારોને નામ શોધવામાં મદદરૂપ થશે.

ABOUT THE AUTHOR

...view details